Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Nautapa 2026 : સાવધાન! 25 મે થી શરૂ થઈ રહ્યા છે 'નૌતપા'ના દિવસો, જાણો શા માટે આ સમય છે ખાસ?

Nautapa 2026 : જ્યેષ્ઠ મહિનામાં જ્યારે સૂર્ય દેવ (Sun God) રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે, ત્યારે શરૂ થતા નવ દિવસોને 'નૌતપા' (Nautapa) તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે નૌતપા 25 મે, 2026 થી શરૂ થઈને 2 જૂન સુધી ચાલશે. જ્યોતિષશાસ્ત્ર મુજબ, આ દિવસોમાં પડતી તીવ્ર ગરમી આગામી ચોમાસા (Monsoon) માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
nautapa 2026    સાવધાન  25 મે થી શરૂ થઈ રહ્યા છે  નૌતપા ના દિવસો  જાણો શા માટે આ સમય છે ખાસ
Advertisement

Nautapa 2026 : જ્યેષ્ઠ મહિનામાં જ્યારે સૂર્ય દેવ (Sun God) રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે, ત્યારે શરૂ થતા નવ દિવસોને 'નૌતપા' (Nautapa) તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે નૌતપા 25 મે, 2026 થી શરૂ થઈને 2 જૂન સુધી ચાલશે. જ્યોતિષશાસ્ત્ર મુજબ, આ દિવસોમાં પડતી તીવ્ર ગરમી આગામી ચોમાસા (Monsoon) માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

Nautapa 2026 નું મહત્વ અને માન્યતા શું છે ?

શાસ્ત્રો અનુસાર, જ્યારે સૂર્ય રોહિણી નક્ષત્રમાં હોય છે, ત્યારે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ અનેકગણું વધી જાય છે. એવી માન્યતા છે કે નૌતપા દરમિયાન જેટલી વધુ ગરમી પડે, તેટલો સારો વરસાદ ચોમાસામાં થાય છે.

Advertisement

નૌતપા દરમિયાન શું કરવું જોઈએ ?

પક્ષી-પ્રાણી સેવા: પક્ષીઓ અને મૂંગા પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા (Water Service) કરવી ખૂબ જ પુણ્યનું કામ માનવામાં આવે છે.

Advertisement

દાન-પુણ્ય : જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કે પાણી આપવું જોઈએ.

આહાર : શરીરમાં ઠંડક જળવાઈ રહે તે માટે દહીં (Curd), છાશ (Buttermilk), લસ્સી, બેલનું શરબત, નાળિયેર પાણી (Coconut Water) અને તરબૂચ જેવા ફળોનું સેવન કરો.

તર્પણ : પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે તર્પણ કરવુ શુભ માનવામાં આવે છે.

નૌતપા દરમિયાન શું ન કરવું?

નૌતપા દરમિયાન લગ્ન, ગૃહ પ્રવેશ (House Warming) જેવા માંગલિક કાર્યો કરવાથી બચવું જોઈએ.

જમવામાં ધ્યાન રાખવુ જોઈએ. ગરમ, તીખું, તળેલું (Fried Food) અને માંસાહારી ભોજન લેવાનું ટાળવું જોઈએ.

આ સમયગાળા દરમિયાન અત્યંત જરૂરિયાત વગર મુસાફરી કરવાનું ટાળો.

બપોરે 12:00 થી 4:00 વાગ્યા સુધી તડકામાં બહાર જવાનું ટાળવું, જેથી હીટ વેવ (Heat Wave) ની અસરથી બચી શકાય.

Milk Purity Test : દૂધમાં મિલાવટ પકડી પાડવા આ સરળ રીત અપનાવો !

Tags :
Advertisement

.

×