Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Makhana Benefits: ઉનાળાની ગરમીમાં વરદાન સમાન છે છાશ અને મખાનાનું આ કોમ્બિનેશન

Makhana Benefits: ઉનાળાની આકરી ગરમીમાં શરીરને હાઈડ્રેટ રાખવા અને પાચનતંત્રને શાંત રાખવા માટે આપણે અનેક પીણાં અને ખોરાકનો આશરો લઈએ છીએ. સામાન્ય રીતે લોકો દૂધમાં મખાના (Fox Nuts) ખાય છે, પરંતુ શું તમે ક્યારેય તેને છાશ (Buttermilk) માં પલાળીને ખાધા છે?
makhana benefits  ઉનાળાની ગરમીમાં વરદાન સમાન છે છાશ અને મખાનાનું આ કોમ્બિનેશન
Advertisement
  • Makhana Benefits: છાશ અને મખાનાનું સેવન ઉનાળામાં શરીરને રાખશે હાઇડ્રેટ
  • પેટની ગરમી અને પાચન સમસ્યાઓથી મળશે ત્વરિત રાહત
  • હાડકાંની મજબૂતી માટે કેલ્શિયમનો શ્રેષ્ઠ કુદરતી સ્ત્રોત
  • લેક્ટોઝ અસહિષ્ણુ લોકોએ છાશના સેવનમાં સાવધાની રાખવી
  • ગરમીમાં ઉર્જાનો સ્તર જાળવી રાખવા માટે હેલ્ધી નાસ્તો

Makhana Benefits: ઉનાળાની આકરી ગરમીમાં શરીરને હાઈડ્રેટ રાખવા અને પાચનતંત્રને શાંત રાખવા માટે આપણે અનેક પીણાં અને ખોરાકનો આશરો લઈએ છીએ. સામાન્ય રીતે લોકો દૂધમાં મખાના (Fox Nuts) ખાય છે, પરંતુ શું તમે ક્યારેય તેને છાશ (Buttermilk) માં પલાળીને ખાધા છે? નિષ્ણાતોના મતે, આ મિશ્રણ ઉનાળામાં અમૃત સમાન સાબિત થાય છે.

Makhana Benefits: પાચન અને ઠંડક માટે રામબાણ

ઉનાળામાં પેટમાં ગરમી અને પાચનની સમસ્યા સામાન્ય છે. છાશ એક કુદરતી પ્રોબાયોટિક (Probiotic) છે, જે પેટમાં સારા બેક્ટેરિયા વધારે છે. જ્યારે મખાનામાં ઝાડા વિરોધી (Anti-diarrheal) ગુણધર્મો હોય છે. આ બંનેનું મિશ્રણ પેટને ઠંડક આપે છે અને પાચનક્રિયામાં સુધારો કરે છે.

Advertisement

હાડકાં અને હૃદય માટે ફાયદાકારક

છાશ વિટામિન ડી, બી12 અને કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે. મખાનામાં પણ ભરપૂર માત્રામાં કેલ્શિયમ, પોટેશિયમ (Potassium) અને મેગ્નેશિયમ હોય છે. આથી, આ મિશ્રણના સેવનથી હાડકાં મજબૂત બને છે અને હૃદયનું સ્વાસ્થ્ય (Heart Health) પણ જળવાઈ રહે છે.

Advertisement

સંગ્રહ કરતી વખતે રાખો ખાસ સાવધાની

આયુર્વેદ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જો તમે મખાનાને છાશમાં પલાળીને રાખતા હોવ, તો તેને ઓરડાના તાપમાને ન રાખવા જોઈએ. તેને હંમેશા રેફ્રિજરેટર (Refrigerator) માં રાખવા જોઈએ, કારણ કે બહાર રાખવાથી છાશ વધુ ખાટી થઈ શકે છે અને તેનો સ્વાદ બગડી શકે છે.

Disclaimer : આ લેખમાં દર્શાવેલ ટિપ્સ, સૂચનો અને માહિતી માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે સમજવી જોઈએ નહીં. Gujarat First News તેની સત્યતા, ચોકસાઈ અને અસરકારકતા માટે જવાબદારી લેતું નથી. કોઈપણ પ્રશ્નો અથવા ચિંતાઓ માટે હંમેશા તમારા નિષ્ણાંત ડોક્ટરની સલાહ લો.

આ પણ વાંચો - RO Water માંથી નીકળતું ગંદુ પાણી પણ બની શકે ઉપયોગી, જાણો આ રહ્યાં ઉપાયો

Tags :
Advertisement

.

×