Train Missed Refund : ટ્રેન ઉપડી ગઈ તો પણ પૈસા પાછા મળશે! રેલવેનો આ નિયમ તમને ખબર છે?
- ટ્રેન મિસ થાય તો ટિકિટના પૈસા ડૂબતા નથી (Train Ticket Refund)
- IRCTC પર TDR ફાઈલ કરીને રિફંડ મેળવી શકાય
- સ્ટેશન મોડા પહોંચ્યા હોવ તો પણ ક્લેમ કરી શકાય
- ટ્રેન ઉપડ્યાના થોડા કલાકોમાં પ્રોસેસ કરવી જરૂરી
- ઘરે બેઠા મોબાઈલથી જ TDR ફાઈલ કરવાની સુવિધા
Train Ticket Refund : આજના સમયમાં ટ્રાફિક જામ (Traffic Jam), ધુમ્મસ કે પછી કનેક્ટિંગ ટ્રેન લેટ થવાને કારણે સ્ટેશન પર સમયસર ન પહોંચવું અને ટ્રેન ચૂકી જવી એ સામાન્ય વાત બની ગઈ છે. જ્યારે નજર સામેથી ટ્રેન જતી રહે છે, ત્યારે મુસાફરોને સૌથી મોટો ઝટકો ટિકિટના પૈસા ડૂબી જવાનો લાગે છે. મોટાભાગના લોકો એમ માની લે છે કે હવે આ ટિકિટ નકામી થઈ ગઈ છે અને તેને ફેંકી દેવી જોઈએ. પરંતુ જો તમે પણ આવું વિચારતા હોવ તો થોભી જાવ. ભારતીય રેલવે (Indian Railways) ના નિયમો મુજબ, ટ્રેન મિસ થયા પછી પણ તમે ટિકિટના પૈસા પાછા મેળવી શકો છો. આ માટે તમારે ફક્ત સાચી પ્રક્રિયા અને TDR ફાઈલ કરવા વિશે જાણવું જરૂરી છે.
Train Ticket Refund : શું ટ્રેન છૂટી જાય તો રિફંડ મળે?
ઘણા મુસાફરોને એવી ગેરસમજ હોય છે કે પોતાની ભૂલ કે મોડા પહોંચવાને કારણે ટ્રેન છૂટી જાય તો રેલવે રિફંડ (Refund) આપતું નથી. જોકે, આ વાત પૂરેપૂરી સાચી નથી. જો તમે સમયસર યોગ્ય નિર્ણય લો, તો તમારા પૈસા પાછા મળી શકે છે. રેલવેએ મુસાફરો માટે અમુક ખાસ નિયમો બનાવ્યા છે, જે મુજબ જો તમે યાત્રા નથી કરી શકતા તો તમે રિફંડ ક્લેમ કરી શકો છો. આ માટે તમારે TDR એટલે કે ટિકિટ ડિપોઝિટ રિસીપ્ટ (Ticket Deposit Receipt) ફાઈલ કરવી પડે છે.
Train Missed Refund : TDR શું છે અને તે કેમ જરૂરી છે?
TDR એ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા તમે રેલવેને જાણ કરો છો કે તમે ટિકિટ બુક કરાવી હતી પરંતુ કોઈ કારણસર તમે તે ટ્રેનમાં મુસાફરી કરી શક્યા નથી. જો તમે TDR ફાઈલ કર્યા વગર જ ટિકિટ કેન્સલ કરો છો અથવા છોડી દો છો, તો રિફંડ મળવાની શક્યતા નહિવત થઈ જાય છે. ટ્રેનનો ચાર્ટ તૈયાર થયા પછી ટિકિટ કેન્સલ નથી થતી, ત્યારે TDR જ એકમાત્ર વિકલ્પ બચે છે.
ઓનલાઈન TDR કેવી રીતે ફાઈલ કરવું?
જો તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવી હોય, તો IRCTC ની વેબસાઈટ કે એપ પરથી ઘરે બેઠા TDR ફાઈલ કરી શકો છો. તેની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ નીચે મુજબ છે:
- સૌથી પહેલા IRCTC ની ઓફિશિયલ વેબસાઈટ પર લોગ-ઈન (Log in) કરો.
- ત્યારબાદ 'My Account' માં જઈને 'My Transactions' અને પછી 'File TDR' વિકલ્પ પસંદ કરો.
- ત્યાં તમને તમારી બુક થયેલી ટિકિટ દેખાશે, જે ટિકિટનું રિફંડ જોઈએ છે તેનો PNR Number સિલેક્ટ કરો.
- હવે તમારે ટ્રેન મિસ થવાનું કારણ આપવું પડશે (જેમ કે ટ્રેન લેટ હતી, તમે સ્ટેશન મોડા પહોંચ્યા વગેરે).
- કારણ પસંદ કરીને 'Submit' બટન પર ક્લિક કરો.
યાદ રાખો, ટ્રેન ઉપડ્યાના ચોક્કસ સમયમર્યાદામાં (સામાન્ય રીતે 1 કલાકથી 4 કલાકની અંદર અથવા ટ્રેન સ્ટેટસ મુજબ) તમારે TDR ફાઈલ કરવું જરૂરી છે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમને એક રેફરન્સ નંબર મળશે અને સ્ક્રીનશોટ સેવ કરી લેવો હિતાવહ છે. રેલવે તમારી રિક્વેસ્ટ વેરીફાય કરશે અને નિયમો મુજબ રિફંડ તમારા ખાતામાં જમા થશે.
આ પણવાંચો : શું તમે પણ મોંઘી દવાઓ ખરીદો છો? આ સરકારી એપ બચાવશે તમારા હજારો રૂપિયા


