Lipstick તમારા હોઠને ક્યાંક કાળા ન કરી દે? રોજ લગાવો છો તો આ 5 વસ્તુનું ધ્યાન રાખો
ચહેરાની સુંદરતામાં ચાર ચાંદ લગાવતી લિપસ્ટિક ક્યારેક હોઠ માટે મુસીબત બની શકે છે. રાત્રે મેકઅપ સાફ ન કરવો કે સીધી લિપસ્ટિક એપ્લાય કરવી જેવી નાની ભૂલો લાંબા ગાળે હોઠને કાળા અને નિસ્તેજ બનાવી દે છે. તમારી સુંદરતા જોખમમાં મૂકાય તે પહેલાં જાણી લો કે મેકઅપ એક્સપર્ટ્સ હોઠની કાળજી માટે કઈ ખાસ ટિપ્સ આપી રહ્યા છે.
Advertisement
- Lipstick ના અતિશય વપરાશથી હોઠની સુંદરતા પર ખતરો!
- રોજેરોજ લિપસ્ટિક લગાવતી મહિલાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો
- કેમિકલયુક્ત પ્રોડક્ટ્સના કારણે હોઠમાં પિગમેન્ટેશન વધવાની આશંકા
- સૂતા પહેલા મેકઅપ રિમૂવ ન કરવો ત્વચા માટે અત્યંત નુકસાનકારક
- હોઠની કાળાશ દૂર કરવા એક્સપર્ટ્સે આપી ખાસ મોઇશ્ચરાઇઝિંગ ટિપ્સ
- સસ્તી બ્રાન્ડના બદલે ગુણવત્તાયુક્ત લિપ કેર પ્રોડક્ટ્સ વાપરવા સલાહ
મેકઅપની દુનિયામાં લિપસ્ટિક (Lipstick) એક એવું પ્રોડક્ટ છે જે ચહેરાના આખા લુકને બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. ભલે તમે બીજો કોઈ મેકઅપ ન કર્યો હોય, પણ લિપસ્ટિકનો એક શેડ તમારા આત્મવિશ્વાસ (Confidence) ને બુસ્ટ કરે છે. ખાસ કરીને ઓફિસ જતી મહિલાઓ અને યુવતીઓ માટે તે દૈનિક જીવનનો ભાગ બની ગઈ છે. પરંતુ, શું તમે જાણો છો કે રોજબરોજ લિપસ્ટિક લગાવવાથી તમારા હોઠની કુદરતી ગુલાબી આભા છીનવાઈ શકે છે?

