ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Health Tips : ત્વચાની તંદુરસ્તી માટે અજમાવી જૂઓ આ સરળ, કુદરતી અને ઘરેલુ ઉપાય

આજે ચહેરા, હાથ-પગ વગેરેની ત્વચાની કાળજી (Skin Care) માટે લોકો અવેર રહે છે. આજે અમે આપને જણાવીશું ત્વચાની તંદુરસ્તી માટે આ સરળ, કુદરતી અને ઘરેલુ ઉપાય વિશે.
11:48 AM Sep 03, 2025 IST | Hardik Prajapati
આજે ચહેરા, હાથ-પગ વગેરેની ત્વચાની કાળજી (Skin Care) માટે લોકો અવેર રહે છે. આજે અમે આપને જણાવીશું ત્વચાની તંદુરસ્તી માટે આ સરળ, કુદરતી અને ઘરેલુ ઉપાય વિશે.
Health Tips Gujarat First-03-09-2025

Health Tips : આજના ભાગદોડ ભર્યા યુગમાં શરીરની કાળજી માટે ઓછો સમય મળે છે. સમયની ખેંચતાણમાં લોકો ખાસ કરીને ત્વચાની કાળજી (Skin Care) ને પૂરતો નહિ તો થોડોક પણ સમય તો ફાળવતા જ હોય છે. આજે તો મહિલાની સાથે સાથે પુરુષો પર તેમની ત્વચાની તંદુરસ્તી માટે અવેરનેસ ધરાવે છે. મહિલાઓ તો જોબ અને હાઉસ હોલ્ડ ડયૂટીમાંથી પણ સમય નીકાળીને ત્વચાની સંભાળ લેતી જોવા મળે છે. ત્વચાની સંભાળ માટે ઓછો સમય ફાળવવો પડે તેવો ઘરેલુ, કુદરતી અને સરળ ઉપાય આજે અમે આપને જણાવીશું. આ ઉપાય છે ચોખાનું પાણી (Rice Water) .

Health Tips માં વાંચો ચોખાના પાણીનું મહત્વ

ભારતમાં હજારો વર્ષ જૂની સંસ્કૃતિ જોવા મળે છે. આ સંસ્કૃતિમાં પ્રાચીનકાળથી જ સૌંદર્યનું પણ બહુ મહત્વ રહેલું છે. પ્રાચીનકાળમાં શ્રૃંગાર રસ પર સ્તોત્ર અને કાવ્યો લખાયા છે. તે યુગમાં કોસ્મેટિક્સ આટલા એડવાન્સ ન હતા પરંતુ ઘરેલુ, કુદરતી અને સરળ ઉપચારો પ્રચલિત ન હતા. આ સમયમાં ચોખાના પાણીનો સૌંદર્ય માટે વ્યાપક ઉપયોગ કરવામાં આવતો હતો. ચોખાના પાણીમાં ત્વચાને તંદુરસ્ત અને ચમકદાર બનાવતા ખાસ ગુણો અને પોષક તત્વો જોવા મળે છે. જેમાં વિટામિન બી, એન્ટિઓક્સિડન્ટ્સ, એમિનો એસિડ્સ, મિનરલ્સ વગેરેનો સમાવેશ થાય છે.

Health Tips Gujarat First-03-09-2025-

આ પણ વાંચોઃ  TeaSideEffects: આ લોકોએ વધુ પડતી ચા પીવાનું ટાળવું જોઇએ, નહીંતર સ્વાસ્થયને થશે નુકસાન

ચોખાના પાણીથી ત્વચાને થતો ફાયદો

ચોખાના પાણીમાં રહેલા વિવિધ પોષક તત્વો ત્વચાને ચમકદાર અને મુલાયમ બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. જેમકે વિટામિન બી ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ચોખાના પાણીમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ્સ ત્વચાને નુકસાન પહોંચાડતા ફ્રી રેડિકલ સામે લડે છે. જેનાથી ત્વચા ચુસ્ત બને છે તેમાં આવી ગયેલ વધારાનું લચીલાપણું દૂર થાય છે. એસિડ ત્વચાને મજબૂત બનાવે છે. ચોખાના પાણીમાં ઝિંક, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા મિનરલ્સ હોય છે જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ મિનરલ્સ ત્વચાને ચમકદાર પણ બનાવે છે.

Health Tips Gujarat First-03-09-2025--

આ પણ વાંચોઃ હંમેશા ગુસ્સો અને તાણ અનુભવતા લોકો આટલું કરો, વગર દવાએ છુટકારો મળશે

(ડિસ્કલેમરઃ આ લેખમાં આપેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. Gujarat First આ માહિતીની અસરકારકતાની પુષ્ટિ કરતું નથી.)

Tags :
Gujarat Firsthealth tipsmineralsRice WaterSkin Care
Next Article