Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Overthinking : યુવાઓનું ઓવરથિંકિંગ એમની યુવાની ચોરી રહ્યું છે?

શું તમે પણ ઓવરથિંકિંગના શિકાર છો? સોશિયલ મીડિયા અને કરિયરના ટેન્શનમાંથી બહાર નીકળવા અને વર્તમાનમાં જીવવા માટે સરખામણી કરવાનું બંધ કરો
overthinking   યુવાઓનું ઓવરથિંકિંગ એમની યુવાની ચોરી રહ્યું છે
Advertisement
  • Overthinking : શું તમે પણ ઓવરથિંકિંગના શિકાર છો? સોશિયલ મીડિયા અને કરિયરના ટેન્શનમાંથી બહાર નીકળવા અને વર્તમાનમાં જીવવા માટે સરખામણી કરવાનું બંધ કરો.

Overthinking : આપણે બધાએ ક્યારેક અનુભવ્યું છે કે જ્યારે લેપટોપ કે મોબાઈલમાં એકસાથે 20-25 ટેબ્સ (Tabs) ખુલી જાય ત્યારે તે ‘હેંગ’ થઈ જાય છે. આપણી પેઢી સાથે અત્યારે બરાબર આવું જ થઈ રહ્યું છે. પણ ફરક એટલો છે કે અહીં હેંગ મોબાઈલ નથી થતો, આપણું મગજ થાય છે. આને આપણે કહીએ છીએ — ઓવરથિંકિંગ.

Overthinking :  ઇન્સ્ટાગ્રામની રીલ્સ અને રિયલ લાઈફનો જંગ

આજના યુવાનો માટે ઓવરથિંકિંગનું સૌથી મોટું કારણ છે સરખામણી. ઇન્સ્ટાગ્રામ પર કોઈના વેકેશનના ફોટા કે કોઈના નવા ગેજેટ્સ જોઈને મનમાં વિચારોનું તોફાન શરૂ થાય છે: "શું હું પાછળ રહી ગયો છું?" આને કહેવાય છે FOMO (Fear Of Missing Out). આપણે બીજાની 'હાઈલાઈટ રીલ' જોઈને આપણી 'બિહાઈન્ડ ધ સીન્સ' Behind the Scenes લાઈફને કોસવા માંડીએ છીએ.

Advertisement

Overthinking :  ‘શું થશે?’ અને ‘જો આમ થયું તો?’ નું વિષચક્ર

કરિયર હોય કે રિલેશનશિપ, યુવાનો હંમેશા ભવિષ્યના કાલ્પનિક ડરમાં જીવે છે.

Advertisement

  • "જો મને સારી જોબ નહીં મળે તો?"

  • "જો તેણે મારો મેસેજ સીન કરીને રિપ્લાય ન આપ્યો તો?"

આ પ્રશ્નોના કોઈ અંત નથી. 

गतं न शोच्यं न च भविष्यं चिन्त्यम् ।

वर्तमानेन कालेन वर्तयन्ति विचक्षणाः ॥

(જે વીતી ગયું છે તેનો શોક ન કરો અને ભવિષ્યની ચિંતા ન કરો. બુદ્ધિશાળી લોકો માત્ર વર્તમાન ક્ષણમાં જ જીવે છે.)

 એનાલિસિસ પેરાલિસિસ: વિચારવામાં વિતાવેલી જિંદગી

યુવાનોમાં અત્યારે 'એનાલિસિસ પેરાલિસિસ' જોવા મળે છે. આપણે કોઈ પણ કામ શરૂ કરતા પહેલા એટલું બધું વિચારીએ છીએ કે મૂળ કામ કરવાનું જ રહી જાય છે. યાદ રાખો, પરફેક્ટ બનવાની લાયકાતમાં આપણે 'શરૂઆત' કરવાનું જ ભૂલી જઈએ છીએ. ઓવરથિંકિંગ તમારી નિર્ણય લેવાની ક્ષમતાને ખતમ કરી નાખે છે.

સંબંધોનું ‘ડિજિટલ’ પોસ્ટમોર્ટમ

આજે સંબંધોમાં ઝઘડા ઓછા અને 'ઓવર-એનાલિસિસ' વધુ છે. એક નાનકડા મેસેજ કે વોટ્સએપ સ્ટેટસ પાછળ છુપાયેલા અર્થો શોધવામાં આપણે કલાકો બગાડીએ છીએ. "તેણે આવું કેમ લખ્યું હશે?" - આવા વિચારો સંબંધોમાં શંકા અને માનસિક થાક સિવાય કંઈ આપતા નથી.

યુવાનો માટે ‘સ્માર્ટ લાઇફ હેક્સ’

જો તમારે આ માનસિક જાળમાંથી બહાર નીકળવું હોય, તો આ ટિપ્સ ફોલો કરો:

  • 2-મિનિટ રૂલ: જો કોઈ કામમાં બે મિનિટથી ઓછો સમય લાગે (જેમ કે કોઈને મેઈલ કરવો કે રૂમ સાફ કરવો), તો તેના વિશે વિચાર્યા વગર તરત કરી નાખો.

  • ડિજિટલ ડિટોક્સ: રાત્રે સૂતા પહેલા 1 કલાક ફોનથી દૂર રહો. બ્લુ લાઈટ અને સોશિયલ મીડિયાના વિચારો તમારી ઊંઘ અને શાંતિ બંને છીનવી લે છે.

  • બ્રેઈન ડમ્પ (Brain Dump): જ્યારે મગજ બહુ ભરાઈ જાય, ત્યારે એક કાગળ લો અને જે પણ વિચારો આવતા હોય તે લખી નાખો. મન હળવું થઈ જશે.

  • એક્શન લો (Just Do It): ઓવરથિંકિંગનો એક જ ઈલાજ છે—કામ શરૂ કરવું.

  • "उद्यमेन हि सिद्ध्यन्ति कार्याणि न मनोरथैः ।

  • न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः ॥ (કાર્યો મહેનતથી સિદ્ધ થાય છે, માત્ર ઈચ્છાઓ કે મનમાં વિચારો કરવાથી નહીં.)

તમારું મગજ એક શક્તિશાળી ટૂલ છે, પણ તેને તમારો માલિક ન બનવા દો. જીવન એ સોલ્વ કરવાની કોઈ 'પઝલ' નથી, પણ જીવવા માટેનો એક 'અનુભવ' છે. વિચારોને પાંખ આપો, પણ એટલી કે તમે ઊંચી ઉડાન ભરી શકો, ગૂંગળાઈ ન જાઓ.

યાદ રાખો, ૨૦ વર્ષ પછી તમને એ વાતનો અફસોસ નહીં હોય કે તમે ભૂલ કરી, પણ એ વાતનો અફસોસ ચોક્કસ હશે કે તમે વિચારતા રહી ગયા અને જિંદગી નીકળી ગઈ.

આજથી જ 'વિચારવાનું' ઓછું કરો અને 'જીવવાનું' શરૂ કરો!

જિંદગીના રસ્તાઓ તો સાવ સીધા હોય છે,

આપણે જ એને વિચારોના વળાંકો આપી ગૂંચવી નાખીએ છીએ.

આ પણ વાંચો : Symptoms and Treatment: Depression એટલે માત્ર રડવું નહીં, જાણો આ 'સાયલન્ટ કિલર' વિશે ચોંકાવનારી હકીકત

Tags :
Advertisement

.

×