Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

30 વર્ષે બાળકનો જન્મ થયાની ખુશીમાં આખુ ગામ ઉજવણીમાં ડૂબ્યું

ઇટલીના એક ગામમાં એવી કફોડી હાલત કે, માણસો કરતા બિલાડીઓની વસ્તી વધારે, આ ગામમાં તાજેતરમાં 30 વર્ષ બાદ બાળકનો જન્મ થયો છે. આ ક્ષણને ગ્રામજનોએ ઉત્સાહથી વધાવી લીધી છે. વસ્તીદર ઓછું હોવાનું કારણ સગર્ભા મહિલાને નોકરી છોડવી પડે, અને ડિલિવરી બાદ તુરંત નોકરી નહીં મળવાનું કારણ હોવાની પ્રબળ લોકચર્ચા છે, જો કે, આ વાતને લઇને હવે સરકાર પણ ચિંતિત છે.
30 વર્ષે બાળકનો જન્મ થયાની ખુશીમાં આખુ ગામ ઉજવણીમાં ડૂબ્યું
Advertisement
  • ઇટલીના એક ગામમાં માણસો કરતા વધારે બિલાડીની વસ્તી
  • ત્યાં 30 વર્ષે મહિલાએ બાળકને જન્મ આપતા આખા ગામમાં ખુશી
  • સરકારે જન્મદર વધારવા માટે બેબી બોનસની જાહેરાત કરી છે

Italy Pagliara Dei Marsi Baby Born After 30 Years : ઇટાલીનું એક ગામ હાલના સમયમાં દુનિયાભરની હેડલાઇન્સમાં છે. અબ્રુઝો પ્રદેશના પેગ્લિયારા દેઈ માર્સી ગામમાં 30 વર્ષ પછી એક બાળકનો જન્મ થયો છે. આ ઐતિહાસિક ક્ષણની આખા ગામમાં ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે. માર્ચ 2025 માં, લારા બુસી ટ્રાબુકોનો જન્મ થયો હતો, જે ત્રણ દાયકામાં ત્યાં જન્મેલો પહેલો બાળક હોવાનું અહેવાલો મારફતે સામે આવ્યું છે.

Advertisement

ઓછી વસ્તી અને ખાલી ઘરોનો ભરાવો

વડાપ્રધાન જ્યોર્જિયો મેલોનીના ઇટાલીમાં, આ ગામની વસ્તી સતત ઘટી રહી છે. પરિસ્થિતિ એવી સ્થિતિમાં પહોંચી ગઈ છે કે, ત્યાં માણસો કરતાં બિલાડીઓ વધુ છે, અને ઘણા ઘરો ખાલી છે. જો કે, લારાના જન્મથી ગામમાં ફરીથી આશાનું કિરણ જન્મ્યું હોવાની લાગણી અનુભવાઇ રહી છે.

Advertisement

માતૃત્વમાં વિલંબ થવાનું કારણ

ઇટાલીમાં વસ્તીમાં ઘટાડો એક ગંભીર પડકાર બની રહ્યો છે. સ્ત્રીઓને માતૃત્વ ધારણ કરવામાં મોડું થઇ રહ્યું છે. લારા માટે પણ આવું જ હતું, તે 42 વર્ષની માતા અને 56 વર્ષના પિતાને ત્યાં જન્મી છે. અહીંની સ્ત્રીઓ કામ અને માતૃત્વ વચ્ચેનું સંતુલન જાળવી રાખવાના ચક્કરમાં બાળકો પેદા કરવામાં વિલંબ કરી રહી છે. ગર્ભાવસ્થા દરમિયાન નોકરી છોડવાની ફરજ, અને ત્યારબાદ ફરીથી કામ શોધવામાં પડકારોનો સામનો મુખ્ય કારણો માનવામાં આવી રહ્યા છે.

ઇટાલીમાં ઘટતા જન્મ દરનું સંકટ

ઇટાલી લાંબા સમયથી વસ્તી ઘટાડાનો સામનો કરી રહ્યું છે. 2024 માં, દેશમાં જન્મની સંખ્યા ઘટીને 369,944 થઈ ગઈ હતી, જે છેલ્લા 16 વર્ષથી ચાલુ રહેલા નકારાત્મક વલણને પ્રતિબિંબિત કરે છે. દેશનો પ્રજનન દર 1.18 પર પહોંચી ગયો છે, જે યુરોપિયન યુનિયનમાં સૌથી નીચો છે.

સરકારની સતર્કતા અને બેબી બોનસ

ઇટાલી સરકાર વસ્તી વધારવા માટે સતત પ્રયાસો કરી રહી છે. વડા પ્રધાન જ્યોર્જિયો મેલોનીની સરકારે ઘણી યોજનાઓ શરૂ કરી છે. લારાના જન્મ પર, તેના માતાપિતાને 1,000 યુરો (આશરે 1 લાખ) નું બેબી બોનસ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, દર મહિને 370 યુરો (આશરે 37,000 રૂપિયા) ની નાણાકીય સહાય પણ આપવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

એક સંતાન, હજારો આશા

30 વર્ષ પછી બાળકના જન્મથી આ ગામ પાછું જીવંત થયું છે. લારાને ફક્ત બાળક તરીકે જ નહીં, પરંતુ ઇટાલીની ઘટતી વસ્તી માટે આશા, અને પરિવર્તનના પ્રતીક તરીકે જોવામાં આવે છે.

આ પણ વાંચો ------  Health: યુવતીઓ માટે દરરોજ રનિંગ કરવું કેટલું સલામત?, WHO એ શું સલાહ આપી?

Tags :
Advertisement

.

×