Holi Special Drink: ભાંગને બદલે આ વખતે હોળીમાં મહેમાનોને પીરસો 'પાન-ગુલકંદ શોટ્સ', ગરમીમાં આપશે કુદરતી ઠંડક
- Holi Special Drink: આ હોળી બનાવો સ્પેશિયલ
- ભાંગના બદલે બનાવો આ 'પાન-ગુલકંદ શોટ્સ'
- કુદરતી ઠંડક સાથે હોળીનો ઉત્સાહ બેવડાઈ જશે
- જરૂર છે માત્ર થોડી સામગ્રી અને થોડી ધીરજની
- ગણતરીની મિનિટોમાં તૈયાર થશે આ હોળી સ્પેશિયલ ડ્રીન્ક
Holi Special Drink: હોળી એટલે રંગો, મસ્તી અને ખાન-પાનનો (Colors, fun and food) ઉત્સવ છે. સામાન્ય રીતે હોળી પર ઠંડાઈ કે ભાંગ (Cold or heat) પીવાની પરંપરા હોય છે. કહેવાય છે કે, ભાંગના ચટકારા સાથે ઉજવાતી હોળીનો હરખ વધી જાય છે. પરંતુ જો તમે આ વખતે કંઈક નવું અને હેલ્ધી ટ્રાય (Healthy Try) કરવા માંગતા હોવ, તો 'પાન-ગુલકંદ શોટ્સ' (Paan-Gulkand Shots) શ્રેષ્ઠ વિકલ્પ છે. બજારના કેમિકલયુક્ત સોફ્ટ ડ્રિંક્સ (Chemical-laden soft drinks) ને બદલે ઘરે બનાવેલું આ દેશી પીણું તમને હાઈડ્રેટ (Hydrate) રાખશે. અને પાચનમાં પણ મદદ કરશે. ત્યારે આવો જાણીએ કે આ હેલ્ધી ડ્રીન્કની રેસિપી શું છે.
Holi Special Drink: નાગરવેલના પાનમાં ગુણકારી તત્વો
નાગરવેલના પાન પોષક તત્વો (Nutrients) થી ભરપૂર હોય છે. આ રેસિપી (Recipes) માં વપરાતી વરિયાળી (Fennel) પાચનક્રિયા સુધારે છે, જ્યારે ગુલકંદ શરીરને આંતરિક ઠંડક આપે છે. નારિયેળ અને ક્રીમ (Coconut and cream) તેને એક રિચ અને સ્મૂધ ટેક્સચર (Smooth texture) આપે છે, જે પીવામાં અત્યંત સ્વાદિષ્ટ લાગે છે.
Holi Special Drink: જરૂરી સામગ્રી (Ingredients)
પેસ્ટ બનાવવા માટેની સામગ્રી
- નાગરવેલના પાન- 6-7 નંગ
- વરિયાળી-1 થી 1.5 ચમચી
- સુકાયેલું નારિયેળ (છીણ)- 2 ચમચી
- એલચી પાઉડર- ½ ચમચી
- ગુલકંદ- 2 ચમચી
- દળેલી ખાંડ- ¼ કપ
- બરફ- જરૂર મુજબ
- લીલો ફૂડ કલર- એક ચપટી (વૈકલ્પિક)
પીણું (શોટ્સ) તૈયાર કરવા માટે
- દૂધ (ઠંડુ) ¾ કપ
- તાજું ક્રીમ: ½ કપ
આ પણ વાંચો---- Changing seasons: બદલાતું હવામાન બની રહ્યું છે બીમારીનું કારણ? આ ઘરેલું ઉપાયો વધારશે ઇમ્યુનિટી
ગાર્નિશિંગ (Garnishing) માટે- બારીક સમારેલા પિસ્તા, કેસરના તાર અને સૂકા ગુલાબની પાંખડીઓ
બનાવવાની રીત (Step-by-Step Recipe)
સ્ટેપ 1- પાનની સ્પેશિયલ પેસ્ટ (Special paste) તૈયાર કરો
સૌ પ્રથમ નાગરવેલના પાનને ધોઈને તેના ટુકડા કરી લો. હવે મિક્સર જાર (Mixer jar) માં પાન, વરિયાળી, નારિયેળનું છીણ અને 3-4 બરફના ટુકડા નાખીને પીસી લો. ત્યારબાદ તેમાં ગુલકંદ અને ફૂડ કલર (Food coloring) ઉમેરી ફરીથી પીસીને એક સ્મૂધ પેસ્ટ બનાવી લો.
ટિપ- આ પેસ્ટને તમે અગાઉથી બનાવીને એરટાઈટ કન્ટેનર (Airtight container) માં સ્ટોર કરી શકો છો.
સ્ટેપ 2- મિનિટોમાં તૈયાર કરો રિફ્રેશિંગ ડ્રિંક
જ્યારે મહેમાનો આવે ત્યારે, એક મોટા પાત્રમાં તૈયાર કરેલી 2-3 ચમચી પેસ્ટ લો. તેમાં ઠંડુ દૂધ, તાજું ક્રીમ (Fresh cream) અને સ્વાદ મુજબ દળેલી ખાંડ (Granulated sugar) ઉમેરો. હવે તેને હેન્ડ બ્લેન્ડર (Hand blender) થી બ્લેન્ડ કરી લો અથવા મિક્સરમાં એક રાઉન્ડ ફેરવી લો જેથી તે એકદમ ક્રીમી બની જાય.
સ્ટેપ 3- ગાર્નિશિંગ અને સર્વિંગ
તૈયાર થયેલા પાન શોટ્સને નાના ગ્લાસમાં કાઢો. ઉપરથી પિસ્તાની કાતરી, કેસરના તાર અને સૂકા ગુલાબની પાંખડીઓ (Rose petals) થી સજાવીને ઠંડુ-ઠંડુ પીરસો.
આ પાન-ગુલકંદ પીણું તમને દિવસભર ઉર્જાવાન (Energetic) રાખશે અને ગરમીથી બચાવશે. હોળીના એક દિવસ પહેલા તેની પેસ્ટ બનાવી લેવાથી તહેવારના દિવસે તમારો સમય પણ બચશે. તો આ હોળી પર મહેમાનોનું સ્વાગત (Welcoming guests) આ દેશી અને શાહી અંદાજમાં કરો!
આ પણ વાંચો---- Clay Utensil Cleaning Tips : માટીના વાસણ સાફ કરવા માટે અપનાવો આ ટીપ્સ


