Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Health Tips: ટૂથપેસ્ટ કરતા પણ વધુ અસરકારક છે આ ધરેલું દંતમંજન

આખા શરીરની જાળવણીમાં મ્હોંની અંદરની સ્વચ્છતા પણ બહુ અગત્યની છે. મ્હોંની અંદરના ભાગમાં પેઢા, દાંત, જીભની સ્વચ્છતા નિયમિત થવી જોઈએ નહિતર અનેક રોગોના શિકાર થઈ શકાય છે. દાંત (Teeth) ની જાળવણી માટે અમે આપને ટૂથપેસ્ટ કરતા પણ વધુ અસરકારક ઘરેલું દંતમંજન જણાવી રહ્યા છે. વાંચો વિગતવાર.
health tips  ટૂથપેસ્ટ કરતા પણ વધુ અસરકારક છે આ ધરેલું દંતમંજન
Advertisement
  • મોંઘી ટૂથપેસ્ટ કરતા બહેતર છે આ ઘરેલું દંતમંજન
  • આ દંતમંજનથી Teeth દાડમની કળી જેવા સુંદર બને છે
  • Teeth અને પેઢાની નાની મોટી સમસ્યાઓ જડમૂળથી દૂર થાય છે

Health Tips: દાંત સ્વચ્છ અને સ્વસ્થ હોવા અત્યંત આવશ્યક છે. નબળા Teeth ને લીધે તમે ખોરાક બરાબર લઈ શકતા નથી અને શરીર વિવિધ રોગોનું શિકાર બની શકે છે. તેથી દાંતને તંદુરસ્ત રાખવા બહુ જરૂરી છે. Teeth ની તંદુરસ્તી માટે અનેક પ્રકારની ટૂથપેસ્ટ બજારમાં ઉપલબ્ધ છે પણ આજે અમે આપને એક એવા ઘરેલું દંતમંજન વિશે જણાવીશું જે ન તો માત્ર કારગત છે પણ સાથે સાથે કિફાયતી પણ છે.

નબળા દાંતથી થતી તકલીફો

જો વ્યક્તિના Teeth નબળા હોય તો તેને દાંત પડી જવા, પેઢામાંથી લોહી નીકળવું, પાયોરિયા, દાંત પર ડાઘા વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. નબળા દાંતને કારણે ખાવા-પીવામાં પણ તકલીફ પડે છે કારણ કે ખોરાકની ગરમ અને ઠંડકને લીધે દાંતમાં ઝણઝણાટી પેદા થાય છે. જો તમે આ બધી સમસ્યાઓથી બચવા માંગતા હોવ તો ઘરેલું દંતમંજનનો ઉપયોગ કરો. આ દંત મંજન બનાવવાની સામગ્રી અને રીત જાણી લો.

Advertisement

આ પણ વાંચોઃ   Be Careful : ભારતીય સેનાને દાન આપો તેવો Fake Message થઈ રહ્યો છે વાયરલ

Advertisement

દંતમંજન માટે જરૂરી સામગ્રી અને રીત

Teeth ને મજબૂત કરતા ઘરેલું દંતમંજન માટે 50 ગ્રામ ફટકડી, 50 ગ્રામ સિંધવ મીઠું, 10 ગ્રામ લવિંગ અને 2 ચમચી સરસવનું તેલ જોઈશે. આ દંતમંજન બનાવવા માટે સૌપ્રથમ આ દરેક વસ્તુઓનો પાવડર બનાવો અને તેને એક એરટાઈટ ગ્લાસ બોટલમાં સંગ્રહ કરી લો. ખાસ ધ્યાન રાખો કે, આ દંતમંજન ભેજવાળી જગ્યાથી દૂર રાખો તેમજ તમારે આ દંતમંજનને સીધા સૂર્યપ્રકાશથી બચાવવો જોઈએ.

આ દંતમંજન વાપરવાની રીતે

રોજ રાત્રે સુતા પહેલા આ દંતમંજનનો ઉપયોગ કરવાથી દાંત દાડમની કળી જેવા સુંદર અને હીરા જેવા ચમકદાર અને મજબૂત બની જશે. સૌથી પહેલા આ પાવડરમાં થોડુંક સરસવનું તેલ ઉમેરો. આ પેસ્ટને બ્રશ પર લગાવો. હળવા હાથે બ્રશને દાંત પર ઘસો. નિયમિત આ દંતમંજનનો ઉપયોગ કરવાથી તમારા દાંત મજબૂત બનશે. દાંતની ચમક પણ વધશે.

આ પણ વાંચોઃ  Summer Vacation માં J & K સિવાયના Best Tourist Destinations જાણી લો...

Tags :
Advertisement

.

×