Jail Tourism in India: ગુનો કર્યા વગર કેદી જેવું જીવન જીવવા લોકો ખર્ચી રહ્યા છે પૈસા, જાણો સંપૂર્ણ વિગતો
- હવે પૈસા આપીને કેદી બનો
- હલ્દવાની જેલમાં માત્ર 500 રૂપિયામાં રહેવાની તક
- કેદીના કપડાં અને જેલનું જ ભોજન મળશે
- સંગારેડ્ડી જેલમાં ‘ફીલ ધ જેલ’ પ્રોગ્રામ હિટ
- કાયદાનું મહત્વ સમજાવવા જેલ પ્રશાસનની પહેલ
Jail Tourism in India : ભારતમાં 'જેલ ટુરિઝમ' (Jail Tourism) હવે માત્ર મનોરંજન પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ તે એક એજ્યુકેશનલ અને રોમાંચક પ્રવાસનો ભાગ બની ગયું છે. આ પ્રવાસ દરમિયાન પ્રવાસીઓને અસલી કેદીઓ જેવો અનુભવ કરાવવા માટે જેલ પ્રશાસન દ્વારા સખત નિયમોનું પાલન કરાવવામાં આવે છે. પ્રવાસીઓને જેલનો યુનિફોર્મ (Prison Uniform) પહેરાવવામાં આવે છે, જેલનું જ સાદું ભોજન આપવામાં આવે છે અને તેમની દિનચર્યા પણ અસલી કેદીઓ જેવી જ રાખવામાં આવે છે.
Jail Tourism in India : હલ્દવાની જેલમાં ‘ભાડૂતી કેદી’ બનવાની તક
ઉત્તરાખંડના હલ્દવાની (Haldwani Jail) માં જેલ પ્રશાસને એક ખૂબ જ અનોખો પ્રયોગ કર્યો છે. અહીં જેલના જૂના અને બિનઉપયોગી હિસ્સાને પ્રવાસીઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે. અહીં કોઈપણ વ્યક્તિ માત્ર 500 રૂપિયા ખર્ચીને એક દિવસ માટે 'ભાડૂતી કેદી' બની શકે છે. આ રકમમાં રહેવાની વ્યવસ્થા અને જેલનું ભોજન પણ સામેલ હોય છે. જે લોકો પોતાની કુંડળીમાં 'જેલ યોગ' હોવાનું માને છે અથવા જેલ કેવું હોય તે જાણવા માંગે છે, તેમના માટે આ એક સસ્તો અને અનોખો વિકલ્પ છે.
Jail Tourism in India : તેલંગાણા અને દિલ્હીમાં જેલ ટુરિઝમ
તેલંગાણાની સંગારેડ્ડી (Sangareddy Jail) જેલ તેના 'ફીલ ધ જેલ' (Feel the Jail) કાર્યક્રમ માટે જાણીતી છે. અહીં પ્રવાસીઓ પૂરા 24 કલાક જેલમાં વિતાવી શકે છે. તેમને બેરેકમાં સુવડાવવામાં આવે છે અને સવારે વહેલા ઉઠીને જેલના નિયમો મુજબ કામ પણ કરવું પડે છે. અગાઉ દિલ્હીની તિહાર જેલ (Tihar Jail) માં પણ 'ટૂરિસ્ટ સેલ' ના નામે આવા પ્રયોગો કરવામાં આવ્યા હતા, જ્યાં પ્રવાસીઓ માટે જેલના અમુક હિસ્સા સુરક્ષિત રાખવામાં આવ્યા હતા.
કેદી જેવી સખત દિનચર્યા અને અનુભવ
જેલ ટુરિઝમ (Jail Tourism) માં અનુભવ એકદમ વાસ્તવિક લાગે તે માટે પ્રવાસીઓને સ્ટીલના વાસણોમાં ભોજન, સાદી પથારી અને જેલનો સફેદ-કાળો યુનિફોર્મ આપવામાં આવે છે. એટલું જ નહીં, કેદીઓની જેમ તેમને પણ બેરેક સાફ કરવા જેવા કામો સોંપવામાં આવી શકે છે. આ પહેલ પાછળનો હેતુ માત્ર રોમાંચ નથી, પરંતુ લોકોને જેલના જીવનની કઠિન વાસ્તવિકતા સમજાવવાનો છે. તેનાથી સમાજમાં જાગૃતિ આવે છે અને સામાન્ય નાગરિકો કાયદાનું મહત્વ (Importance of Law) વધુ સારી રીતે સમજી શકે છે.
આ પણ વાંચો : Fast Food Effects on Health: સ્વાદના ચટકા કે બીમારીને ખુલ્લું આમંત્રણ?


