Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

ખેતરો અને બાગમાં ફૂગની સમસ્યાનો અસરકારક ઉકેલ બનશે લસ્સી, જાણો રીત

આ ઘરે બનાવેલા ફૂગનાશકનો ઉપયોગ ખેતરો તેમજ કુંડા અને બગીચાઓમાં કરી શકાય છે. જો પાંદડા સુકાઈ રહ્યા હોય અથવા તેમના પર સફેદ કે કાળા ડાઘ દેખાય, તો આ ઉપાય ખાસ કરીને અસરકારક છે. સૂર્યના કારણે અસરકારતા ના ઘટે તે માટે કરે તે માટે વહેલી સવારે અથવા સાંજે સ્પ્રે કરો. આ પદ્ધતિ માત્ર સસ્તી જ નથી, પણ પર્યાવરણીય રીતે પણ સલામત છે.
ખેતરો અને બાગમાં ફૂગની સમસ્યાનો અસરકારક ઉકેલ બનશે લસ્સી  જાણો રીત
Advertisement
  • ઝાડ-છોડમાં ફૂગનો નાશ હવે આસાન બન્યો
  • ઘરે જ લસ્સીમાંથી બનાવો અસરકારક દવા
  • કેમિકલના ઉપયોગની ઝંઝટમાંથી મુક્તિ

Homemade Fungicide : ખેતરો અને બગીચાઓમાં ફૂગની સમસ્યા ખેડૂતો અને બગીચા પ્રેમીઓ બંને માટે એક મોટો પડકાર ઉભો કરે છે. તેને દૂર કરવા માટેની બજારમાંથી ખરીદાતી દવાઓ મોંઘી હોય છે, અને ઘણીવાર જોઇએ તેવી અસરકારક પણ હોતી નથી. આ સ્થિતિમાં, ઘરે સરળતાથી ઉપલબ્ધ વસ્તુઓનો ઉપયોગ કરીને સસ્તો અને અસરકારક ઉકેલ શોધવો ખરેખર એક આશીર્વાદ સમાન છે. નોંધનીય વાત એ છે કે, આ પદ્ધતિ સંપૂર્ણપણે સ્વદેશી છે, અને પેઢીઓથી ઉપયોગમાં લેવાય છે. ખાટી લસ્સી અને તાંબાની મદદથી, તમે ઘરે કુદરતી ફૂગનાશક તૈયાર કરી શકો છો, જે ફૂગને નાબૂદ કરવામાં મદદ કરે છે.

Tags :
Advertisement

.

×