Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

પાર્ટનરને 'KISS' કરતા પહેલા કેમ પીવું જોઈએ અડધો ગ્લાસ પાણી? જાણો લેટેસ્ટ રિસર્ચ

Relationship Advice: વર્ષ 2026 ના નવા સંશોધનો મુજબ, કિસ કરવાથી લાળ દ્વારા ગ્લુટેન અને વાયરસ ટ્રાન્સફર થઈ શકે છે. સીલિયાક રોગ (Celiac Disease) ધરાવતા લોકો માટે પાર્ટનર દ્વારા પાણી પીવું એ ગ્લુટેનથી બચવાનો સરળ રસ્તો છે. આ ઉપરાંત, 'કિસિંગ ડિસીઝ' થી બચવા માટે વાયરલ ઈન્ફેક્શન દરમિયાન સાવધાની રાખવી જરૂરી છે.
પાર્ટનરને  kiss  કરતા પહેલા કેમ પીવું જોઈએ અડધો ગ્લાસ પાણી  જાણો લેટેસ્ટ રિસર્ચ
Advertisement

Kissing Disease ને લઇને 2026નું નવું સંશોધન
તમારી લાળ સ્વાસ્થ્ય માટે બની શકે જોખમી
કિસ કરતા પહેલા અડધો ગ્લાસ પાણીથી જોખમ ઘટશે

Kissing Disease: જ્યારે તમે કોઈને સાચા દિલથી પ્રેમ કરો છો, ત્યારે તમે તમારી લાગણીઓ વ્યક્ત કરવા માટે વિવિધ રીતો અપનાવો છો, જેમાં 'કિસ' (Kiss) એક મુખ્ય ભાગ છે. સામાન્ય રીતે પ્રેમમાં લોકો દુનિયા ભૂલી જતા હોય છે, પરંતુ વર્ષ 2026 ના એક નવા સંશોધન મુજબ, પ્રેમી પંખીડાઓએ બધું ભૂલવું જોઈએ પણ પાણી પીવાનું ભૂલવું જોઈએ નહીં. આ સંશોધન સૂચવે છે કે તમારી લાળ (Saliva) દ્વારા કેટલાક એવા તત્વો ટ્રાન્સફર થઈ શકે છે જે સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.

Advertisement

સીલિયાક રોગ અને ગ્લુટેનનું જોખમ

કોલંબિયા યુનિવર્સિટી (Columbia University) માં કરવામાં આવેલા એક અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જો કોઈ વ્યક્તિને સીલિયાક રોગ (Celiac Disease) હોય, તો તેના માટે ગ્લુટેન (Gluten) અત્યંત હાનિકારક સાબિત થાય છે. આ બીમારીમાં ગ્લુટેન લેવાથી શરીરની નાની આંતરડા (Small Intestine) ને નુકસાન પહોંચે છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જો તમારા પાર્ટનરે ઘઉંમાંથી બનેલી વસ્તુઓ ખાધી હોય અને ત્યારબાદ તે તમને કિસ કરે, તો લાળ દ્વારા ગ્લુટેન તમારા શરીરમાં પ્રવેશી શકે છે. જોકે, આ સંશોધનમાં એક સરળ ઉપાય પણ બતાવવામાં આવ્યો છે: જો કિસ કરતા પહેલા અડધો ગ્લાસ પાણી (Water) પી લેવામાં આવે, તો ગ્લુટેન ટ્રાન્સફર થવાનું જોખમ લગભગ શૂન્ય થઈ જાય છે.

Advertisement

શું છે 'Kissing Disease' ?

બીજી તરફ, અમેરિકાની માયો ક્લિનિક (Mayo Clinic) દ્વારા કરવામાં આવેલી સ્ટડીમાં 'એપસ્ટિન-બાર વાયરસ' (Epstein-Barr Virus) વિશે ચેતવણી આપવામાં આવી છે. આ વાયરસ લાળ દ્વારા ફેલાય છે અને તેનાથી થતી બીમારીને સામાન્ય ભાષામાં 'કિસિંગ ડિસીઝ' (Kissing Disease) કહેવામાં આવે છે. આ વાયરસને કારણે તાવ, ગળામાં દુખાવો, થાક અને ગરદનમાં સોજા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

ગંભીર બીમારીઓનું જોખમ

આ વાયરસ માત્ર સામાન્ય તાવ પૂરતો સીમિત નથી. રિસર્ચ કહે છે કે જેમને આ વાયરસનો ચેપ લાગે છે, તેમને ભવિષ્યમાં 'મલ્ટીપલ સ્ક્લેરોસિસ' (Multiple Sclerosis) જેવી ગંભીર બીમારી થવાનું જોખમ વધી જાય છે. આ એક એવી સ્થિતિ છે જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ પોતાની નસોને જ નુકસાન પહોંચાડવા લાગે છે. તેથી, જો પાર્ટનરને કોઈ વાયરલ ઇન્ફેક્શન (Viral Infection) હોય, તો તે સમયે અંતર જાળવવું હિતાવહ છે.

આ પણ વાંચો: Copper Water Benefits : તાંબાના વાસણમાં પાણી પીવાથી થાય છે 7 ફાયદા

Tags :
Advertisement

.

×