ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કોરોનાથી કેટલો અલગ છે આ HMPV વાયરસ? Covid જેટલો ખતરનાક કે પછી..!

વર્ષ 2020 ને જ્યારે પણ લોકો યાદ કરે છે તો ડરવા લાગે છે, કારણ કે આ તે વર્ષ હતું જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ ચૌતરફ મોતનું તાંડવ મચાવ્યું હતું. ઘણા ભયાનક દ્રશ્યો પણ આ સમયે જોવા મળ્યા હતા જે તે પહેલા લગભગ મોટા ભાગના લોકોએ માત્ર ફિલ્મોમાં જ જોયા હશે. આ મહામારીના કારણે લોકોએ પોતાના પરિવારના ઘણા સભ્યો ગુમાવ્યા છે.
12:49 PM Jan 07, 2025 IST | Hardik Shah
વર્ષ 2020 ને જ્યારે પણ લોકો યાદ કરે છે તો ડરવા લાગે છે, કારણ કે આ તે વર્ષ હતું જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ ચૌતરફ મોતનું તાંડવ મચાવ્યું હતું. ઘણા ભયાનક દ્રશ્યો પણ આ સમયે જોવા મળ્યા હતા જે તે પહેલા લગભગ મોટા ભાગના લોકોએ માત્ર ફિલ્મોમાં જ જોયા હશે. આ મહામારીના કારણે લોકોએ પોતાના પરિવારના ઘણા સભ્યો ગુમાવ્યા છે.
COVID-19 vs HMPV comparison

HMPV : વર્ષ 2020 ને જ્યારે પણ લોકો યાદ કરે છે તો ડરવા લાગે છે, કારણ કે આ તે વર્ષ હતું જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ ચૌતરફ મોતનું તાંડવ મચાવ્યું હતું. ઘણા ભયાનક દ્રશ્યો પણ આ સમયે જોવા મળ્યા હતા જે તે પહેલા લગભગ મોટા ભાગના લોકોએ માત્ર ફિલ્મોમાં જ જોયા હશે. આ મહામારીના કારણે લોકોએ પોતાના પરિવારના ઘણા સભ્યો ગુમાવ્યા છે. ખાસ કરીને ભારતની વાત કરીએ તો અહીં લગભગ કોઇ એવું ઘર નહીં હોય જ્યા લોકોએ પોતાના કોઇ એક સ્વજનને ગુમાવ્યું ન હોય. એકવાર ફરી નવા વાયરસના ફેલાવાથી લોકોની અંદર ડર ઉભો થઇ રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે.

ચીનમાંથી ફેલાયો નવો વાયરસ

5 વર્ષ પહેલા ચીનના વુહાનમાંથી એક ખતરનાક વાયરસ કે જેનો કોરોના તરીકે લોકો જાણે છે, તેણે ખૂબ તબાહી મચાવી હતી. હવે એક નવો વાયરસ ફરી ચીનમાંથી જ દુનિયાભરમાં ફેલાઇ રહ્યો હોવાના અહેવાલ છે, આ વાયરસનું નામ હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) છે. જોકે, આ વાયરસ આજનો નહીં પણ વર્ષો જુનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વર્ષ 2001 માં જ આ વાયરસની પુષ્ટિ થઈ હતી, જે શ્વાસની સમસ્યાઓ, ઉધરસ, શરદી વગેરેનું કારણ બને છે. ચીનમાંથી સામે આવેલા કેટલાક વાયરલ વીડિયોને જોતા એવું લાગે છે કે આ વાયરસ પણ એટલો જ જીવલેણ હોઈ શકે છે. ચાલો જાણીએ કે આ વાયરસ કોરોનાથી કેટલો અલગ છે?

HMPV શું છે?

HMPV ને Human Metapneumovirus પણ કહેવામાં આવે છે. ક્લીવલેન્ડ ક્લિનિકમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, આ સામાન્ય શરદી અને ફ્લૂ છે, જે શ્વસન સંબંધી ચેપ છે. શિયાળાની ઋતુમાં આ વાયરસ વધુ સક્રિય બને છે અને બાળકોને વધુ અસર કરે છે. જો કે, આ ફેફસાને લગતો રોગ પણ છે, જેમાં લક્ષણો કોરોના સાથે મેળ ખાય છે પરંતુ કેટલાક તફાવતો છે.

કોરોનાથી કેટલો અલગ?

આરોગ્ય અહેવાલો અનુસાર, કોરોના અને HMPV બંને શ્વાસ સંબંધી રોગો છે. બંને શરદી અને ઉધરસ સાથે ફેફસામાં ચેપનું કારણ બને છે. ઘણા કિસ્સાઓમાં, બંને ચેપ દૂર થવામાં સમાન સમય લાગી શકે છે. પરંતુ કોરોનામાં શરીરમાં સ્વાદ, ગંધ અને લોહીના ગંઠાવા બને છે, જે HMPV વાયરસના દર્દીઓમાં જોવા મળતા નથી. ઉપરાંત, તેના નિવારણ માટે ઓછા પગલાં છે કારણ કે કોરોનાની જેમ, એન્ટિવાયરલ દવાઓ લેવી ફાયદાકારક રહેશે નહીં.

HMPV ના લક્ષણો

કયા લોકોને વધુ જોખમ છે?

5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, ખાસ કરીને શિશુઓને આ વાયરસનું જોખમ છે. વૃદ્ધો, 65 વર્ષથી વધુ ઉંમરના અને નબળા રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો, જેમ કે અસ્થમા અને COPD શ્વસન સમસ્યાઓ ધરાવતા લોકો.

આટલું કરો

આટલું ન કરો

આ પણ વાંચો:  શું કોરોના જેવો જ વિનાશ નોંતરશે HMPV? જાણો કેવી રીતે ફેલાય છે આ વાયરસ, કોને છે સૌથી વધુ જોખમ, કેવી રીતે રહેશો સુરક્ષિત?

Tags :
Children and elderly health risksCommon cold and fluCoronaVirusCOVID-19 vs HMPV comparisonCovid19Flu-like illnessesGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahhMPVHMPV antiviral treatmentHMPV in infantsHMPV prevention tipsHMPV symptomsHMPV vs CoronavirusHuman MetapneumovirusRespiratory infectionsShrespiratory health tipsVentilation and hygiene practicesViral outbreak in ChinaWinter viruses
Next Article