Newborn Care : ઉનાળામાં AC કે કૂલરમાં રાખવામાં આવતા નવજાત શિશુ માટેની ખાસ તકેદારીઓ વિશે જાણી લો...
- ઉનાળાની આકરી ગરમીમાં માતા-પિતા Newborn Babby ને AC કે કૂલરની ઠંડી હવામાં રાખી દે છે
- Newborn Babby ને AC કે કૂલરની ઠંડી હવાના સંપર્કમાં રાખો તો કેટલીક ખાસ કાળજી લેવી બહુ જરુરી છે
- બહારથી ઘરે આવો ત્યારે તરત જ Newborn Babby ને AC કે કૂલરની ઠંડી હવાના સંપર્કમાં ન લાવવું જોઈએ
Newborn Care : અત્યારે ઉનાળો તેની ચરમસીમા પર છે. ભારતમાં મે મહિનામાં આકરી ગરમી પડે છે. આવી ગરમીમાં પુખ્ત લોકો પણ અકળાઈ જાય છે તો નવજાત શિશુ (Newborn Babby) ની કેવી દશા થતી હશે તે વિચારવાયોગ્ય છે. ઉનાળાની આકરી ગરમીમાં માતા-પિતા Newborn Babby ને AC કે કૂલરની ઠંડી હવામાં રાખી દે છે અને સમજે છે કે હવે બાળક સુરક્ષિત છે. જો કે વાસ્તવિક્તા તદ્દન અલગ છે. ઉનાળામાં નવજાત શિશુને AC કે કૂલરની ઠંડી હવાના સંપર્કમાં રાખો તો કેટલીક ખાસ કાળજી લેવી બહુ જરુરી છે.
કેટલીક ખાસ કાળજી
ઉનાળામાં ગરમી અકળાવી મૂકે છે. મોટેરાઓ તો પોતાની અકળામળને દૂર કરવા વિવિધ વિકલ્પો અપનાવે છે પરંતુ નવજાત શિશુ નું શું ? માતા-પિતા કે ઘરના વડીલો નવજાત બાળકને AC કે કૂલરની ઠંડી હવામાં મૂકી દે છે અને સમજે છે કે હવે Newborn Babby ગરમીથી સુરક્ષિત છે પણ આ માન્યતા ખોટી છે. નવજાત બાળકને AC કે કૂલરમાં રાખ્યા બાદ પણ કેટલીક ખાસ કાળજી લેવી પડે છે. જેમકે ઘણા ઘરોમાં AC કે કૂલરમાં નવજાત બાળકને રાખ્યા બાદ તેને ઠંડી હવાથી બચાવવા બેબી બ્લેન્કેટ કે નાની ગોદડીમાં લપેટી દેવામાં આવે છે. આ બંને વસ્તુઓ નવજાત માટે હાનિકારક છે. AC કે કૂલરમાં રાખતા Newborn Babby ને કપડા સિવાય તેના પર વજનમાં હલકો અને કોટનનો બેબી ટોવેલ લપેટવો જોઈએ. તેના કુમળા શરીર પર વજનદાર ધાબળા કે ગોદડી રાખવી જોઈએ નહીં. Newborn Babby પર AC કે કૂલરની ઠંડી હવા સીધા સંપર્કમાં ક્યારેય ન આવવી જોઈએ. જો AC કે કૂલરની ઠંડી હવા સીધા સંપર્કમાં આવશે તો નવજાત બાળકને શરદી થવાની શક્યતા રહેલી છે. તેનું નાક બંધ થઈ જવાથી તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે છે.
આ પણ વાંચોઃ Health Tips: ઉનાળામાં ડાયાબિટીસના દર્દીઓએ આ પીણાં પીવા જોઈએ, બ્લડ સુગર લેવલ નિયંત્રણમાં રહેશે
AC નું તાપમાન
ઉનાળામાં ઘરોમાં AC નો વપરાશ સામાન્ય બાબત બની ચૂકી છે. જ્યારે ઘરમાં Newborn Babby હોય ત્યારે AC ના તાપમાન બાબતે ખાસ તકેદારી રાખવી જોઈએ. જેમ કે નવજાત બાળક જે રુમમાં હોય તે રુમના AC નું તાપમાન 25થી 28 ડીગ્રી વચ્ચે રાખવું હિતાવહ છે. ખાસ ધ્યાન રાખો કે નવજાત બાળક જે રુમમાં હોય તે AC નું તાપમાન 25 ડીગ્રી સેલ્શિયસથી નીચે ન હોવું જોઈએ કારણ કે નવજાત બાળકની કુણી ચામડી આનાથી વધુ ઠંડી સહન કરી શકશે નહીં. બીજી અગત્યની બાબત છે કે ઘણાં ઘરોમાં AC નું તાપમાન 20ની આસપાસ રાખીને Newborn Babby ને માથે ટોપી અને હાથ-પગમાં મોજા પહેરાવી દેવામાં આવે છે. આ બાબત પણ અયોગ્ય છે. નવજાત બાળકનું માથું અને હાથ પગ ઉનાળામાં ખુલ્લા રહે તે જરુરી છે. તેની ચામડીને પૂરતો ઓક્સિજન અને વિટામિન ડી મળી રહે તે આવશ્યક છે. તેથી ઘરમાં AC કે કૂલર ચાલુ કર્યા બાદ બાળકના માથા કે હાથ પગને ક્યારેય મોજા કે ટોપીથી ઢાંકી દેવા જોઈએ નહીં.
AC માંથી બહાર લઈ જાવ ત્યારે
Newborn Babby થોડા કલાકો સુધી AC વાળા રુમમાં હોય અને તેને જ્યારે ઘરની બહાર લઈ જવું પડે ત્યારે એક કાળજી અવશ્ય લો. બાળકને ઘરની બહાર લઈ જતા પહેલા AC બંધ કરીને તે રુમમાં બાળકને થોડીવાર રાખો. બાળકને સીધું જ AC માંથી બહારના વાતાવરણના સંપર્કમાં ન લાવો. આનાથી ઉલ્ટુ જ્યારે બહારથી ઘરમાં આવો ત્યારે સીધું જ AC શરુ ન કરી દો. જો કોઈ રુમમાં AC પહેલેથી જ ચાલું હોય તો આ રુમમાં બાળકને લઈ જવાને બદલે AC બંધ હોય તેવા રુમમાં થોડી વાર સુધી બાળકને રાખો. ત્યારબાદ બાળકને AC ના સંપર્કમાં લાવો. જો તમે બહારની ગરમી અને AC ની ઠંડક વચ્ચે થોડો સમયગાળો ન રાખ્યો તો નવજાત શિશુનું શરીર તાપમાનનો આટલો ઝડપી ફેરફાર (Rapid Temperature Changes) સહન નહીં કરી શકે અને બીમાર પડી શકે છે.
(ડીસ્કલેમરઃ આ લેખમાં રજૂ કરવામાં આવેલ માહિતી સામાન્ય બાબતો પર આધારિત છે. આ માહિતીને અનુસરતા અગાઉ નિષ્ણાતની સલાહ લેવી આવશ્યક છે. Gujarat First અહીં દર્શાવેલ માહિતીની અસરકારકતાની પુષ્ટી કરતું નથી. )
આ પણ વાંચોઃ Bird Flu Alert: ઈંડા અને ચિકન ખાનારાઓ થઈ જાવ સાવધાન, દિલ્હી અને યુપીમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે બર્ડ ફ્લૂ