Life Style : આ ખાદ્યપદાર્થોને સ્ટીલના ડબ્બામાં મુકવા જોખમી, જાણો કારણ
- ભારતીય ઘરોમાં સ્ટીલના ડબ્બાનો ઉપયોગ ભરપુર માત્રામાં થાય છે
- રાખવા અને સાફ કરવા સરળ હોવાના કારણે વધુ લોકપ્રિય
- રાસાયણિક પ્રક્રિયા જોખમી સાબિત થવાની જાણકારી સામે આવી
Life Style : આપણા રસોડામાં ખાદ્ય પદાર્થો ઘણીવાર સ્ટીલના ડબ્બામાં (Avoid Steel Container) સંગ્રહિત કરવામાં આવે છે. તે ટકાઉ અને સાફ કરવામાં સરળ હોય છે, જેથી તેનો ઉપયોગ કઠોળથી લઈને અથાણાં સુધીની દરેક વસ્તુ મુકવા માટે થાય છે. ઘણા લોકો લંચબોક્સ માટે પણ સ્ટીલના ડબ્બાનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક ખાદ્ય વસ્તુઓ સ્ટીલના ડબ્બામાં મુકવાનું (Avoid Steel Container) ટાળવું જોઈએ, કારણ કે, આ ઉત્પાદનો સ્ટીલ સાથે રાસાયણિક પ્રતિક્રિયા કરી શકે છે. આનાથી તેના સ્વાદ પર અસર થાય છે, અને ખોરાક તેના પોષક મૂલ્યને પણ ગુમાવી શકે છે. વધુમાં, ક્યારેક આવો ખોરાક ખાવા માટે સલામત નથી
અથાણું
અથાણું દરેક ઘરમાં ખાવામાં આવે છે અને સંગ્રહિત કરવામાં આવે છે. જો કે, અથાણું ક્યારેય સ્ટીલના કન્ટેનરમાં સંગ્રહિત ના કરવું જોઈએ. અથાણામાં હાજર કુદરતી એસિડ અને અથાણાં બનાવવામાં વપરાતા તેલ, લીંબુ, સરકો વગેરે સ્ટીલ (Avoid Steel Container) સાથે પ્રતિક્રિયા કરી શકે છે. જે સ્વાસ્થ્ય માટે સારૂ નથી.
દહીં
દહીં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે કુદરતી રીતે એસિડિક છે. સ્ટીલના કન્ટેનરમાં સંગ્રહિત કરવામાં આવે ત્યારે તે આથો લાવી શકે છે, જે તેનો સ્વાદ બગાડી (Avoid Steel Container) શકે છે. દહીંને માટીના વાસણ અથવા કાચના કન્ટેનરમાં સંગ્રહિત કરો.
ફળો
સ્ટીલના કન્ટેનરમાં ફળો સંગ્રહિત કરવાનું ટાળો (Avoid Steel Container). કેળા અને નારંગી જેવી વસ્તુઓને હવાચુસ્ત કાચના કન્ટેનરમાં સંગ્રહિત કરો. તમે તેમને સંગ્રહિત કરવા માટે ખોરાક-સુરક્ષિત પ્લાસ્ટિકના કન્ટેનરનો પણ ઉપયોગ કરી શકો છો.
ટામેટાં
ટામેટાંનો ઉપયોગ ઘણી વાનગીઓમાં થાય છે. તમારે આ વસ્તુઓ સંગ્રહિત કરવા માટે સ્ટીલના કન્ટેનરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ (Avoid Steel Container). આનું કારણ એ છે કે ટામેટાંમાં કુદરતી એસિડ હોય છે જે સ્ટીલ સાથે પ્રતિક્રિયા આપી શકે છે.
આ પણ વાંચો ----- Helmet Tips: હેલ્મેટને બેક્ટેરિયાનું ઘર બનતું અટકાવવા આ રીતે સફાઇ કરો