Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

OMAD Diet : ટ્રેન્ડિંગ થઈ રહેલ આ ડાયટના ફાયદા ઉપરાંત કેટલાક નુકસાન પણ જાણી લો...

અત્યારે OMAD Diet નો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જો કે આ આહારશૈલી પ્રાચીન કાળથી પ્રચલિત છે. આ પ્રકારના ડાયટના ફાયદા ઉપરાંત કેટલાક નુકસાન પણ છે. જેને જાણો વિગતવાર.
omad diet   ટ્રેન્ડિંગ થઈ રહેલ આ ડાયટના ફાયદા ઉપરાંત કેટલાક નુકસાન પણ જાણી લો
Advertisement
  • OMAD Diet ના ફાયદા
    - વજન ઘટે છે
    - સમય બચે છે
    - પાચનતંત્ર મજબૂત થાય છે
  • OMAD Diet ના ગેર ફાયદા
    - નબળાઈ અનુભવાય છે
    - સ્વભાવ ચીડિયો થઈ જાય છે
    - વધુ પડતો ખોરાક લેવાથી અકળામણ અનુભવાય છે

OMAD Diet : અત્યારે ડાયેટિશિયન, જીમ ટ્રેનર અને ડોક્ટર્સ વજન ઓછું કરતા લોકોને OMAD Diet ફોલો કરવાનું કહે છે. મેદસ્વી લોકો OMAD Diet ને હોંશે હોંશે ફોલો પણ કરી રહ્યા છે. જો કે OMAD Diet એ પ્રાચીનકાળથી ચાલી આવતી આહારશૈલી છે. આપણે વ્યવહારુ ભાષા અને લોકબોલીમાં આ આહારશૈલીને એકટાણું કહીએ છીએ. OMAD Diet ના ફાયદા ચોક્કસ છે પરંતુ તેના આંધળા અનુકરણથી કેટલાક નુકસાન પણ થઈ શકે છે.

શું છે OMAD Diet ?

OMAD Diet નું ફૂલ ફોર્મ છે One Meal A Day-OMAD એટલે કે દિવસમાં માત્ર 1 જ વાર જમવું. 24 કલાકમાં નક્કી કરેલા માત્ર એક જ સમયે ખોરાક લેવો અને બાકીના 23 કલાક ખોરાક જ નહીં લેવાનો આ આહારશૈલીને OMAD Diet કહે છે. OMAD Diet ફોલો કરતા લોકોએ જે સમય ખોરાક લેવાનું નક્કી કર્યુ હોય તે સમયને બરાબર સાચવવાનો હોય છે. તેમાં ઉપર નીચે ન થવું જોઈએ. તમે 24 કલાકમાંથી જે કલાકમાં ખોરાક લેવાનું કે જમવાનું નક્કી કર્યુ છે તે સમયે જમીજ લેવું ઉચિત છે કારણ કે બાકીના 23 કલાક તમારે ખોરાક લેવાનો નથી.

Advertisement

OMAD Diet ના ફાયદા

કેટલાક કિસ્સામાં મેદસ્વી લોકોને આ OMAD Diet ફોલો કરવાથી અમુક અંશે રિઝલ્ટ મળ્યું છે. જો કે OMAD Diet માં ચોક્કસ રિઝલ્ટ મેળવવા માટે તેનો ચુસ્તપણે અમલ કરવો જરુરી છે. જેમાં તમારે બળજબરીપૂર્વક 23 કલાક ભૂખ્યા રહેવું પડે છે. જો તમે આ OMAD Diet ફોલો કરો છો તો તમારે સતત 23 કલાક સુધી કેલરી ઈનટેક લીધા વિના રહેવાની ટેવ પાડવી પડશે. 23 કલાક ભૂખ્યા રહેવાથી તમારા પાચનતંત્રના અવયવોને આરામ મળે છે. જેથી લાંબાગાળે આપનું પાચનતંત્ર મજબૂત થાય છે. OMAD Diet માં વારંવાર ભોજન ન લેવાનું હોવાથી આપનો સમય પણ બચે છે. આપ અન્ય કાર્યમાં આ સમયનો ઉપયોગ કરી શકો છો.

Advertisement

ટૂંકમાં,
OMAD Diet ના ફાયદા
- વજન ઘટે છે
- સમય બચે છે
- પાચનતંત્ર મજબૂત થાય છે

આ પણ વાંચોઃ Covid-19 : કોરોના વકરી રહ્યો છે ત્યારે જ આરોગ્ય સેતુ અને કોવિન જેવી સરકારી એપ ઠપ થઈ ગઈ

OMAD Diet ના ગેર ફાયદા

OMAD Diet ને ફોલો કરતા લોકોએ જો આ આહારશૈલીનું ચોકસાઈથી પાલન ન કર્યુ તો તેના કેટલાક ગેરફાયદા પણ થઈ શકે છે. જેમાં દિવસમાં માત્ર 1 જ વાર જમવાનું હોવાથી લોકો એકસાથે ખૂબ જ ખોરાક ખાઈ લે છે. જેનાથી અપચો કે અકળામણ જેવી સમસ્યાઓ થઈ શકે છે. OMAD Diet ને ફોલો કરવાથી તમને ક્યારેક નબળાઈ પણ આવી શકે છે. તમે જો 1 વાર જમો છો અને તેમાંય યોગ્ય માત્રામાં ખોરાક ન લેવાયો હોય તો આપને બાકીના 23 કલાક દરમિયાન નબળાઈ અનુભાવાઈ શકે છે. જો તમે નબળાઈ અનુભવશો અને કંઈક ખાઈ લેશો તો OMAD Diet ફોલો નહિ થાય અને જો કંઈક નહીં ખાવ તો તમને આ સંજોગોમાં નબળાઈ કે થાક અનુભવાશે. OMAD Diet ફોલો કરો ત્યારે શરુઆતમાં તમને ભૂખે રહેવાની આદત હોતી નથી. તેથી તમને વારંવાર ભૂખ લાગે છે અને તમે OMAD Diet ફોલો કરવા માટે 23 કલાક સુધી કંઈ પણ ખોરાક લેતા નથી. આ સંજોગોમાં તમારા પેટ અને મગજ વચ્ચેનો સુમેળ ખોરવાય છે. તેથી તમારો સ્વભાવ ચીડીયો થઈ જાય છે.
ટૂંકમાં,

OMAD Diet ના ગેર ફાયદા
- નબળાઈ અનુભવાય છે
- સ્વભાવ ચીડિયો થઈ જાય છે
- વધુ પડતો ખોરાક લેવાથી અકળામણ અનુભવાય છે

(ડીસ્કલેમરઃ આ આર્ટિકલમાં આપવામાં આવેલ માહિતી મીડિયા રિપોર્ટ પરથી લેવામાં આવી છે. આ માહિતી આપની જાણકારી સારુ છે. આ માહિતીની અસરકારકતાની Gujarat First પુષ્ટી કરતું નથી.)

આ પણ વાંચોઃ   Health Tips : શું તમે વધુ પડતી ચાના સેવનથી થતાં નુકસાન વિશે જાણો છો ?

Tags :
Advertisement

.

×