Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Health Tips : લોખંડની વસ્તુથી ઈજા થયા બાદ શા માટે ધનૂરનું ઈન્જેક્શન લેવું પડે છે ?

કોઈ વ્યક્તિ લોખંડની વસ્તુથી ઈજાગ્રસ્ત થયા બાદ ડોક્ટર પાસે આવે ત્યારે તેને સૌથી પહેલા ધનૂરનું ઈન્જેક્શન (Tetanus injection) આપવામાં આવે છે. આપ જાણો છો કેમ ધનૂરનું ઈન્જેક્શન જરૂરી છે ? વાંચો વિગતવાર.
health tips   લોખંડની વસ્તુથી ઈજા થયા બાદ શા માટે ધનૂરનું ઈન્જેક્શન લેવું પડે છે
Advertisement
  • લોખંડની વસ્તુથી ઈજાગ્રસ્ત થયા બાદ ડોક્ટર સૌથી પહેલા Tetanus injection આપે છે
  • દર વર્ષે વિશ્વભરમાં લગભગ 30 હજાર લોકો Tetanus ને કારણે મૃત્યુ પામે છે
  • ધનૂર એ ક્લોસ્ટ્રિડિયમ ટેટાની (Clostridium tetani) નામના બેક્ટેરિયાથી થતો ખૂબ જ ગંભીર બેક્ટેરિયલ રોગ છે

Health Tips : જ્યારે પણ કોઈ વ્યક્તિ લોખંડની વસ્તુથી ઈજાગ્રસ્ત થાય ત્યારે તેની સારવારમાં સૌ પ્રથમ ધનૂરનું ઈન્જેકશન આપવામાં આવે છે. ધનૂર એક જીવલેણ રોગ છે. ધનૂર એ ક્લોસ્ટ્રિડિયમ ટેટાની (Clostridium tetani) નામના બેક્ટેરિયાથી થતો ખૂબ જ ગંભીર બેક્ટેરિયલ રોગ છે. આ બેક્ટેરિયા માટી, ધૂળ, છાણ અને કાટવાળું ધાતુઓમાં જોવા મળે છે. ફક્ત ભારતમાં જ દર વર્ષે ધનૂરના હજારો કેસ નોંધાય છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અનુસાર, દર વર્ષે વિશ્વભરમાં લગભગ 30 હજાર લોકો ધનૂરને કારણે મૃત્યુ પામે છે.

ધનૂરના લક્ષણો

જ્યારે કોઈ વ્યક્તિ લોખંડથી ઈજાગ્રસ્ત થાય ત્યારે Clostridium tetani નામના બેક્ટેરિયા ઘા દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. આ પછી તે ન્યુરોટોક્સિન (ટેટાનોસ્પેઝમિન) ઉત્પન્ન કરે છે, જે નર્વસ સિસ્ટમ પર ખરાબ અસર કરે છે. આ ઝેર સ્નાયુઓમાં તાણ પેદા કરે છે. આ રોગમાં શ્વાસ લેવામાં તકલીફ થાય છે. ધનૂરનું સૌથી સામાન્ય લક્ષણ જડબાનું જકડાઈ જવું. જેના કારણે મોં ખોલવામાં મુશ્કેલી પડે છે. જેને 'લોકજો' તરીકે ઓળખવામાં આવે છે. જડબા ઉપરાંત ધનૂરના લીધે ખભા-ગરદન, પીઠ અને પેટના સ્નાયુઓમાં તાણ અનુભવાય છે. ધનૂરમાં શરીરનું તાપમાન ઝડપથી વધે છે અને વ્યક્તિને ખૂબ પરસેવો થાય છે. ધનૂરના ઝેરી તત્વોને લીધે હૃદય પર પણ માઠી અસર થાય છે.

Advertisement

આ પણ વાંચોઃ Health Tips : છોકરાઓના હાથ-પગ પર જોવા મળતી કાળાશ સરળતાથી દૂર કરો, જૂઓ આ Viral Video

Advertisement

ઈન્જેક્શન શા માટે કારગત છે ?

લોખંડથી થયેલ ઈજાને કારણે ધનૂર ન થાય તે માટે ધનૂર વિરોધી ઈન્જેક્શન લેવું બહુ જરુરી છે. ડોક્ટર આવા દર્દીને સૌથી પહેલા ટિટાનસ ટોક્સોઈડનું ઈન્જેક્શન આપે છે. જે શરીરને ધનૂરના બેક્ટેરિયા વિરુદ્ધ લડવામાં રક્ષણ પૂરુ પાડે છે. જો દર્દીએ પહેલેથી જ ધનૂરની રસી લીધેલ હોય તો તેને ઈજા બાદ ટિટાનસ ઈમ્યુન ગ્લોબ્યુલિન (TIG) આપી શકે છે. જેનાથી તમારા શરીરમાં એન્ટિબોડીઝ બને છે જે ધનૂરના ઝેરી લક્ષણોને નિષ્ક્રિય બનાવે છે. ભારતમાં બાળકોને ધનૂરથી બચાવવા માટે DPT (ડિપ્થેરિયા, પેર્ટ્યુસિસ, ટિટાનસ)ની રસી આપવામાં આવે છે. આ રસીઓ 6 અઠવાડિયા, 10 અઠવાડિયા, 14 અઠવાડિયા અને પછી 5 વર્ષની ઉંમરે બૂસ્ટર ડોઝ તરીકે આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ Liver Care Tips: ફેટી લીવરને કારણે ત્વચા પર કયા લક્ષણો દેખાય છે?

Tags :
Advertisement

.

×