ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Home Remedies for Cracked Heels: 1 રાતમાં ફાટેલી એડીઓને માખણ જેવી બનાવશે આ 5 જાદુઈ નુસ્ખા!

શિયાળામાં ફાટેલી એડીઓનો ઈલાજ ઘરેલુ ઉપચારથી સરળતાથી થઈ શકે છે. બજારની ક્રીમ કરતાં વધુ અસરકારક આ 5 નુસ્ખાઓ છે. હૂંફાળા પાણીમાં મીઠું અને શેમ્પૂ નાખી ફુટ-સોક કરવાથી ડેડ સ્કિન દૂર થાય છે. વેસેલિનમાં લીંબુ મિક્સ કરીને રાત્રે લગાવવું, નાળિયેર તેલથી માલિશ કરવી, ગ્લિસરીન-ગુલાબજળનું મિશ્રણ વાપરવું અને કેળાનો પેસ્ટ લગાવવો એ એડીઓને માખણ જેવી મુલાયમ બનાવવામાં મદદ કરે છે.
10:44 AM Dec 13, 2025 IST | Mihirr Solanki
શિયાળામાં ફાટેલી એડીઓનો ઈલાજ ઘરેલુ ઉપચારથી સરળતાથી થઈ શકે છે. બજારની ક્રીમ કરતાં વધુ અસરકારક આ 5 નુસ્ખાઓ છે. હૂંફાળા પાણીમાં મીઠું અને શેમ્પૂ નાખી ફુટ-સોક કરવાથી ડેડ સ્કિન દૂર થાય છે. વેસેલિનમાં લીંબુ મિક્સ કરીને રાત્રે લગાવવું, નાળિયેર તેલથી માલિશ કરવી, ગ્લિસરીન-ગુલાબજળનું મિશ્રણ વાપરવું અને કેળાનો પેસ્ટ લગાવવો એ એડીઓને માખણ જેવી મુલાયમ બનાવવામાં મદદ કરે છે.

Home Remedies Cracked Heels  : શિયાળામાં ઠંડો પવન જ્યાં ચહેરાની ભેજ છીનવી લે છે, ત્યાં પગની એડીઓ પણ ઝડપથી ફાટવા લાગે છે. સૂકું પડી જવું, મૃત ત્વચા અને ભેજની ઉણપને કારણે એડીઓ એટલી સખત થઈ જાય છે કે ચાલવામાં પણ દુખાવો થાય છે.

ઘણી વખત તો પથારીમાં બેસો તો ફાટેલી એડીઓ ચોંટવા લાગે છે. દુખાવો પણ એટલો થાય છે કે કેટલીકવાર લોહી નીકળવા લાગે છે. જોકે બજારમાં ઘણા પ્રકારના ઉત્પાદનો મળે છે, પરંતુ કેટલાક ઘરેલુ ઉપાયો (Home Remedies) એટલા અસરકારક હોય છે કે બજારની મોંઘી ક્રીમ પણ તેની સામે નિષ્ફળ જાય છે. જો તમારી એડીઓ પણ આ દિવસોમાં વારંવાર ફાટી રહી છે, તો ચિંતા કરવાની જરૂર નથી.

ઘરેલુ નુસ્ખાઓ ની મદદથી તમે તમારા પગને ફરીથી માખણ જેવા મુલાયમ અને સુંદર બનાવી શકો છો. અહીં અમે તમારા માટે 5 ખૂબ જ અસરકારક અને સરળ ઘરેલુ ઉપાયો લઈને આવ્યા છીએ, જેને અપનાવીને તમે શિયાળામાં પણ તમારા પગની સુંદરતા જાળવી શકો છો. સૌથી સારી વાત એ છે કે આ નુસ્ખા સંપૂર્ણપણે કુદરતી, સસ્તા અને કોઈ પણ આડઅસર વગરના છે.

ગરમ પાણી અને મીઠાથી કરો ફુટ-સોક

ફાટેલી એડીઓથી તમે પરેશાન હોવ તો ઘરે જ તેની સારવાર કરી શકો છો. એડીઓની સફાઈ અને રિલેક્સેશન માટે આ સૌથી સરળ ઉપાય છે. એક ટબમાં હૂંફાળું પાણી લો, તેમાં 1 ચમચી મીઠું, 1 ચમચી શેમ્પૂ અને થોડું બેબી ઓઈલ મિક્સ કરો. હવે તેમાં તમારા પગને 10-15 મિનિટ સુધી પલાળી રાખો. તેનાથી મૃત ત્વચા નરમ થશે અને એડીઓ મુલાયમ બનવા લાગશે.

Home Remedies Cracked Heels : વેસેલિન અને લીંબુનો ચમત્કારિક ઉપયોગ

કેટલાક લોકોની એડીઓ એટલી વધુ ફાટી જાય છે કે તેમાંથી લોહી નીકળવા લાગે છે. જો તમારી સાથે પણ આવી સમસ્યા હોય તો રાત્રે સૂતા પહેલા આ ઘરેલુ ફૂટ હીલિંગ ક્રીમનો ઉપયોગ કરો. તમે 1 ચમચી વેસેલિનમાં અડધું લીંબુ નીચોવો, તેને સારી રીતે મિક્સ કરીને એડીઓ પર લગાવો અને મોજાં પહેરીને સૂઈ જાઓ. સવાર સુધીમાં તમને એડીઓમાં ફરક જોવા મળશે.

Home Remedies Cracked Heels : નાળિયેર તેલથી કરો મસાજ

નાળિયેર તેલ એન્ટિ-ફંગલ અને મોઇશ્ચરાઇઝિંગ ગુણોથી ભરપૂર હોય છે. ફાટેલી એડીઓ અને હાથ-પગ પર નહા્યા પછી અને રાત્રે હળવી માલિશ કરો. તેનાથી ત્વચા નરમ થશે અને ફાટેલી એડીઓ ઠીક થશે.

ગ્લિસરીન અને ગુલાબજળનું મિશ્રણ

આ એક ઉત્તમ કુદરતી મોઇશ્ચરાઇઝર છે જે ફાટેલી એડીઓની સમસ્યાને દૂર કરે છે. તેના માટે 2 ચમચી ગ્લિસરીન, 2 ચમચી ગુલાબજળ લો, તેને મિક્સ કરો અને રોજ એડીઓ પર લગાવો. એક અઠવાડિયામાં એડીઓ સ્મૂથ અને સોફ્ટ બનવા લાગશે.

કેળાનો પેસ્ટ: કુદરતી પોષણ

ફાટેલી અને સૂકી એડીઓ માટે કેળું ખૂબ ફાયદાકારક છે. તમે એક પાકેલું કેળું મેશ કરો અને તેને એડીઓ પર સારી રીતે લગાવો. 15 મિનિટ સુધી તેને રહેવા દો અને પછી ચોખ્ખા પાણીથી ધોઈ લો. તેનાથી ત્વચાને ઊંડું પોષણ મળે છે અને ત્વચા મુલાયમ થાય છે.

આ પણ વાંચો : દાંતને સાફ રાખવા માટે ટૂથબ્રશ, દાતણ કે આંગળી, શું મહત્વનું.! જાણો વૈદ્યનું શું કહેવું છે

Tags :
coconut oilcracked heelsDry skinFoot CareFoot SoakGlycerinHome remediesNatural RemediesVaseline LemonWinter Care
Next Article