Homemade Face Toners : કરચલીઓ અને ફાઈન લાઈન્સથી મેળવો છુટકારો, ઘરે આ રીતે બનાવો ફેસ ટોનર્સ
- Homemade Face Toners : કેટલીક ઘરેલુ ટીપ્સ અપનાવવાથી ત્વચા પર આવે છે ગ્લો
- ઘરે રહેલી કેટલી સામગ્રીનો ઉપયોગ કરી બનાવી શકાય છે ફેસ ટોનર
- ઘરે તમે તમારી ત્વચાના પ્રકાર પ્રમાણે પણ બનાવી શકો છો ટોનર
Homemade Face Toners: ત્વચાના નેચરલ ગ્લો અને ત્વચા સ્વસ્થ રહે તે માટે ફોસ ટોનર મહત્વપૂર્ણ છે. ટોનર ફક્ત ત્વચાને તાજગી આપતું નથી, પરંતુ તેના pH સંતુલન જાળવવામાં મદદ કરે છે, છિદ્રોને કડક કરે છે અને વધારાનું તેલ તથા ગંદકી દૂર કરે છે. બજારમાં ઉપલબ્ધ ટોનર્સમાં ઘણાં રાસાયણિક ઘટકો હોય છે અને તે મોંઘા પણ હોઈ શકે છે.
જો કે તમે તમારી ત્વચાના પ્રકાર અનુસાર સરળ રીતે DIY ફેસ ટોનર ઘરે બનાવી શકો છો, જે ત્વચાને સ્વસ્થ, હાઇડ્રેટેડ અને ગ્લો લાવવામાં મદદ કરશે. અહીં કેટલાક સરળ અને કુદરતી ટોનર્સ બનાવવાની પદ્ધતિ જાણો
એલોવેરા અને ગુલાબજળ ટોનર
સામગ્રી:
2 ચમચી એલોવેરા જેલ
2 ચમચી ગુલાબજળ
પદ્ધતિ
એલોવેરા જેલ અને ગુલાબજળને એક સ્વચ્છ બાઉલમાં મિક્સ કરો.
મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરીને ફ્રિજમાં સ્ટોર કરો.
ચહેરો ધોઈને દિવસમાં એકવાર અથવા જરૂર મુજબ સ્પ્રે કરો.
લાભ:
એલોવેરા ત્વચાને ઠંડક આપે છે, જ્યારે ગુલાબજળ હાઈડ્રેશન આપે છે. દરરોજ ઉપયોગ કરવાથી ત્વચાનું pH સંતુલન સુધારે છે.
2. ગ્રીન ટી અને ટી ટ્રી ઓઇલ ટોનર
સામગ્રી:
1 કપ પાણી
1 ચમચી ગ્રીન ટી
5-6 ટીપાં ટી ટ્રી ઓઇલ
પદ્ધતિ:
પાણીમાં ગ્રીન ટી ઉકાળો અને ઠંડુ થવા દો.
ઠંડા ગ્રીન ટીમાં ટી ટ્રી ઓઇલ મિક્સ કરી, સ્પ્રે બોટલમાં ભરો.
ચહેરો ધોઈને ઉપયોગ કરો.
3. ચોખાના પાણીનું ટોનર
સામગ્રી:
½ કપ ચોખા
2 કપ પાણી
1 ચમચી ગુલાબજળ
પદ્ધતિ :
ચોખાને સારી રીતે ધોઈ સ્ટાર્ચ દૂર કરો.
ધોયેલા ચોખાને 2 કપ પાણીમાં રાતોરાત પલાળો.
ચોખાને ગાળી, બાકીનું પાણી સ્પ્રે બોટલમાં ભરીને ફ્રિજમાં સ્ટોર કરો.
દરરોજ ચહેરા પર સ્પ્રે કરો.
લાભ:
ચોખાના પાણીમાં એન્ટીઓક્સિડન્ટ્સ અને પોષક તત્વો હોય છે, જે કરચલીઓ, ફાઇન લાઇન્સ અને ત્વચાના વૃદ્ધત્વના લક્ષણો ઘટાડવામાં મદદ કરે છે.
આ પણ વાંચો : Holi : હોળીના જીદ્દી રંગોથી પરેશાન? લગાવો આ જાદુઈ ઉબટન અને જુઓ ચમત્કાર!


