Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

LUNCH અને DINNER વચ્ચે યોગ્ય સમયનું અંતર નહિ રાખો તો થઈ શકે છે આ રોગો...

દરેક વ્યક્તિએ આહાર-વિહારમાં સમય શીસ્તનું પાલન કરવું જરૂરી છે. જો આપ LUNCH અને DINNER વચ્ચે રોજ યોગ્ય સમયનું અંતર નહિ રાખો તો આપ મેદસ્વિતા, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ વગેરે જેવા મોટા રોગોના શિકાર થઈ શકો છો.
lunch અને dinner વચ્ચે યોગ્ય સમયનું અંતર નહિ રાખો તો થઈ શકે છે આ રોગો
Advertisement
  • LUNCH માટે અનુકૂળ સમય સવારે 11.30થી 1.30 વચ્ચે છે
  • DINNER માટે અનુકૂળ સમય સાંજે 6.30થી 7.30 વચ્ચે છે
  • LUNCH અને DINNER બન્ને વચ્ચે 4થી 6 કલાકનું અંતર આવશ્યક છે

Ahmedabad: દિવસ દરમિયાન લેવામાં આવતો ખોરાક શરીરને યોગ્ય તંદુરસ્તી પૂરી પાડે છે. બીજા શબ્દોમાં કહીએ તો શરીર યોગ્ય રીતે ચાલે તે માટે યોગ્ય ઊર્જા યોગ્ય પ્રમાણમાં લીધેલ ખોરાક પૂરી પાડે છે. જો કે અહીં ખોરાક લેવાના બે ટંક વચ્ચે યોગ્ય સમયનું અંતર પણ બહુ મોટી ભૂમિકા ભજવે છે. જો આપ નિયમિત સમયશીસ્તનું પાલન કર્યા વિના આડેધડ ખોરાકનું સેવન કરશો તો ઊર્જા મળવાને બદલે આપના શરીરને વિવિધ રોગોની ભેટ પણ મળી શકે છે.

LUNCH માટેનો યોગ્ય સમય

દરેકની જીવનશૈલી અલગ-અલગ હોવાથી રોજિંદી પ્રવૃત્તિઓ માટે દરેક જણ એક જ સમયે લંચ લે તે અશક્ય છે. તેમ છતાં, લંચ માટે દરેક વ્યક્તિએ પોતાને અનુકૂળ એવો સવારે 11.30થી 1.30 વચ્ચેનો સમય રોજ માટે નક્કી કરી લેવો જોઈએ. તમે રોજ એક જ સમયે લંચ લેશો તો તમારા શરીરના પાચન અવયવો આ સમય મુજબ ઉત્તમ રીતે પાચનક્રિયા માટે કેળવાઈ જશે. આ ચોક્કસ સમયે જ તમારા શરીરમાં પાચક ઉત્સેચકો પેદા થશે. જેનાથી થોડા દિવસોની નિયમિતતા બાદ આપની બોડી ક્લોક એવી રીતે સેટ થઈ જશે કે તમને ચોક્કસ સમયે જ ભૂખ લાગી જશે.

Advertisement

આ પણ વાંચોઃ  Hair lossની સમસ્યામાંથી કેવી રીતે મેળવશો છુટકારો ? આ ફળોનો કરો ઉપયોગ

Advertisement

DINNER માટેનો યોગ્ય સમય

કોઈપણ વ્યક્તિ માટે ડિનરનો સમય યોગ્ય હોવો બહુ જરૂરી છે, કારણ કે ડિનર ખોટા સમયે લેવાથી મેદસ્વિતા, હાર્ટ પ્રોબ્લેમ, બ્લ્ડ પ્રેશર, બ્લડ શુગર, અનિંદ્રા, માનસિક તણાવ વગેરે જેવા રોગો શરીરમાં ઘર કરી જાય છે. જો કે દરેકની દિનચર્યામાં ડિનર માટેનો સમય પણ અલગ અલગ હોઈ શકે છે. જૈન ધર્મમાં સૂર્યાસ્ત બાદ ખોરાક લેવો નિષેધ માનવામાં આવે છે. તેથી જ પહેલાના સમયમાં ડિનર એટલે કે રાત્રી જમણનો સમય સૂર્યાસ્ત પહેલા જ હતો. આજે પણ દેશના અંતરિયાળ વિસ્તારોમાં રાત્રી જમણ એટલે કે વાળુનો સમય સંધ્યા અને રાત્રીની વચ્ચે ગણવામાં આવે છે. આ સમય એટલે અંદાજિત રાત્રીના 6.30થી 7.30 વચ્ચેનો સમય.

મહત્વનો છે LUNCH અને DINNER વચ્ચેનો સમય અંતરાલ

યોગ્ય આરોગ્ય મેળવવા માટે લંચ અને ડિનર વચ્ચે 4 થી 6 કલાકનું અંતર હોવું જોઈએ. ખાધા પછી, ખોરાક પચવામાં થોડો સમય લાગે છે. ખોરાક પચતાની સાથે જ શરીર પોષક તત્વોને શોષી લે છે. તેથી લંચ અને ડિનર વચ્ચે 4 થી 6 કલાકનું અંતર હોવું જોઈએ. જો આપ નાસ્તો કર્યા પછી બપોરના સમયે ભોજન કરતા નથી અને સીધા રાત્રે જ ખાઓ છો તો આ સ્થિતિમાં, શારીરિક સમસ્યાઓ વધવાની સંભાવના છે. સવારના નાસ્તા પછી સીધું જ ડિનર કરવાથી વધુ ખોરાક લેવો પડે છે તેથી વજન વધી શકે છે.

આ પણ વાંચોઃ  Fasting in Navratri: ચૈત્રી નવરાત્રીમાં ઉપવાસમાં ખોરાક બાબતે કાળજી નહિ રાખો તો થઈ શકે છે આ રોગ

Tags :
Advertisement

.

×