Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Life Style : પગની એડીમાં પડતી તિરાડોથી મુક્તિ અપાવશે આ ઉપાય

Home Treatments For Cracked Heels : મધમાં એન્ટી બેક્ટેરીયર અને મોઇસ્ચ્યુરાઇઝીંગ એજન્ટ હોય છે. જે ફાટેલી એડીને અને ત્વચાને નરમ બનાવે છે
life style   પગની એડીમાં પડતી તિરાડોથી મુક્તિ અપાવશે આ ઉપાય
Advertisement

Home Treatments For Cracked Heels : પગની એડીમાં તિરાડો પડવી ખુબ સામાન્ય બાબત છે. તેનાથી છુટકારો પામવા માટે અલગ અલગ પ્રકારની ક્રિમનો ઉપયોગ કરવામાં આવે છે. જે ખીસ્સા પર ભારણ પણ પાડે છે, અને જોઇએ તેવું ખાસ પરિણામ પણ મળતું નથી. આ તિરાડો સાજી થવામાં પણ ઘણી વાર લગાડે છે. એક અનુમાન અનુસાર દુનિયાભરના 20 ટકા લોકો એડીની તિરાડોથી ત્રસ્ત છે. જો તમે પણ એડીમાં પડતી તિરાડોથી પરેશાન છો, અને અનેક પ્રકારના મોંઘા ક્રિમો લગાવ્યા બાદ પણ પરિણામ નથી મળતું, તો આજે જ જાણે અસરકારક ઘરઘથ્થુ ઉપાયો વિશે, જે અજમાવવાથી તમને થોડાક જ દિવસોમાં એડીની તિરાડોથી મુક્તિ મળશે.

Advertisement

હુંફાળા પાણી વડે પગને ધોઇ લો અને હળવા હાથે તેને સાફ કરી લો.

હેલ્થ લાઇનના રિપોર્ટ અનુસાર, મધને એડીની તિરાડોમાં લગાડવાથી રાહત મળે છે. મધમાં એન્ટી બેક્ટેરીયર અને મોઇસ્ચ્યુરાઇઝીંગ એજન્ટ હોય છે. જે ફાટેલી એડીને અને ત્વચાને નરમ બનાવે છે. તિરાડોથી મુક્તિ મેળવવા માટે તેના પર મધ લગાડીને 30 મીનીટ સુધી રહેવા દો. બાદમાં હુંફાળા પાણી વડે પગને ધોઇ લો અને હળવા હાથે તેને સાફ કરી લો. આમ કરવાથી એડી મુલાયમ થશે અને તિરાડોમાં રૂઝ આવવાનું શરૂ થઇ જશે.

Advertisement

તે ત્વચાને અંદરથી પોષણ આપે છે

નારીયેળના તેલનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે એડીની તિરાડોમાંથી રાહત અપાવી શકે તેમ છે. નારીયેળના તેલને ચામડી માટે ઉત્તમ મોઇસ્ચ્યુરાઇઝર માનવામાં આવે છે. તે ત્વચાને અંદરથી પોષણ આપે છે. અને એડિ મુલાયન બનાવે છે. નારીયેળના તેલમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીબેક્ટેરીયલ ગુણ હોય છે, જે ત્વચાને ફૂલવાથી અને સંક્રમણથી બચાવે છે. રાતે ઉંઘવા જતા પહેલા નારીયેળના તેલને એડીયો પર લગાડવું હિતાવહ છે.

Advertisement

આ પણ વાંચો --- Tips: દરેક યુવતીઓએ પોતાની Best friend પણ ના કરવી જોઈએ આ ખાનગી વાત!

Tags :
Advertisement

.

×