International Tea Day ની ઉજવણી કયા હેતુથી શરૂ કરવામાં આવી હતી, જાણો તેનો ઇતિહાસ
- International Tea Day 21 મે ના રોજ ઉજવાય છે
- 21 મે, 2020 ના રોજ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ચા દિવસ ઉજવાયો હતો
- આ દિવસ ચાના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે
- ચા પીવાના અદ્ભુત ફાયદા અને ઇતિહાસ જાણો
- આરોગ્યનો ખજાનો! જાણો Tea Day પાછળનો હેતુ
International Tea Day : મોટાભાગના લોકો પોતાના દિવસની શરૂઆત ચા થી કરે છે. પાણી (water) પછી, ચા એ વિશ્વનું બીજું સૌથી લોકપ્રિય પીણું છે. ચાના માનમાં એક આખો દિવસ (day) સમર્પિત કરવામાં આવ્યો છે. દર વર્ષે, 21 મે ના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઘણા દેશોમાં ચાની ખેતી આજીવિકાનો મુખ્ય સ્ત્રોત છે. આંતરરાષ્ટ્રીય ચા દિવસ ઉજવવાનો હેતુ લોકોને ચા પીવાના ફાયદાઓ વિશે શિક્ષિત કરવાનો અને ચાના સેવનને પ્રોત્સાહન આપવાનો છે. આસામ ભારતનું પહેલું રાજ્ય હતું જ્યાં ચાના બગીચાઓ સ્થાપિત થયા હતા. ચાલો જાણીએ આંતરરાષ્ટ્રીય ચા દિવસના ઇતિહાસ, હેતુ અને મહત્વ વિશે.
આંતરરાષ્ટ્રીય ચા દિવસનો ઇતિહાસ
આંતરરાષ્ટ્રીય ચા દિવસ 2005 થી ઉજવવામાં આવે છે, પરંતુ તે પહેલાં 15 ડિસેમ્બરે ઉજવવામાં આવતો હતો. 2015 માં સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠને સત્તાવાર રીતે સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય ચા દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને 21 ડિસેમ્બર, 2019 ના રોજ બહાલી આપવામાં આવી હતી અને 21 મે ને આંતરરાષ્ટ્રીય ચા દિવસ જાહેર કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ચા દિવસ પ્રથમ વખત 21 મે, 2020 ના રોજ ઉજવવામાં આવ્યો હતો, અને ત્યારથી તે દર વર્ષે ઉજવવામાં આવે છે.
કેટલા કપ ચા પીવી યોગ્ય છે?
આ સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન છે કે દિવસમાં કેટલી ચા પીવી જોઈએ જેથી સ્વાસ્થ્ય પર કોઈ સમસ્યા ન આવે. જો તમે દરરોજ 3 થી 4 કપ (710-950 મિલી) ચા પી શકો છો. તો અન્ય એક અભ્યાસ મુજબ જે લોકોએ દરરોજ બે કે તેથી વધુ કપ ચા પીધી હોય તેમને ચા ન પીનારાઓની સરખામણીમાં મૃત્યુદરનું જોખમ 9 થી 13 ટકા ઓછું હતું. તમામ અભ્યાસના આધારે કહી શકાય કે દિવસમાં 2 થી 3 ચા પીવાનું યોગ્ય છે. મોટાભાગના અહેવાલોમાં, ચાના વધુ પડતા સેવનને રોગો સાથે જોડવામાં આવ્યા છે. તેથી, સ્વસ્થ રહેવા માટે, તમારે દરરોજ ફક્ત 3-4 કપનું સેવન કરવું જોઈએ.
International Tea Day gujarat first
ચા પીવાથી થાય છે અનેક ફાયદા
આંતરરાષ્ટ્રીય ચા દિવસની ઉજવણીનો હેતુ વિશ્વભરમાં ચાનો વપરાશ વધારવાનો અને લોકોને ચા પીવાના સ્વાસ્થ્ય લાભો વિશે શિક્ષિત કરવાનો છે. તેનો હેતુ ચાના વેપાર સાથે સંકળાયેલા લોકોને ચાના પાંદડા ચૂંટવા, સૂકવવા અને પેકેજિંગમાં સામેલ પ્રક્રિયાઓ વિશે શિક્ષિત કરવાનો પણ છે. ચા પીવાથી શરીરને અનેક ફાયદા થાય છે. તે માત્ર શરીર અને મનને તાજગી આપે છે, પરંતુ હૃદય સંબંધિત સમસ્યાઓ માટે પણ ફાયદાકારક છે.
આ પણ વાંચો : ભારતના અલગ-અલગ ભાગોમાં Panipuri કયા નામે ઓળખાય છે?


