Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Makhana Raita : ઉનાળામાં ઠંડક અને પોષણ માટે રહેશે બેસ્ટ મખાના રાયતું, વાંચો Simple Recipe

Summer માં ઠંડક અને પોષણ મેળવવા માટે વિવિધ પ્રકારના રાયતા શ્રેષ્ઠ વાનગી છે. આજે અમે આપને રાયતામાં પણ ઉનાળામાં સૌથી શ્રેષ્ઠ રાયતા વિશે જણાવીશું. જાણી લો આ રાયતાની Simple Recipe.
makhana raita   ઉનાળામાં ઠંડક અને પોષણ માટે રહેશે બેસ્ટ મખાના રાયતું  વાંચો simple recipe
Advertisement
  • ઉનાળામાં અબાલ વૃદ્ધ સૌ કોઈને પ્રિય છે વિવિધ પ્રકારના રાયતા
  • વિવિધ પ્રકારના રાયતામાં સૌથી શ્રેષ્ઠ છે મખાના રાયતા
  • મખાના રાયતા બનાવવાની સરળ રેસીપી જાણી લો

Makhana Raita : ઉનાળામાં કઈ વાનગી બનાવવી અને પીરસવી તે દરેક ગૃહિણીને પજવતો પ્રશ્ન છે. જો કે વિવિધ પ્રકારના રાયતા ઉનાળામાં અબાલ વૃદ્ધ સૌ કોઈને પ્રિય હોય છે. ખાટો મીઠો સ્વાદ અને પોષક તત્વો ધરાવતું રાયતું લોકો હોંશે હોંશે ખાય છે. આજે અમે આપને જણાવીશું રાયતામાં પણ ઉનાળામાં શ્રેષ્ઠ મખાના રાયતા (Makhana Raita) ની રેસીપી.

મખાના રાયતું

ઉનાળામાં વિવિધ પ્રકારના રાયતાનો ઉપયોગ પ્રચલિત છે. જો કે આ વિવિધ રાયતામાં મખાના રાયતું શ્રેષ્ઠ છે. તેનું મુખ્ય કારણ છે દહીં અને મખાનામાં રહેલા પોષક તત્વો. દહીં અને મખાનામાં રહેલા પ્રોટીન, ફાઈબર, એન્ટી ઓકિસડન્ટ, કાર્બોહાઈડ્રેટ્સ અને વિવિધ પ્રકારના મિનરલ્સ ઉનાળાની ગરમી સામે લડવા માટે શરીરને જરુરી પોષણ પૂરુ પાડે છે. મખાના વજન ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, આ ઉપરાંત તે બ્લડ પ્રેશર અને બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં પણ અગત્યના છે. મખાના રાયતા બનાવવા માટેની સામગ્રી અને રેસીપી જાણી લો.

Advertisement

આ પણ વાંચોઃ Coriander Tips : ઉનાળામાં કેવી રીતે તાજી રાખશો કોથમી...જાણી લો આ Simple Trick

Advertisement

મખાના રાયતા બનાવવા માટેની સામગ્રી

મખાના રાયતા બનાવવા માટે 1 કપ દહીં, 2 કપ મખાના, 1 ચમચી રાયતા મસાલો, સ્વાદ મુજબ લાલ મરચું પાવડર, 1 ચમચી ચાટ મસાલા, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી દેશી ઘી અને સ્વાદ પ્રમાણે મીઠાની જરૂર પડશે.

મખાના રાયતાની સરળ રેસિપી

મખાના રાયતા બનાવવા માટે સૌપ્રથમ એક તપેલીમાં એક ચમચી દેશી ઘીને થોડું ગરમ કરો. ત્યારબાદ તેમાં મખાનાને શેકો. જ્યારે મખાનાનો રંગ આછો સોનેરી થઈ જાય, ત્યારે ગેસ બંધ કરો. જ્યારે મખાના ઠંડા થઈ જાય ત્યારે તેને બરછટ પીસી લો. હવે એક બાઉલમાં દહીં ઉમેરો અને તેને સારી રીતે ફીણી લો. જ્યારે દહીં સારી રીતે ઘોળવાનું સ્વરૂપ લઈ લે ત્યારે તેમાં ચાટ મસાલો, ગરમ મસાલો, લાલ મરચું પાવડર, રાયતા મસાલો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણમાં પીસેલા મખાના ઉમેરો અને મિક્સ કરો. જરૂરિયાત મુજબ પાણી પણ ઉમેરી શકો છો. તમારું સ્વાદિષ્ટ મખાના રાયતા તૈયાર છે. હવે તમે તેને કોથમીના લીલા છમ પાનથી સુશોભિત કરીને સર્વ કરી શકો છો.

આ પણ વાંચોઃ Health Tips: રોટલી અને ભાત સાથે ખાવા કેટલા હાનિકારક ?

Tags :
Advertisement

.

×