વિવિધ પ્રકારની દાળને જંતુમુક્ત કેવી રીતે રાખશો...જાણી લો આ storage tips
- તુવેર અને મગની દાળમાં હળદરનો થોડો પાવડર ઉમેરો
- ચણાની દાળના કંટેનરમાં લાલ સૂકુ મરચું રાખો
- મસૂરની દાળને સંગ્રહ કરતી વખતે તેના ડબામાં લસણની કળી રાખો
Ahmedabad: ભારતમાં દરેક સીઝનમાં આવતા ખાદ્યપદાર્થોનો સંગ્રહ કરવાનું પ્રચલિત છે. જેમ કે દાળની સીઝનમાં વિવિધ પ્રકારની દાળ, અનાજની સીઝનમાં ઘઉં-ચોખા-બાજરી વગેરે, મસાલાની સીઝનમાં મરચા-હળદર-ધાણાજીરુ વગેરે. શું આપ દાળને સુરક્ષિત રીતે સંગ્રહ કરવા માંગો છે, શું આપ પણ સંગ્રહિત કરેલ દાળને લાંબા સમય સુધી જંતુમુક્ત રાખવા માંગો છો. તો અમે આપને જણાવીશું આજે કેટલીક ખાસ અને કારગત storage tips.
તુવેર અને મગની દાળમાં હળદર ઉમેરો
તુવેર અને મગની દાળને સંગ્રહ કરતી વખતે કંટેનરમાં થોડો હળદર પાવડર ઉમેરી દેવો જોઈએ. હળદર એક બેસ્ટ એન્ટિબાયોટિક છે તેથી સંગ્રહ કરેલ દાળમાં બેક્ટેરિયાનું જોખમ રહેતું નથી. હળદરની વાસથી જંતુઓ પણ દૂર રહે છે. તુવેર અને મગની દાળને જંતુમુક્ત રાખવા માટે આપ તેમાં તમાલપત્રનો પણ ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત લીંબુની છાલ અને લેમનગ્રાસ પણ કારગત નીવડે છે.
ચણાની દાળમાં રાખો સૂકુ લાલ મરચું
ચણાની દાળને લાંબા સમય સુધી સુરક્ષિત રીતે સંગ્રહિત કરવા માટે તેમાં Dry Red chili ઉમેરો. ખરેખર મરચાં તીખા હોય છે અને તેની ગંધ જંતુઓને દૂર રાખે છે. સૂકા મરચા ઉપરાંત ચણાની દાળમાં લીમડાના સૂકા પાન પણ ઉમેરી શકાય છે. લવિંગની સુગંધ જંતુઓને દૂર રાખવામાં પણ અસરકારક છે. તેથી ચણાની દાળ જેવી દાળને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવી હોય તો આપ સૂકા લાલ મરચા, ચણાની દાળ, લીમડાના સૂકા પાન અને લવિંગનો ઉપયોગ કરી શકાય છે.
આ પણ વાંચોઃ કુદરતી ઉપચારથી કેન્સરને મ્હાત! મહિલાએ દવા નહીં યોગા પર રાખ્યો વિશ્વાસ
મસૂરની દાળમાં રાખો લસણની કળી
ભારતના ઘણા વિસ્તારોમાં મસૂરની દાળનું બહુ ચલણ જોવા મળે છે. મસૂરની દાળ લાલ અને કાળા રંગની જોવા મળે છે. મસૂરની દાળ સંગ્રહ કરતી વખતે તેમાં લસણની કળી રાખી દેવાથી આ દાળ સુરક્ષિત અને જંતુમુક્ત રહેશે. જે પાત્રમાં મસૂરની દાળનો સંગ્રહ કરવામાં આવે તે પાત્રમાં લસણની કળી મુકો. લસણની વાસથી જંતુઓ આ દાળથી દૂર રહેશે પરિણામે આપ લાંબા સમય સુધી મસૂરની દાળનો સંગ્રહ કરીને તેનો ઉપયોગ કરી શકશો.
અને છેલ્લે...
કોઈપણ દાળનો સંગ્રહ કરવા માટે Airtight container નો ઉપયોગ કરવો જોઈએ. કન્ટેનરમાં ભેજ ન લાગવો જોઈએ. ખાસ તકેદારી લો કે કન્ટેનર સંપૂર્ણપણે સૂકું રહે. ભેજને લીધે સંગ્રહિત દાળમાં ફૂગ વળી જવાનું જોખમ રહે છે.
આ પણ વાંચોઃ Parkinson's disease: મગજમાં ડોપામાઇન ઓછું થવાના આ 9 શરૂઆતના સંકેતો, જાણો શું કહે છે ડોક્ટરો