Identify Papaya : કાપ્યા વગર પપૈયામાં રહેલું ગળપણ આ રીતે ચકાસો !
- Identify Papaya, ખરીદ્યા પછી પછતાવવાનો વારો આવતો હોય છે
- પપૈયાને કાપ્યા વગર તે ગળ્યું છે કે નહીં તે ચકાસવાની રીતો આ રહી
- બહારની ત્વચા, સુગંઘ અને ડાઘ સમજવા મહત્વપૂર્ણ છે
Identify Papaya : પપૈયા એક એવું ફળ (Papaya Fruit) છે, જેનો સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય (Good For Health) માટે પણ વરદાન છે. વિટામિન A, C અને ફાઇબરથી ભરપૂર, પપૈયા પાચનતંત્રને સુધારવા અને ત્વચાને ચમકદાર બનાવવા માટે જાણીતું છે. જો કે, બજારમાં આપણને ઘણીવાર એક મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે, પપૈયું બહારથી ચમકતું પીળું અને સુંદર દેખાઈ શકે છે, પરંતુ જ્યારે તેને કાપવામાં આવે, ત્યારે તે કાં તો કાચુપાકુ હોઇ શકે છે. મોટાભાગના લોકો તેના રંગના આધારે પપૈયા ખરીદે છે, જે બાદમાં એક મોટી ભૂલ સાબિત થઈ શકે છે.
Identify Papaya, હથેળીમાં લઇને આટલું ચકાસો
પપૈયાની મીઠાશ અને પાકેલાપણું નક્કી કરવાનો શ્રેષ્ઠ રસ્તો તેને સ્પર્શ કરવાનો છે. પપૈયા ખરીદતી વખતે, તેને તમારી હથેળીઓ વચ્ચે મૂકો અને તેને હળવેથી દબાવો. જો પપૈયા દબાવવામાં આવે ત્યારે થોડું નરમ લાગે છે, તો તે પાકેલું અને અંદરથી મીઠું હોય છે. જો પપૈયુ પથ્થર જેવું કઠણ હોય, તો તે પાકેલું નથી. જો કે, જો તે ખૂબ ચીકણું અથવા ખૂબ નરમ હોય, તો તે અંદરથી બગડેલું હોઇ શકે છે.
આ પણ વાંચો ------------ Health Research : બાળકોના સ્ક્રીન ટાઇમમાં વધારો આંખો-શરીર બંને માટે જોખમી !
Identify Papaya, સુગંધથી અંદાજો લગાવો
કોઈપણ ફળની મીઠાશ તેની સુગંધમાં રહેલી છે. પપૈયા ખરીદતી વખતે, તેને તમારા નાકની નજીક રાખો, ખાસ કરીને જ્યાં તેની દંડી સાથે જોડાયેલો ભાગ. પાકેલા અને મીઠા પપૈયામાં હળવી, મીઠી અને મંદ સુગંધ હશે. આ સુગંધ સૂચવે છે કે, ફળ કુદરતી રીતે પાક્યું છે. જો પપૈયામાં કોઈ સુગંધ ન હોય, તો તે સ્વાદહીન હોઈ શકે છે. તેનાથી વિપરીત, જો તેમાં તીવ્ર અથવા સરકા જેવી ગંધ હોય, તો તેનો અર્થ એ છે કે, ફળ સડવા લાગ્યું છે.
બહારની ત્વચાનું પણ મહત્વ
ફક્ત પીળો રંગ જ મીઠાશની ગેરંટી નથી, કારણ કે ફળો ઘણીવાર રસાયણોથી પાકેલા હોય છે. તમારે પપૈયાના રંગમાં ઊંડાણ પણ જોવું જોઈએ. આછા પીળા અથવા નારંગી રંગની છાલવાળા પપૈયા પસંદ કરો, જેમાં થોડા ઘાટા નિશાન અથવા "કરચલીઓ" હોય. સંપૂર્ણ સુંવાળું અને તેજવાળું પીળું પપૈયા સામાન્ય રીતે પાકેલું હોય છે. જો પપૈયામાં ઘાટા ડાઘ/નિશાન હોય, તો તેને ખરીદવાનું ટાળો. ઉપરાંત, જો દાંડી આછો લીલો હોય અને બાકીનો ભાગ પીળો હોય, તો તે પાકવાની પ્રક્રિયામાં છે, અને તે મીઠું હોઈ શકે છે.
આ પણ વાંચો ------------ Wrong Partner : વારંવાર ખોટા સાથીની પસંદગી પાછળ આ કારણો જવાબદાર !


