Health Tips : કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે અબાલવૃદ્ધ માટે રામબાણ સાબિત થશે આ જ્યૂસ
- શરીરની immune system ને મજબૂત કરતો જ્યૂસ
- શરીરને અંદરથી મજબૂત બનાવતો આ ગુણકારી જ્યૂસ ઘરે જ બનાવો
- આ જ્યૂસથી પાચનતંત્ર મજબૂત થાય છે અને લોહી શુદ્ધ થાય છે
Health Tips : કોરોના (Corona) ના વધતા જતા કેસો એક ચિંતાજનક બાબત છે. જો આ સંજોગોમાં આપનું શરીર અંદરથી મજબૂત નહિ હોય અને રોગપ્રતિકારક શક્તિ (immune system) પણ ઓછી હશે તો આપના કોરોના સંક્રમિત થવાની શક્યતાઓ વધી જાય છે. તેથી જ અમે આપને એક એવા જ્યૂસ વિશે જણાવીશું જેના નિયમિત સેવનથી આપની રોગપ્રતિકારક શક્તિ વધશે. આ ઉપરાંત શરીર અંદરથી મજબૂત બનશે.
જ્યૂસ માટે જરુરી સામગ્રી અને રેસિપી
કોરોનામાં શરીરની રોગપ્રતિકારક શક્તિ સાબૂત હોવી બહુ જરુરી છે. તેથી શરીરને અંદરથી મજબૂત કરતા આ જ્યૂસ વિશે જાણી લો. બીજી મહત્વની બાબત એ છે કે આ જ્યૂસ ઘરે જ બનાવી શકાય છે. આ જ્યૂસ બનાવવા માટે તુલસી, ફુદીનો, કોથમીના પત્તાની જરુર પડશે. એક બાઉલમાં આ પાંદડાઓને ઝીણા સમારી લો. ત્યારબાદ તેમાં પાણી ઉમેરો. આ મિશ્રણમાં સ્વાદાનુસાર સિંધાલૂણ ઉમેરી શકાય છે. સિંધાલૂણ બાદ આ મિશ્રણમાં લવિંગનો ભૂકો ઉમેરો. હવે આ મિશ્રણને ક્રશ કરી લો. ક્રશ કર્યા બાદ આ જ્યૂસને ગાળી લો. ગાળ્યા બાદ આ જ્યૂસ રોજ સવારે નાના બાળકોથી મોટેરાઓને આપો. આ જ્યૂસના નિયમિત સેવનના અનેક ફાયદા છે.
આ પણ વાંચોઃ Tomato Chutney : ઘરે જ બનાવો સ્વાદિષ્ટ ટામેટાની ચટણી, મોટા સાથે બાળકો પણ ખાશે વારંવાર
આ જ્યૂસના ફાયદા
શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવતા આ જ્યૂસમાં તુલસી, ફુદીનો, કોથમી, લવિંગ વગેરે હોવાથી આ જ્યૂસ બહુ ગુણકારી છે. જેમાં પોષક તત્વો, ફાઈબર, એન્ટીઓકિસડન્ટ અને ડિટોક્સિફાઈંગ ગુણધર્મોનો સમાવેશ થાય છે. આ જ્યૂસ ફક્ત તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરતો નથી, પરંતુ પાચનતંત્રને મજબૂત બનાવે છે. આ જ્યૂસમાં જો થોડી હળદર ઉમેરશો તો ત્વચા પણ ચમકીલી અને તંદુરસ્ત બનશે.
આ પણ વાંચોઃ ભારતમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો! સૌથી વધુ આ રાજ્યમાં નોંધાયા કેસ
(ડીસ્કલેમરઃ આ આર્ટિકલમાં આપવામાં આવેલ માહિતી મીડિયા રિપોર્ટ પરથી લેવામાં આવી છે. આ માહિતી આપની જાણકારી સારુ છે. આ માહિતીની અસરકારકતાની Gujarat First પુષ્ટી કરતું નથી.)