Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Health: યુવતીઓ માટે દરરોજ રનિંગ કરવું કેટલું સલામત?, WHO એ શું સલાહ આપી?

શું યુવતીઓ માટે દરરોજ દોડવું સલામત છે?, પુરૂષ કરતા અલગ બંધારણ ધરાવતી યુવતીઓ મૂંઝવણમાં હોય છે કે, દરરોજ રનિંગ કરવું જોઈએ કે નહીં. અમે મહિલાઓ અને યુવતીઓના મૂંઝવતા સવાલનો જવાબ લઈને આવ્યા છીએ. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અને સ્પોર્ટ્સ મેડિસિન નિષ્ણાતો સહિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો આ વિશે શું કહે છે તે જાણીએ..
health  યુવતીઓ માટે દરરોજ રનિંગ કરવું કેટલું સલામત   who એ શું સલાહ આપી
Advertisement
  • Health: યુવતીઓ માટે દોડવું કેટલું સુરક્ષિત?
  • દરરોજની પ્રવૃત્તિથી આડઅસરની સંભાવના કેટલી?
  • શું કહે છે વિશ્વ આરોગ્ય સંગઠન?

Health: આજકાલ યુવતીઓ પણ યુવકોની જેમ આરોગ્યને લઈને જાગૃત થઈ છે. જે સારી બાબત છે. હવે યુવતીઓ પણ દૈનિક રનિંગ (Running) માટે નીકળી પડે છે. પરંતુ યુવતીઓનું શરીરનું બંધારણ પુરૂષો કરતા અલગ હોય છે. વળી મહિલાઓ અને યુવતીઓને આંતરિક સમસ્યાઓ પણ હોય છે. જેને લઈને કેટલીક યુવતી દોડવાને લઈને મૂંઝવણમાં મૂકાઈ છે. પણ આ બાબતે મહિલા વર્ગને ગભરાવાની જરૂર નથી. અમે તમારા મૂંઝવણના જવાબો લઈને આવ્યા છીએ..

Health: મહિલાઓ માટે દોડવાના ફાયદા

સમય જતાં ફિટનેસનો ક્રેઝ (Fitness craze) વધી રહ્યો છે અને યુવતીઓ અને મહિલાઓ પણ દોડવાના ટ્રેક (Track) પર આવી રહી છે. કારણ કે કેટલીકવાર યુવતીઓ અને મહિલાઓને જીમ (Gym) માં જવાનો સમય મળતો નથી. અને દોડવું એ એક શારીરિક પ્રવૃત્તિ (Physical activity) છે. જે ઘરની અંદર અથવા બહાર ઓછા સમયમાં કરી શકાય છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે, શું દરરોજ દોડવું યુવતી-મહિલાઓ માટે કેટલું સલામત છે? તો ચાલો આપણે આ જ સવાલના જવાબો જાણીએ રાષ્ટ્રીય,આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો અને વિશ્વ આરોગ્ય સંગઠન (World Health Organization) (WHO) પાસેથી. તજજ્ઞો આ વિશે શું કહી રહ્યા છે.

Advertisement

Health MAHILA RUNING 01_GUJARAT_FIRST

Advertisement

હૃદયના સ્વાસ્થ્ય (Health) થી લઈને હોર્મોનલ (Hormonal) સંતુલન સુધીના ફાયદાઓનો દાવો કરતા કેટલાક ડૉકટર્સ (Doctors) પણ નિર્દેશ કરે છે કે, દરરોજ દોડવાથી હાડકાની ઇજાઓ અને માસિક સ્રાવની સમસ્યાઓનું જોખમ વધી શકે છે. ચાલો જાણીએ કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો અને અભ્યાસો આ વિશે શું કહે છે.

Health: શું યુવતીઓ દરરોજ દોડી શકે છે?

WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંગઠનના મુજબ જવાબ હા છે. WHO નું સંશોધન સૂચવે છે કે, મહિલાઓ અને યુવતીઓ દરરોજ દોડી શકે છે, પરંતુ યોગ્ય માર્ગદર્શન (Guide) સાથે.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની 2020ની માર્ગદર્શિકા

18-64 વર્ષની વયની મહિલાઓ દર અઠવાડિયે 150-300 મિનિટ મધ્યમ-તીવ્રતા અથવા 75-150 મિનિટ ઉચ્ચ-તીવ્રતાવાળી એરોબિક પ્રવૃત્તિ (Aerobic activity) (જેમ કે દોડવું, જોગિંગ) કરી શકે છે. જેનો અર્થ એ છે કે, દરરોજ 20-40 મિનિટ હળવાથી મધ્યમ તીવ્રતાવાળી દોડ અને જોગિંગ તેમના માટે સંપૂર્ણપણે સલામત છે.

રોજ દોડવાથી થતા ફાયદા?

બ્રિટિશ જર્નલ ઓફ સ્પોર્ટ્સ મેડિસિન (British Journal of Sports Medicine) માં પ્રકાશિત WHO માર્ગદર્શિકા પર કામ કરનારા નિષ્ણાતો કહે છે કે, નિયમિત એરોબિક (Aerobic) કસરત, જેમાં દોડનો સમાવેશ થાય છે. હૃદય રોગ, ડાયાબિટીસ (Diabetes), ડિપ્રેશન (Depression) અને કેટલાક કેન્સર (Cancer) નું જોખમ ઘટાડે છે

Health MAHILA RUNING 02_GUJARAT_FIRST

મહિલા સ્વાસ્થ્ય પર કામ કરતા આંતરરાષ્ટ્રીય દોડ કોચ અને રમતગમતના ડૉક્ટર્સ અહેવાલ આપે છે કે, જે મહિલાઓ અઠવાડિયામાં ઓછામાં ઓછા 3-4 દિવસ દોડે છે તેમને સ્તન (Breast), ગર્ભાશય (uterus) અને કોલોન કેન્સરનું જોખમ ઓછું હોય છે. તેમજ ઇન્સ્યુલિન (Insulin) સંવેદનશીલતા અને વજનમાં સારા પરીણામો મળે છે.

દોડવું એ એક શક્તિશાળી કાર્ડિયો કસરત (Cardio exercise) છે. જે હૃદયના સ્નાયુઓને મજબૂત બનાવે છે. રક્ત પરિભ્રમણ (Blood circulation)ને સુધારે છે. અને સ્થૂળતા (Obesity), હાઈ બ્લડપ્રેશર (High blood pressure) અને ટાઇપ-2 ડાયાબિટીસ (Type-2 diabetes) નું જોખમ ઘટાડે છે.

Health MAHILA RUNING 03_GUJARAT_FIRST

અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે, નિયમિત દોડવાથી ઇન્સ્યુલિન સંવેદનશીલતા સુધરે છે. મહિલાઓને હોર્મોન્સને સંતુલિત કરવામાં મદદ મળે છે. ઘણી સ્ત્રીઓમાં પીએમએસ (PMS), મૂડ સ્વિંગ (Mood swings) અને માસિક ધર્મના (Periods) દુઃખાવામાં રાહત મળે છે.

નેશનલ લાઇબ્રેરી ઓફ સાયન્સ (National Library of Science) ના એક અભ્યાસમાં દાવો કરાયો છે કે, દોડવાથી હાડકાની મજબૂતી વધે છે. અને ઓસ્ટીયોપોરોસિસ (Osteoporosis) નું જોખમ ઘટે છે. જે ખાસ કરીને સ્ત્રીઓ માટે એક મુખ્ય સમસ્યા છે. દોડવાથી એન્ડોર્ફિન (Endorphins) અને "ફીલ-ગુડ" રસાયણો મુક્ત થાય છે. જેનાથી તણાવ, ચિંતા અને હતાશાના લક્ષણો ઓછા થાય છે.

આ પણ વાંચો----'સંગીત હરામ છે!' કહીને ત્રાટકી કટ્ટરપંથી ભીડ, બાંગ્લાદેશી રોકસ્ટાર જેમ્સના શોમાં ભયાનક હિંસા

આ પણ વાંચો---- Birthday: "આજ ભાઈ કા બર્થડે હૈ..." બોલીવૂડના ભાઈજાનનો આજે જન્મદિવસ, પનવેલ ફાર્મહાઉસમાં કેક કટિંગ કર્યું

Tags :
Advertisement

.

×