Korean beauty secrets: કોરિયન ગ્લાસ સ્કિન માટે 10 સરળ પદ્ધતી, મળી શકે છે ચમકદાર ત્વચા
Korean Beauty Secrets : ગ્લાસ સ્કિન એક એવો ચહેરો છે જે એકદમ સાફ, ચમકદાર અને નિખરેલો દેખાય છે. તેના માટે કઇ ટિપ્સ ફોલો કરવી જોઇએ આવો જાણીએ આ આર્ટિકલમાં...
કોરિયન સ્કિને ગત્ત થોડા વર્ષોમાં ગ્લોબલ લેવલ પર ખુબ જ ખ્યાતી પ્રાપ્ત કરી છે. બીજી તરફ કોરિયન સ્કિનકેરે પણ સમગ્ર વિશ્વમાં સ્કિન રૂટનને પડકારી છે. કોરિયન લોકોની સ્કિન કાંચની જેમ ગ્લો કરતી હોય છે. જે દેખાવમાં ખુબ જ આકર્ષક લાગે છે. તેમને જોઇને દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમની સ્કિન પણ તેમના જેવી હોય. કોરિયન્સનું સ્કિનકેર રૂટિન પણ અલગ હોય છે. જેના કારણે તેમની સ્કિન આ પ્રકારે ગ્લો કરે છે.
આ પણ વાંચો : Narmada: AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની કરાઈ અટકાયત, જાણો શું છે મામલો
ડબલ ક્લેંજિંગ (Double Cleansing)
આ ત્વચાને કોઇ પણ પ્રકારે પ્રાકૃતિક ભેજને નુકસાન પહોંચાડીને ગંદકી, તેલ અને મેકઅપને સંપુર્ણ રીતે હટાવે છે. પહેલા ઓઇલ બેસ્ડ ક્લિન્ઝર (જે મેકઅપ અને ગંદકીને હટાવે છે) નો ઉપયોગ કરો, પછી વોટર બેઝ્ડ ક્લિન્ઝરથી ચહેરો ધોઇને વધારાની ગંદકી અને પરસેવાને હટાવો
સ્કિન એક્સફોલિએશન (Exfoliation)
નિયમિત રીતે એક્સફોલિએટ કરવાથી મૃત ત્વચા કોશિકાઓ હટી જાય છે અને ત્વચા સ્નિગ્ધ અને વધારે ચમકદાર હોય છે. અઠવાડીયામાં 2-3 વખત સોફ્ટ રાસાયણિક એક્સફોલિએન્ટ્સ (જેવા કે AHAs અને BHAs) નો ઉપયોગ કરો.
આ પણ વાંચો : ઘટતી વિશ્વસનીયતા વચ્ચે કેનેડામાં ઘેરાયા PM Justin Trudeau
ટોનર (Toner)
કોરિયન ટોનર ત્વચાને હાઇડ્રેટ કરે છે અને પીએચ સંતુલનને જાળવી રાખે છે. જેમાં ત્વચા અલગ સ્કિનકેર પ્રોડક્ટને સારી રીતે અવશોષિત કરે છે. ચહેરો ધોયા બાદ ટોનર લગાવો, જે ત્વચાને નમી પ્રદાન કરે છે.
એસેંસ (ESSENCE)
એસેંસ ત્વચાની સારસંભાળ માટે ખુબ જ મહત્વપુર્ણ છે કારણ કે તેમાં સક્રિય તત્ત્વ હોય છે જે ત્વચાની ઉંડાઇ સુધી હાઇડ્રેટ કરે છે અને ચમક પ્રદાન કરે છે. ચહેરા પર એસેંસ લગાવીને તેને હળવેથી થપથપાવો, જેના કારણે તેઓ ત્વચામાં સમાઇ જાય અને હાઇડ્રેશન વધારે.
આ પણ વાંચો : Rajkot શહેર ભાજપમાં વોર્ડ પ્રમુખ બનવા હોડ, વોર્ડ પ્રમુખ બનવા જન્મ પ્રમાણપત્ર સાથે ચેડાં
સીરમ અને એમ્પોલ (Serums and Ampoules)
સીરમ અને એમ્પોલ સક્રિય તત્વોથી ભરપુર હોય છે. જે ત્વચાની સમસ્યાઓ (ડાઘા અને ધબ્બા) ને દૂર કરવામાં મદદ કરે છે. એસેંસ બાદ એક સીરમ અથવા એમ્પોલ લગાવો જે તમારી ત્વચાની જરૂરિયાતો (જેમ કે હાયાલૂરોનિક એસિડ, નાયસિનામાઇડ)ને પૂર્ણ કરતું હોય.
શીટ મા્ક (Sheet mask)
શીટ માસ્ક ત્વચાને તુરંત જ હાઇડ્રેશન અને પોષણ પ્રદાન કરે છે, જેમાં ત્વચાને મુલાયન અને પ્લંપ (ફુલવા દરમિયાન) દબાવી દે છે. અઠવાડીયામાં 1-2 વખત શીટ માસ્કનો ઉપયોગ કરો અથવા જ્યારે પણ ત્વચાનો વધારે નમીની જરૂર હોય.
આ પણ વાંચો : ક્યાંથી આવે છે એલન મસ્ક પાસે આટલા પૈસા? એક જ વર્ષમાં 245 અબજ ડોલર વધ્યા
મોઇસ્ચરાઇઝર (Moisturizer)
ત્વચાને હાઇડ્રેટેડ અને સુંદર રાખે છે તેના માટે મોઇસ્ચરાઇજિંગ આવશ્યક છે, કારણ કે સુકી ત્વચા પર ગ્લાસ સ્કિનનો લુક નથી આવી શકતો. હળવા અને હાઇડ્રેટિંગ મોઇસ્ચરાઇજરનો ઉપયોગ કરો. જે તમારી ત્વચાના પ્રકાર અનુસાર પુરતી હોય.
એસપીએફ પ્રોટેક્શન (SPF)
સુર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો ત્વચાને નુકસાન પહોંચાડે છે જેના કારણે ત્વચા મુરઝાઇ જતી હોય છે અથવા ડલ થઇ શકે છે. એસપીએફનો ઉપયોગ કરવો ગ્લાસ સ્કિનને જાળવી રાખવા માટે જરૂરી છે. દરરોજ સવારે 30 અથવા તેના કરતા વધારે એસપીએફ વાળી સનસ્ક્રીન લગાવો. આ ત્વચાને સુરજના નુકસાનકારક કિરણોથી બચાવે છે અને નિખરી ત્વચા જાળવી રાખે છે.
આ પણ વાંચો : Weather Report : દેશમાં ક્યાંક ઠંડી તો ક્યાંક ભારે વરસાદની આગાહી
હાઇડ્રેટિંગ ફેસ મિસ્ટ (Hydrating Facial Mist)
ફેસ મિસ્ટ ત્વચાને આખો દિવસ તાજગી અને હાઇડ્રેશન પ્રદાન કરે છે. જેના કારણે ત્વચામાં ગિલ્ટ અને ભેજ જળવાઇ રહે છે. જ્યારે પણ તમારી ત્વચા સુકી અથવા થાકેલી લાગે, હળવેથી ફેસ મિસ્ટનો ઉપયોગ કરો.
હેલ્ધી ડાયેટ અને લાઇફસ્ટાઇલ (Healthy Diet and Lifestyle)
જેવું તમે ખાઓ છો તમારી ત્વચા હોય છે. ત્વચાની હેલ્ધી રાખવા માટે સારા ડાયેટ અને લાઇફ સ્ટાઇલ માટે ખુબ જ જરૂરી છે. ફળ, શાકભાજી, હેલ્ધી ફેટ, પાણીનું વધારે સેવન કરો. પુરતી ઉંઘ લો, તણાવ ઓછો લો અને નિયમિત રીતે એક્સરસાઇઝ કરો જેનાથી બ્લડ સર્કુલેશનને જાળવી રાખો.
આ રીતે ત્વચાને હાઇડ્રેટેડ, ક્લિયર અને ચમકદાર બનાવી શકો છો, જે ગ્લાસ સ્કિનની જેમ જ દેખાય છે. પરંતુ તે પણ ધ્યાન રાખો કે દરેક વ્યક્તિ, ક્ષેત્ર અને દરેક દેશના વાતાવરણ અને રહેણી કરણી અનુસાર તેમની સ્કિન હોય છે.
આ પણ વાંચો : Hair Care Tips: શિયાળામાં તમારા વાળને તંદુરસ્ત અને મજબુત રાખવા અપનાવો આ પદ્ધતી