Tomato Chutney : ઘરે જ બનાવો સ્વાદિષ્ટ ટામેટાની ચટણી, મોટા સાથે બાળકો પણ ખાશે વારંવાર
- Tomato Chutney ને બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં ઉપયોગ કરી શકો છો
- ખાટી-મીઠી એવી આ Tomato Chutney અબાલવૃદ્ધ સૌને પ્રિય છે
- Tomato Chutney માત્ર 10 મિનિટમાં તૈયાર થઈ જાય છે
Tomato Chutney : ચટણીએ હિન્દુ ભોજન પ્રણાલીનું અનિવાર્ય અંગ છે. કોઈપણ પ્રકારની ચટણીનો ઉપયોગ દરેક ભારતીય ભોજન પ્રણાલીમાં થતો જોવા મળે છે. આજે અમે આપને એક એવી ચટણી વિશે જણાવીશું કે જે સ્વાદિષ્ટ હોવા ઉપરાંત શરીર માટે પણ અનુકૂળ છે. આ ચટણી નાના-મોટા સૌ કોઈને પ્રિય છે. આ ચટણી એટલે ટામેટાની ચટણી (Tomato Chutney).
દરેક જણ ખાશે હોંશે હોંશે
ટામેટાની ચટણી (Tomato Chutney) દરેક રીતે યોગ્ય છે કારણ કે, આ ચટણી સ્વાદિષ્ટ હોવા ઉપરાંત આરોગ્ય માટે પણ બિન હાનિકારક છે. ટામેટાની ચટણીનો ખાટો મીઠો સ્વાદ માત્ર મોટા જ નહિ નાનાને પણ ભાવશે. તેથી જ અબાલવૃદ્ધ સૌ કોઈ હોંશે હોંશે ખાશે તે નક્કી છે. આ ટામેટાની ચટણી તમે તીખી તેમજ મીઠી પણ બનાવી શકો છો. તેથી આ ચટણી નાના-મોટા દરેક જણને પ્રિય બની રહેશે. બીજું આ ચટણી જમવાના ત્રણેય સમય એટલે કે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં ઉપયોગ કરી શકાય છે. તેથી ઘરના દરેક સભ્યોને આ ટામેટાની ચટણી પ્રિય થઈ પડશે.
આ પણ વાંચોઃ Health Tips : શું તમે વધુ પડતી ચાના સેવનથી થતાં નુકસાન વિશે જાણો છો ?
સામગ્રી અને રીત
ઘરના દરેક સભ્યોને પ્રિય એવી ટામેટા ચટણીને બનાવવામાં માત્ર 10 મિનિટ લાગે છે. આ ચટણી બનાવવા માટે 2 ચમચી તેલ, 4થી 5 ટામેટાં, 1 ડુંગળી, 3થી 4 લસણની કળીઓ, મરચું, મીઠું, કોથમી, લીંબુ, જીરૂ અને સ્વાદ અનુસાર ચાટ મસાલાની જરુર પડશે. હવે આ સ્વાદિષ્ટ ટામેટાની ચટણી કેવી રીતે બનાવશો તે જાણો. સૌ પ્રથમ ટામેટાંને સારી રીતે ધોઈને નાના ટુકડા કરી લો. ત્યારબાદ લસણ અને ડુંગળીને પણ બારીક સમારી લો.એક પેનમાં તેલ ગરમ કરો ત્યારબાદ તેમાં લસણને સાંતળો. ત્યારબાદ તેમાં ટામેટાને ચડવો. ટામેટા ચડી જાય ત્યારે તેમાં સ્વાદ મુજબ મીઠું અને ચાટ મસાલો ઉમેરો. થોડી વાર બાદ ગેસ બંધ કરો અને સ્વાદ અનુસાર લીંબુનો રસ પણ ઉમેરો.
(ડીસ્કલેમરઃ આ આર્ટિકલમાં આપવામાં આવેલ માહિતી મીડિયા રિપોર્ટ પરથી લેવામાં આવી છે. આ માહિતી આપની જાણકારી સારુ છે. આ માહિતીની અસરકારકતાની Gujarat First પુષ્ટી કરતું નથી.)
આ પણ વાંચોઃ OMAD Diet : ટ્રેન્ડિંગ થઈ રહેલ આ ડાયટના ફાયદા ઉપરાંત કેટલાક નુકસાન પણ જાણી લો...