Salt Storage Tips : ચોમાસાની ઋતુમાં વરસાદના કારણે રસોડાના અનેક મસાલામાં ભેજ જોવા મળે છે. મીઠું અને ખાંડના ડબ્બા ખોલતા જ તેમાં ભેજ આવી ગયો હોવાનું જણાય છે. ઘણીવાર મીઠું એટલું બધું ચોંટી જાય છે કે તેને ચમચીથી બહાર કાઢવું પણ મુશ્કેલ બની જાય છે. આ સ્થિતિમાં એવો સવાલ થાય છે કે આ દિવસોમાં મીઠું આટલું ઝડપથી ભીનું કેમ થઈ જાય છે અને તેનાથી બચવાના ઉપાયો કયા છે?
Salt Storage Tips : ચોમાસામાં મીઠું ભીનું કેમ થઈ જાય છે?
વરસાદના દિવસોમાં હવામાં પાણીની માત્રા સામાન્ય દિવસોની સરખામણીમાં ઘણી વધારે હોય છે. મીઠામાં રહેલા કણો આ ભેજને ઝડપથી શોષી લે છે. જ્યારે ડબ્બો વારંવાર ખોલવામાં આવે છે, ત્યારે દર વખતે ભેજ અંદર પ્રવેશ કરે છે અને ધીમે ધીમે આખું મીઠું ભીનું થવા લાગે છે. જો કન્ટેનર બરાબર બંધ ન હોય અથવા તેને ભેજવાળી જગ્યાએ રાખવામાં આવ્યું હોય, તો આ સમસ્યા વધુ ગંભીર બને છે.
મીઠાના ડબ્બામાં ચોખાના દાણા રાખો
ચોમાસામાં મીઠાને સૂકું રાખવાની સૌથી સરળ અને જૂની પદ્ધતિ તેમાં ચોખાના કેટલાક દાણા નાખવાની છે. ચોખા કુદરતી રીતે વધારાના ભેજને શોષી લે છે, જેના કારણે મીઠું લાંબા સમય સુધી કોરું રહે છે. જો મીઠાની બરણી નાની હોય તો તેમાં સીધા દાણા નાખી શકાય, જ્યારે મોટા ડબ્બામાં ચોખાને પાતળા કપડા કે પેપર પાઉચમાં બાંધીને મૂકવું વધુ હિતાવહ છે.
કોફી બીન્સ પણ છે ઉપયોગી
જો ઘરમાં કોફી બીન્સ ઉપલબ્ધ હોય, તો તેનો ઉપયોગ પણ કરી શકાય છે. કોફી બીન્સ વાતાવરણમાં રહેલા વધારાના ભેજને શોષવામાં મદદ કરે છે. સૌથી સારી વાત એ છે કે તેનાથી મીઠા કે ખાંડના સ્વાદ પર કોઈ ખાસ અસર પડતી નથી.
લવિંગ અને રાજમાનો પ્રયોગ
લવિંગ માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતી, પરંતુ રસોડાની નાની-મોટી સમસ્યાઓમાં પણ કામ આવે છે. તે ભેજનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરી શકે છે. જો કે, લવિંગની તીખી સુગંધ મીઠામાં આવી શકે છે, તેથી તેને સાફ કપડામાં બાંધીને ડબ્બાની અંદર રાખવી યોગ્ય રહેશે. આ ઉપરાંત, સૂકા રાજમાના કેટલાક દાણા પણ ભેજ શોષવાનું કામ કરે છે.
યોગ્ય જગ્યાએ સંગ્રહ અને એરટાઇટ કન્ટેનર
મીઠાને સુરક્ષિત રાખવામાં માત્ર ઘેરલુ નુસ્ખા જ નહીં, પરંતુ તેનું સ્ટોરેજ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. હંમેશાં પ્રયાસ કરો કે મીઠું અને ખાંડના ડબ્બા ઠંડી, સૂકી અને હવાઉજાસવાળી જગ્યા પર જ રહે. તેને ગેસના ચૂલા, સિંક કે એવી જગ્યાએ ન રાખો જ્યાં ભાપ કે ભેજ વધુ રહેતો હોય. આ સાથે જ, સારી ક્વોલિટીના એરટાઇટ કન્ટેનરનો ઉપયોગ કરો અને ઉપયોગ કર્યા બાદ તરત તેને બરાબર બંધ કરી દો. ક્યારેય પણ ભીની કે ભેજવાળી ચમચી ડબ્બામાં નાખવી નહીં, હંમેશાં સંપૂર્ણ સૂકી ચમચીનો જ પ્રયોગ કરવો.
આ પણ વાંચો : EPFO Automatic Refund : ખુશખબર! એક પણ ઓનલાઈન ક્લેમ વગર સીધા બેંકમાં જમા થશે PF ના રૂપિયા, જુઓ નવો નિયમ