Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

કેરીનું પન્ના પીને કંટાળ્યા? તો આ વખતે ટ્રાય કરો ટેસ્ટી Pineapple Panna, નોંધી લો સરળ Recipe

બહાર વધતા જતા તાપમાનની વચ્ચે દરેક વ્યક્તિ કંઈક એવું શોધી રહી છે, જે શરીરને અંદરથી ફ્રેશ રાખે. બજારમાં મળતા કેમિકલયુક્ત કોલ્ડ્રિંક્સના બદલે રસોડામાં જ એક એવું અમૃત છુપાયેલું છે જે સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેનો સુમેળ છે. આ ખાસ પીણાનો એક ગ્લાસ તમને દિવસભર ઉર્જાથી ભરી રાખશે. ચાલો જોઈએ આ અદ્ભુત ઘરગથ્થુ ઉપાય જે ગરમીને મિનિટોમાં ગાયબ કરી દેશે.
કેરીનું પન્ના પીને કંટાળ્યા  તો આ વખતે ટ્રાય કરો ટેસ્ટી pineapple panna  નોંધી લો સરળ recipe
Advertisement
  • Pineapple Panna Recipe: ઉનાળાની આકરી ગરમીથી બચવા માટે પાઈનેપલ પન્ના
  • આ હેલ્ધી ડ્રિંક વિટામિન C થી ભરપૂર હોવાથી વધારે છે રોગપ્રતિકારક શક્તિ
  • કેરીના પરંપરાગત પન્નાના બદલે આ વખતે લોકો ટ્રાય કરી રહ્યા છે પાઈનેપલ
  • હેલ્થ એક્સપર્ટ્સના મતે ઉનાળામાં ફુદીનો અને પાઈનેપલ શરીરને આપે છે તાજગી
  • માત્ર 10 મિનિટમાં ઘરે જ તૈયાર થઈ જાય છે આ ટેસ્ટી અને હાઇડ્રેટિંગ ડ્રિંક

Pineapple Panna Recipe: ઉનાળાની ઋતુ (Summer Season) માં શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે લોકો ગરમીથી બચવા માટે કેરીનું પન્ના પીવાનું પસંદ કરતા હોય છે. જો કે આ વખતે તમે તમારા રૂટિનમાં થોડો બદલાવ લાવી શકો છો. આ કાળઝાળ ગરમીમાં પાઈનેપલ પન્ના (Pineapple Panna) એક ઉત્તમ અને સ્વાદિષ્ટ વિકલ્પ સાબિત થશે. આ હેલ્ધી ડ્રિંક ન માત્ર તમને ગરમીથી રાહત આપશે પરંતુ તમારા પાચનતંત્રને પણ મજબૂત બનાવશે. તો તમે પણ આ નવું અને રિફ્રેશ કરનારું પાઈનેપલ પન્ના બનાવવાની રેસિપી.

Pineapple Panna Recipe_GUJARAT 01

Advertisement

Pineapple Panna બનાવવા માટે જરૂરી સામગ્રી

આ સ્વાદિષ્ટ ડ્રિંક બનાવવા માટે તમારે બહુ ઓછી સામગ્રી (Ingredients) ની જરૂર પડશે.

Advertisement

  • સૌથી પહેલા 1 પાઈનેપલ
  • 2 ચમચી શેકેલું જીરું પાવડર
  • સ્વાદ અનુસાર સંચળ લો
  • આ સાથે જ અડધી ચમચી મરી પાઉડર
  • સ્વાદ મુજબ ખાંડ અને થોડા ફુદીનાના પાન એકઠા કરો
  • બરફના ટુકડા (Ice Cubes)
  • ઠંડુ પાણી આ રેસિપીને વધુ મજેદાર બનાવશે.

પાઈનેપલ પન્ના બનાવવા માટે આ બધી સામગ્રી તમને રસોડામાંથી સરળતાથી મળી રહેશે. માત્ર પાઈનેપલ બજારમાંથી ખરીદવાની જરૂર પડશે.

આ પણ વાંચો---- Health : દવા વગર યુરિક એસિડ ઘટાડવા માટે અપનાવો આ સરળ રીત

Pineapple Panna બનાવવાની સરળ રીત

આ ડ્રિંકની બનાવટ એકદમ સરળ અને ઝડપી છે. સૌ પ્રથમ પાઈનેપલની છાલ ઉતારીને તેના નાના ટુકડા (Pieces) કરી લો. આ ટુકડાને મિક્સર ગ્રાઇન્ડર (Mixer Grinder) માં નાખીને તેની સરસ સ્મૂધ પ્યુરી તૈયાર કરો. આ પ્યુરીની અંદર શેકેલું જીરું, મરી પાઉડર, સંચળ અને ખાંડ ઉમેરીને ફરીથી એકવાર સરસ રીતે બ્લેન્ડ કરી લો. જો તમને ગળપણ ઓછું ગમતું હોય તો ખાંડનું પ્રમાણ તમારા હિસાબે એડજસ્ટ કરી શકો છો.

Pineapple Panna Recipe_GUJARAT 0

Pineapple Panna Recipe:પીરસવાની પરફેક્ટ રીત

આ મિશ્રણ તૈયાર થઈ ગયા પછી તેને એક મોટા વાસણમાં કાઢી લો. હવે તેમાં તમારી જરૂરિયાત મુજબ ઠંડુ પાણી (Cold Water) ઉમેરીને બરાબર મિક્સ કરો. સર્વિંગ ગ્લાસ (Serving Glass) માં પહેલા થોડા બરફના ટુકડા અને ફુદીનાના પાન નાખો. ત્યારબાદ આ તૈયાર કરેલું પન્ના ગ્લાસમાં ઉમેરીને ઠંડુ-ઠંડુ પીરસો. મહેમાનો માટે આ એક બેસ્ટ વેલકમ ડ્રિંક (Welcome Drink) સાબિત થશે.

આ પણ વાંચો---- Makeup Mistakes : તમારી આ ભૂલો મહેનત પર પાણી ફેરવે છે, જાણો વિગતવાર


Tags :
Advertisement

.

×