Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Microplastic heating: આભમાંથી અગનજ્વાળા અને હવામાં પ્લાસ્ટિકનું ઝેર, ગરમીનો પારો વધારતા માઇક્રોપ્લાસ્ટિક્સ!

સમગ્ર દેશ અત્યારે કાળઝાળ ગરમી અને અસહ્ય હીટવેવ (Heatwave) ની લપેટમાં છે, ત્યારે હવામાન ક્ષેત્રે એક ચોંકાવનારો વૈજ્ઞાનિક ખુલાસો થયો છે. નવા સંશોધન અનુસાર, હવામાં તરતા પ્લાસ્ટિકના અતિ સૂક્ષ્મ કણો એટલે કે માઇક્રોપ્લાસ્ટિક્સ (Microplastics) સૂર્યની ગરમીને વાતાવરણમાં જ કેદ કરી રહ્યા છે. આ અદ્રશ્ય કણો પૃથ્વીને એક ભઠ્ઠીની જેમ ગરમ કરીને ગ્લોબલ વૉર્મિંગ (Global Warming) ને ઝડપથી વધારી રહ્યા છે.
microplastic heating  આભમાંથી અગનજ્વાળા અને હવામાં પ્લાસ્ટિકનું ઝેર  ગરમીનો પારો વધારતા માઇક્રોપ્લાસ્ટિક્સ
Advertisement
  • Microplastic heating: દેશભરમાં ગરમીનો પ્રકોપ વધ્યો
  • કાળઝાળ ગરમી વચ્ચે મોટો વૈજ્ઞાનિક ખુલાસો
  • હવામાં તરતા માઇક્રોપ્લાસ્ટિક્સ આગ ઝરતી ગરમીનું કારણ!
  • પૃથ્વીના તાપમાનને વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે માઇક્રોપ્લાસ્ટિક્સ!

Microplastic heating earth global warming: હાલ સમગ્ર ભારત દેશ ભયંકર હીટવેવ (Heatwave) ની લપેટમાં છે. ઉત્તરથી લઈને દક્ષિણ સુધીના તમામ રાજ્યોમાં તાપમાનનો પારો 45 (પંચતાલીસ) ડિગ્રીને પાર પહોંચી ગયો છે. બપોરના સમયે રસ્તાઓ સુમસામ બની જાય છે અને લોકો આ આકરી ગરમીથી બચવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ કાળઝાળ ગરમી વચ્ચે વિજ્ઞાન જગતમાંથી એક એવો ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે જેણે લોકોની ચિંતા બમણી કરી દીધી છે. પ્રખ્યાત વિજ્ઞાન જર્નલ નેચર ક્લાઇમેટ ચેન્જ (Nature Climate Change) ના નવા સંશોધન મુજબ હવામાં તરતા પ્લાસ્ટિકના અતિ સૂક્ષ્મ કણો એટલે કે માઇક્રોપ્લાસ્ટિક્સ (Microplastics) પૃથ્વીના વાતાવરણને એક બંધ ભઠ્ઠીની જેમ ગરમ કરી રહ્યા છે.

Microplastic heating earth global warming_GUJARAT 0

Advertisement

આભની ગરમીને હવામાં જ કેદ કરે છે કણો (Heat Trapping in the Atmosphere)

દેશમાં જ્યારે સૂર્યદેવ કોપાયમાન થયા છે ત્યારે આ સૂક્ષ્મ કણો સ્થિતિને વધુ ગંભીર બનાવી રહ્યા છે. ચાઇનાની ફૂદાન યુનિવર્સિટી (Fudan University) ના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર હવામાં ભળેલા પ્લાસ્ટિકના આ કણો સૂર્યમાંથી આવતા કિરણોની ગરમીને સ્પોન્જની જેમ શોષી લે છે. ખાસ કરીને લાલ, વાદળી, પીળા અને કાળા રંગના માઇક્રોપ્લાસ્ટિક્સ સામાન્ય પારદર્શક કણોની સરખામણીએ વાતાવરણમાં 75 ગણી વધુ ગરમીને પકડી રાખે છે. આ ગરમ કણો પૃથ્વીની આસપાસ એક એવું અદ્રશ્ય આવરણ બનાવે છે જે ગરમીને બહાર અવકાશમાં જવા દેતું નથી અને ગ્લોબલ વૉર્મિંગ (Global Warming) ને ઝડપથી વધારે છે.

Advertisement

આ પણ વાંચો---- Hantavirus Outbreak :આટલાન્ટિક મહાસાગરમાં ક્રૂઝ પર 3 ના મોત બાદ ફફડાટ, જાણો કેવી રીતે ફેલાય છે આ વાયરસ?

કોલસાના ધુમાડા જેવો પ્રકોપ (Environmental Damage equivalent to Coal Plants)

પૃથ્વી પર વધી રહેલા તાપમાન પાછળ આ અદ્રશ્ય કણોનો ફાળો બિલકુલ ઓછો નથી. ડ્યુક યુનિવર્સિટી (Duke University) ના પ્રોફેસર ડ્રુ શિન્ડેલના રિપોર્ટ પ્રમાણે આખા વર્ષ દરમિયાન હવામાં ફેલાતા માઇક્રોપ્લાસ્ટિક્સ પર્યાવરણને એટલું જ નુકસાન પહોંચાડે છે જેટલું 200 (બસો) કોલસા આધારિત પાવર પ્લાન્ટ (Coal Power Plants) ભેગા મળીને કરે છે. વાહનોમાંથી નીકળતી કાળી મેંશ એટલે કે બ્લેક કાર્બન (Black Carbon) ની જેમ જ આ પ્લાસ્ટિક કણો પણ આસમાનમાંથી વરસતી આકરી ગરમીના પ્રકોપને જમીનની નજીક જ રોકી રાખે છે. આ કારણે જ ઉનાળાની ઋતુ દર વર્ષે વધુ ઘાતક અને અસહ્ય બની રહી છે.

Microplastic heating earth global warming_GUJARAT

ભવિષ્યની પેઢી માટે લાલબત્તી સમાન ચેતવણી (A Warning for the Future)

હાલમાં હવામાન અને વાતાવરણના બદલાવને માપવા માટે વૈશ્વિક સ્તરે જે મોડેલ વપરાય છે તેમાં હજુ સુધી આ માઇક્રોપ્લાસ્ટિક્સથી પેદા થતી ગરમીની ગણતરી ઉમેરવામાં આવી નથી. ઑસ્ટ્રિયાની વિયેના યુનિવર્સિટી (University of Vienna) ના પ્રોફેસર એન્ડ્રિયાસ સ્ટોહલ ચેતવણી આપતા જણાવે છે કે જો સમયસર પ્લાસ્ટિકના બેફામ વપરાશ પર અંકુશ મેળવવામાં નહીં આવે, તો આવનારા વર્ષોમાં દેશમાં હીટવેવના દિવસો હજુ પણ વધશે. હવે પ્લાસ્ટિક માત્ર જમીન કે પાણી બગાડવાની સમસ્યા નથી રહી, પરંતુ દેશભરમાં પડી રહેલી આ કડાકાની ગરમી પાછળનું પણ એક અદ્રશ્ય અને મોટું કારણ સાબિત થઈ રહ્યું છે.

આ પણ વાંચો----Raw Vegetables Risks: સાવધાન! ઉનાળામાં આ શાકભાજી ભૂલથી પણ કાચી ન ખાતા, પેટની બીમારીઓનું વધી જશે જોખમ


Tags :
Advertisement

.

×