ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

તૂટેલી લિપસ્ટિકનું સ્થાન કચરાપેટી નથી, આ રીતે કામ લાગશે ટુકડો

Broken Lipstick Use : લિપસ્ટિક તૂટવાની ઘટના હવે જો ક્યારેય એવું બને કે, તેનો ફરીથી ઉપયોગ કરી શકાય તેમ નથી, તો ચિંતા કરવાની જરૂર નથી
03:23 PM Aug 31, 2025 IST | PARTH PANDYA
Broken Lipstick Use : લિપસ્ટિક તૂટવાની ઘટના હવે જો ક્યારેય એવું બને કે, તેનો ફરીથી ઉપયોગ કરી શકાય તેમ નથી, તો ચિંતા કરવાની જરૂર નથી

Broken Lipstick Use : લિપસ્ટિક મહિલાના મેકઅપમાં સૌથી ટોચનું સ્થાન ધરાવે છે. મેકઅપ આછો હોય કે પછી બ્રાઇડલ, તમામમાં લિપસ્ટિકનું મહત્વ હોય છે. સામાન્ય વપરાશમાં ઘણીવાર ઓફિસ કે પાર્ટી માટે તૈયાર થતી વખતે, આપણી લિપસ્ટિક ઉતાવળમાં તૂટી જાય છે. બાદમાં તેનો કોઇ બીજો ઉપયોગ ધ્યાને નહીં આવતા તેને કચરાપેટીમાં પધરાવી દેવામાં આવી છે.

ઘરે ખૂબ સરળતાથી આ કામ કરી શકાય છે

સમજના અભાવે તૂટ્યા બાદ કેટલાક લોકો તેને કાઢી નાખે છે, અને કેટલાક તેને ફરીથી જોડીને ઉપયોગ કરી શકાય તેવો પ્રયાસ કરે છે, પરંતુ તે જોઇએ તેવો કારગર રહેતું નથી. પરંતુ હવે જો ક્યારેય એવું બને કે, તેનો ફરીથી ઉપયોગ કરી શકાય તેમ નથી, તો ચિંતા કરવાની જરૂર નથી. તમારી મનપસંદ અથવા મોંઘી લિપસ્ટિક તૂટ્યા પછી, તમે ઘરે ખૂબ જ સરળતાથી તેને નેઇલ પોલીશમાં રૂપાંતરિત (Broken Lipstick To Nail Polish) કરી શકો છો. ચાલો જાણીએ આ બ્યુટી પ્રોડક્ટ હેક (Beauty Hack).

આ વસ્તુઓની જરૂર પડશે

તૂટેલી લિપસ્ટિકમાંથી નેઇલ પોલીશ (Broken Lipstick To Nail Polish) આ રીતે બનાવો

સૌ પ્રથમ, મિક્સિંગ પ્લેટ પર તૂટેલી કે જૂની લિપસ્ટિક બહાર કાઢો. જો તમારી પાસે તે ઉપલબ્ધ ન હોય, તો પછી સાફ જગ્યા અથવા નાના કન્ટેનરનો ઉપયોગ કરો. આ પછી, લિપસ્ટિકને હળવા હાથે તોડી કાઢો- તેનો ભૂક્કો કરી નાંખો. હવે તમારે તેમાં પારદર્શક નેઇલ પોલીશના થોડા ટીપાં ઉમેરવા પડશે. આ બાદમાં તેને મિક્સિંગ સ્ટીકથી મિક્સ કરો. જો તમારી પાસે તે ના હોય, તો તમે ટૂથપીકનો પણ ઉપયોગ કરી શકો છો. તેને સારી રીતે મિક્સ કરો, જેથી એક સરળ પેસ્ટ બને. હવે તમે તેને બ્રશની મદદથી તમારા નખ પર લગાવી શકો છો. તેને થોડું સુકાવા દો. બાદમાં તમે ઇચ્છો તો, તેને ફિનિશિંગ ટચ આપવા માટે તેના પર ટોપ કોટ લગાવો.

આ પણ વાંચો ----- Chewing Gum મોંઢા માટે 'જીમ'ની ગરજ સારશે, આ રીતે કરો યોગ્ય પસંદગી

Tags :
BeautyHackDIYTipsGujaratFirstgujaratfirstnewsLipstickReuseLipstickTurnIntoNeilPolish
Next Article