Identify Real Mango : તમે જે કેરી ખાઈ રહ્યા છો તે ઝેર તો નથી ને? ઘરે જ આ રીતે કરો ઓળખ
- કેમિકલથી પકવેલી કેરી લિવર માટે છે જોખમી
- કેલ્શિયમ કાર્બાઈડથી પકવેલી કેરી ઓળખવી છે સરળ
- એકસરખો પીળો રંગ અને સુગંધનો અભાવ એટલે 'નકલી' કેરી
- પેટમાં દુખાવો અને ફૂડ પોઈઝનિંગની થઈ શકે છે સમસ્યા
- મે-જૂન પહેલા બજારમાં મળતી કેરીથી સાવધ રહેવા તબીબોની સલાહ
Identify Real Mango : ઉનાળાની સિઝનમાં કેરી (Mangoes) ખાવાની મજા કંઈક અલગ જ હોય છે, પરંતુ આજકાલ બજારમાં કુદરતી રીતે પાકેલી કેરીને બદલે કેમિકલથી પકવેલી કેરીનો રાફડો ફાટ્યો છે. ડો. સમીર ભાટીના જણાવ્યા મુજબ, કેરીની સાચી સિઝન મે અને જૂન મહિનાની હોય છે, છતાં ફેબ્રુઆરી-માર્ચથી જ બજારમાં પીળી કેરીઓ દેખાવા લાગે છે. આ કેરીઓને કેલ્શિયમ કાર્બાઈડ [Calcium Carbide] જેવા ખતરનાક કેમિકલથી પકવવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ઝેર સમાન છે.
અસલી અને નકલી કેરી કેવી રીતે ઓળખવી?
કેમિકલયુક્ત કેરી (Mangoes) ની ઓળખ કરવા માટે નિષ્ણાતોએ કેટલીક સરળ રીતો જણાવી છે. કુદરતી રીતે પાકેલી કેરીમાંથી હંમેશા મીઠી અને સોંધી સુગંધ આવે છે, જ્યારે કેમિકલવાળી કેરીમાં કાં તો સુગંધ હોતી નથી અથવા તો તીખી કેમિકલ જેવી ગંધ આવે છે. રંગની વાત કરીએ તો, કુદરતી કેરી ક્યારેય આખી એકસરખી પીળી હોતી નથી, તેમાં ક્યાંક લીલાશ કે ભૂરા ડાઘા જોવા મળે છે. જો કેરી ચારેય બાજુથી એકદમ ચમકતી પીળી દેખાય, તો સમજી લેવું કે તે આર્ટિફિશિયલ રીતે પકવેલી છે.
કેમિકલવાળી કેરીના જોખમો
કેલ્શિયમ કાર્બાઈડનો ઉપયોગ કરીને પકવેલી કેરી (Mangoes) ખાવાથી પેટની ગંભીર બીમારીઓ, ગેસ, એસિડિટી અને ફૂડ પોઈઝનિંગ [Food Poisoning] જેવી સમસ્યાઓ થઈ શકે છે. લાંબા સમય સુધી આવી કેરી ખાવાથી લિવર પર સીધી અસર પડે છે અને માથાનો દુખાવો કે ચક્કર જેવી ન્યુરોલોજીકલ તકલીફો પણ થઈ શકે છે. ખાસ કરીને બાળકો માટે આવી કેરી અત્યંત જોખમી સાબિત થાય છે.
ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધી કોઈપણ સમસ્યા માટે હંમેશા નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે.
આ પણ વાંચો : White Hair: શું તમારા વાળ પણ ધોળા થવા લાગ્યા છે? આ વિટામિનની ઉણપ હોઈ શકે છે જવાબદાર!


