Heat Wave થી ખાસ કરીને સગર્ભા મહિલાઓએ બચીને રહેવું, જાણો કારણ
- Heat Wave સામે રક્ષણ મેળવવા સરકારની અપીલ
- ખાસ કરીને સગર્ભા મહિલાઓએ ચેતીને રહેવું જોઇએ
- નાની ભૂલો ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા સુધી દોરી જઇ શકે
Heat Wave : આજકાલ આપણે બધા ગરમીથી થાકી ગયા છીએ. સરકારે હાઈ એલર્ટ જારી કર્યું છે (Hot Summer), અને લોકોને કાળઝાળ ગરમીથી પોતાને બચાવવા કહ્યું છે. આનું કારણ એ છે કે, ગરમીના મોજા ફક્ત સામાન્ય લોકોની સાથે ગર્ભવતી મહિલાઓને (Pregnant Women) પણ વધુ ગંભીર અસર કરે છે. ગર્ભાવસ્થા દરમિયાન, શરીરમાં પહેલાથી જ ઘણા ફેરફારો થતા હોય છે, આવી સ્થિતિમાં, અતિશય ગરમી માતા અને બાળક બંને માટે જોખમ વધારી શકે છે. જો આ સમય દરમિયાન કેટલીક સામાન્ય ભૂલો કરવામાં આવે તો, ડિહાઇડ્રેશન, ચક્કર, બ્લડ પ્રેશરની સમસ્યાઓ અને સમય પહેલા ડિલિવરીનું જોખમ વધી શકે છે.
Heat Wave, જોખમો જાણી લો
ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં ઘણા ફેરફારો થાય છે. જ્યારે બહારનું તાપમાન ખૂબ વધારે થઈ જાય છે, ત્યારે શરીરને ઠંડુ રાખવામાં મુશ્કેલી પડે છે. આનાથી ડિહાઇડ્રેશન, ગરમીનો થાક અને હીટ સ્ટ્રોકનું જોખમ વધે છે. આ બાળકના વિકાસને પણ અસર કરી શકે છે.
આ પણ વાંચો - DIY Tips : ખરીદેલા શાકભાજીમાં કૃત્રિમ રંગો છે કે નહીં, આ રીતે ચકાસો
Heat Wave, 10 ગ્લાસ પાણી પીવું જ જોઇએ
ઉનાળામાં શરીરમાંથી પરસેવાના રૂપમાં પાણી ઝડપથી બહાર નીકળી જાય છે. જો તમે પૂરતું પાણી ન પીઓ તો ડિહાઇડ્રેશન થઈ શકે છે. જો તમારે દિવસભરમાં ઓછામાં ઓછું 10 ગ્લાસ પાણી પીવું જ જોઈએ.
બપોરે બહાર જવાનું ટાણો
ખૂબ લાંબા સમય સુધી તીવ્ર સૂર્યપ્રકાશમાં રહેવાથી શરીરનું તાપમાન અચાનક વધી શકે છે, જેના કારણે ચક્કર અને નબળાઈ આવી શકે છે. દરરોજ બપોરે 12 થી 4 વાગ્યાની વચ્ચે બહાર જવાનું ટાળો.
આટલી કાળજી રાખો
ચુસ્ત અને કૃત્રિમ કપડાં શરીરને ઠંડુ રાખતા નથી અને વધુ પડતો પરસેવો કરે છે, જેનાથી ત્વચામાં બળતરા અને ચેપનું જોખમ વધે છે. વધુ પડતું કેફીન અથવા જંક ફૂડનું સેવન - ચા, કોફી અને જંક ફૂડ શરીરમાં પાણીની ઉણપ વધારી શકે છે અને પાચનતંત્રને પણ અસર કરે છે. તાજા ફળો, નાળિયેર પાણી અને હળવો ઘરે બનાવેલો ખોરાક ખાઓ.
તુરંત ડોક્ટરનો સંપર્ક કરો
ચક્કર, માથાનો દુખાવો, ઉલટી અથવા વધુ પડતો પરસેવો વગેરે - આ બધા ગરમીના થાકના સંકેતો હોઈ શકે છે. આવા લક્ષણો દેખાય કે તરત જ આરામ કરો અને ડૉક્ટરનો સંપર્ક કરો.
આ પણ વાંચો - Science Study : ભવિષ્યમાં 260 કરોડની વસ્તી પર મોટા સંકટની આગાહી


