Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mother's Day 2025 : જીવનરૂપી સૌથી મોટી ભેટ આપનાર માતાને આપો આ ખાસ ભેટ

માતા એ આપણને જીવનરુપ સૌથી મોટી ભેટ આપી છે. આ માતાને Mother's Day પર કેટલાક ખાસ હેલ્થ ઈક્વિપમેન્ટ ભેટ આપો જેનાથી તેમનું આરોગ્ય જળવાઈ રહે. વાંચો વિગતવાર.
mother s day 2025   જીવનરૂપી સૌથી મોટી ભેટ આપનાર માતાને આપો આ ખાસ ભેટ
Advertisement
  • Mother's Day પર માતાને આપો કેટલાક ખાસ હેલ્થ ઈક્વિપમેન્ટની ભેટ
  • વિવિધ પ્રકારના હેલ્થ મોનિટરિંગ ગેજેટ્સ માર્કેટમાં અવાઈલેબલ છે
  • યોગા કિટ દ્વારા આપ માતાને યોગા કરવા માટે પ્રેરિત કરી શકો છો

Mother's Day 2025 : આજે 11 મે ના રોજ Mother's Day ઉજવાઈ રહ્યો છે. આપણને આપણી જિંદગીની સૌથી મોટી ભેટ આપનાર છે આપણી માતા. માતાના નિઃસ્વાર્થ પ્રેમ સામે તેમને આપવામાં આવતી કોઈપણ ભેટ વામણી જ સાબિત થાય. તેથી જ માતાને કઈ ભેટ આપવી આ પ્રશ્ન ચોમેર ચર્ચાઈ રહ્યો છે. આજના ખાસ દિવસે મમ્મીને આપવા માટેની ખાસ ભેટ વિશે અમે આપને જણાવીશું. આ ભેટને લીધે તેમનું આરોગ્ય પણ જળવાશે અને આપને યોગ્ય ભેટ આપ્યાનો સંતોષ પણ મળશે.

શા માટે હેલ્થ ઈક્વિપમેન્ટ ?

સવારથી લઈને મોડી રાત સુધી માતા આખા ઘરની સારસંભાળમાં વ્યસ્ત હોય છે. માતાની વ્યસ્તતા એટલી બધી હોય છે કે તે પોતાના આરોગ્યની સારસંભાળ રાખવાનું પણ ભૂલી જાય છે. માતા દ્વારા પોતાના આરોગ્યની આ નિષ્કાળજી આગળ જતા મોટા રોગોમાં ફેરવાઈ જાય છે. તેથી જ Mother's Day પર માતાના આરોગ્યને જાળવતા વિવિધ ઈક્વિપમેન્ટ આપવા તે ખાસ ભેટ બની રહેશે.

Advertisement

હેલ્થ મોનિટરિંગ ગેજેટ્સ

Mother's Day પર તમે તમારી માતાને હેલ્થ મોનિટરિંગ ગેજેટ્સ (Health Monitoring Gadgets) ભેટમાં આપી શકો છો. જેનાથી આપ તેમના આરોગ્યનું મોનિટરિંગ કરી શકો છો. મોનિટરિંગ ગેજેટ્સમાં વેટ સ્કેલ, બ્લડ પ્રેશર મોનિટર, બ્લડ સુગર મોનિટર વગેરેનો સમાવેશ થાય છે. મોનિટરિંગ ગેજેટ્સમાં આપ માતાને એક સારી ક્વાલિટીની સ્માર્ટ વોચ પણ ગિફ્ટ કરી શકો છો. સ્માર્ટ વોચમાં હેલ્થ મોનિટરિંગ એપ્લિકેશન્સ (Health Monitoring Apps) ની ભરમાર હોય છે. તેથી આપ સ્માર્ટ વોચ (Smart Watch) દ્વારા માતાના આરોગ્યનું મોનિટરિંગ કરી શકો છો. આપની માતાના આરોગ્યનું નિરીક્ષણ વધુ બહેતર બને તે માટે આપ તેમના માટે પેથોલોજી લેબમાં ફુલ બોડી ચેકઅપ (Full body checkup) પેકેજ પણ બૂક કરાવી શકો છો. આ ઉપરાંત ઈચ્છો તો તમે કોઈ સારા બ્યૂટી પાર્લરમાં મળતા સુંદરતાલક્ષી પેકેજ પણ બૂક કરાવી શકો છો. આ પેકેજ જેવી યુનિક ગિફ્ટ મેળવીને આપની માતા આશ્ચર્યચકિત થવાની સાથે બહુ ખુશ થશે તેમાં કોઈ બેમત નથી.

Advertisement

આ પણ વાંચોઃ Be Careful : યુદ્ધનો ભય બાળકો માટે ચાઈલ્ડહૂડ ટ્રોમા (Childhood Trauma) ન બને તે ધ્યાન રાખજો

યોગા કિટ

મધર્સ ડેને ખાસ બનાવવા માટે તમે આપની માતાની તંદુરસ્તી વિષયક ભેટ આપી શકો છો. જેમાં તમે યોગને લગતી ચીજ-વસ્તુઓ પણ આપી શકો છો. જેમકે યોગા મેટ, યોગા બેલ્ટ, બોલ્સ્ટર, યોગા બ્લેંકેટ, યોગા ની પેડ્સ વગેરે. આ વસ્તુઓ અલગ અલગ ભેટ આપી શકો છો અથવા આખી યોગા કિટ (Yoga Kit) પણ ભેટ આપી શકો છો. આ ભેટથી આપની માતાને યોગા કરવા માટે પ્રેરણા મળશે અને તેમનું આરોગ્ય બહેતર થશે. આ યોગા કિટમાં કેટલાક ટૂલ્સ એવા છે કે જેની મદદથી ઘરે જ સહેલાઈથી યોગાભ્યાસ થઈ શકે છે.

હેડ મસાજર

વર્તમાનમાં માર્કેટમાં અનેક હેડ મસાજર્સ (Head massager) અવાઈલેબલ છે. જો તમે માતાને દિવસભર લાગેલો થાક અને તણાવ ઓછો કરવા માંગતા હોવ તો હેડ મસાજર તેમના માટે બેસ્ટ ઈક્વિપમેન્ટ છે. આ મધર્સ ડે પર તમે હેડ મસાજર ખરીદી શકો છો અને તમારી માતાને ભેટ આપી શકો છો. આ ઉપરાંત તમે એવો કોમ્બો સેટ ખરીદી શકો છો જે પગના તળિયા, ગરદન, ખભા વગેરે સ્થળોએ પણ મસાજ થઈ શકે.

આ પણ વાંચોઃ Tour Tips : હરદ્વાર - ઋષિકેશના પ્રવાસમાં આ સ્થળોની મુલાકાત બની રહેશે ખાસ...

Tags :
Advertisement

.

×