ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Peacock Plant : ઘરે આ પ્લાન્ટ લગાવવાથી થશે રૂપિયાનો વરસાદ! જાણો તેના વિશે

માન્યતા અનુસાર, આ છોડ લગાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે, જેના કારણે આર્થિક સંકટ દૂર રહે છે.
08:08 AM Jan 05, 2025 IST | Vipul Sen
માન્યતા અનુસાર, આ છોડ લગાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે, જેના કારણે આર્થિક સંકટ દૂર રહે છે.
સૌજન્ય : Google
  1. ઘરમાં અમુક વૃક્ષોને લગાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે
  2. આ પ્રકારનો વધુ એક છોડ છે મોરપંખી એટલે કે પીકોક પ્લાન્ટ
  3. આ છોડ લગાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય તેવી માન્યતા

મોરપીંછનું જ્યોતિષ શાસ્ત્રની સાથે-સાથે વાસ્તુ શાસ્ત્રમાં પણ ખુબ મહત્ત્વ રહેલું છે. માન્યતાઓ અનુસાર ઘરમાં મોરપીંછ રાખવાથી ધનમાં વધારો થાય છે. જો કે, એવી જ રીતે ઘરમાં અમુક વૃક્ષોને લગાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા મુજબ, ઘરમાં તુલસી, મની પ્લાન્ટ રાખવાથી લક્ષ્મીનો વાસ થાય છે. આ પ્રકારનો વધુ એક છોડ છે મોરપંખી એટલે કે પીકોક પ્લાન્ટ. તેને ઘરમાં લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

જણાવી દઈએ કે પીકોક પ્લાન્ટ કૈલાથિયા જાતિનો છે, આમાંથી કૈલાથિયા મકોયાનાને પીકોક પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે તેના પહોળા પાંદડાઓની આકર્ષક પેટર્ન મોરના પીંછા જેવી લાગે છે. ખાસ વાત એ છે કે આ મોરનો છોડ ઘરમાં લગાવવો શુભ માનવામાં આવે છે. માન્યતા અનુસાર, આ છોડ લગાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે, જેના કારણે આર્થિક સંકટ દૂર રહે છે.

માહિતી અનુસાર, પીકોક પ્લાન્ટ માટે, પોટિંગ મિક્સર પસંદ કરવું જોઈએ જે ભેજ જાળવી રાખે અને પાણીનો નિકાલ પણ સારી રીતે હોય. આ માટે, કોકોપીટ, રેતી અને પરલાઇટનું મિશ્રણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. લીલાછમ અને આકર્ષક પાંદડાઓ માટે, જમીનની ગુણવત્તાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, જેથી રંગ પણ સારા હોય.

બીજ અથવા છોડ કેવી રીતે રોપવું ?

જો તમે બીજની મદદથી પીકોક પ્લાન્ટ લગાવવા માંગો છો તો બીજને ટ્રેમાં અથવા નાના વાસણમાં સારી ગુણવત્તાની પોટિંગમાં મૂકો. ત્યાર બાદ પોટિંગ મિક્સરને ભીનું કરો. દરેક બીજને લગભગ એક તૃતીયાંશ ઇંચ અથવા તેનાથી ઓછું ઊંડું વાવો. ભેજને રોકવા માટે પ્લાસ્ટિક રેપ અથવા બીજ ટ્રે કવરથી ઢાંકી દો. તેને 70 અને 85 ડિગ્રી F ની વચ્ચે ગરમ જગ્યાએ રાખો. માટીને થોડી ભેજવાળી રાખો પરંતુ, ક્યારેય ભીની ન કરો. જ્યારે છોડ એક થી 2 ઇંચ સુધી વધે છે, ત્યારે તેને મોટા પોટમાં ટ્રાન્સફર કરો.

આ પણ વાંચો - રાત્રે સૂતી વખતે વાળ બાંધીને કે પછી ખુલ્લા રાખીને મહિલાઓેએ સૂવું જોઈએ?

કેટલું પાણી આપવું ?

પીકોક પ્લાન્ટને પાણી આપવા અંગે સજાગ રહેવાની જરૂર હોય છે. પાંદડાઓનું વળી જવું પાણીની અછતની નિશાની હોઈ શકે છે. બીજી બાજુ, વધુ પડતું પાણી મૂળનાં સડોનું કારણ બની શકે છે. તેથી, અહીં સંતુલન કરવાની ખૂબ જ જરૂર હોય છે. જો કે, કેટલાક લોકો મોઇશ્ચર મીટરનો ઉપયોગ કરે છે, જેથી તેઓ જાણી શકે કે ક્યારે અને કેટલું પાણી આપવું. જો કે, છોડને વધુ પાણી આપવાને બદલે ઓછું પાણી આપવું વધુ સારું છે.

આ પણ વાંચો - સ્વર્ગ પણ ઝાંખું આ ગામની સામે, પણ પ્રવાસીઓ પ્રતિબંધ લગાવી રહ્યા!

સૂર્યપ્રકાશ અને ખાતર

પીકોક પ્લાન્ટને મજબૂત અને સીધો સૂર્યપ્રકાશ પસંદ નથી. આને કારણે, પાંદડાની પેટર્ન અને રંગ ઝાંખા થવા લાગે છે. તેથી, છોડને ફિલ્ટર કરેલ પ્રકાશમાં રાખવું યોગ્ય માનવામાં આવે છે. જો કે આ છોડ છાયામાં પણ જીવી શકે છે, પરંતુ તેનો વિકાસ ધીમો પડી જાય છે. આ સિવાય, નવા છોડમાં રંગની ઊંડાઈ વધારવા માટે પાંદડા પર નાઈટ્રોજન અને આયર્નનો છંટકાવ કરવો જોઈએ. શિયાળાનાં મહિનાઓ દરમિયાન, કોઈ ખાતરની જરૂર નથી કારણ કે ત્યાં કોઈ સક્રિય વૃદ્ધિ થતી નથી.

આ પણ વાંચો - Cracked Heel Remedies: ફાટી ગયેલી એડી નરમ થઈ જશે, શિયાળામાં આ ઉપાયો અપનાવો

Tags :
Breaking News In GujaratiCailatia Makoyanacocopeatgoddess-lakshmiGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiLifeStylemoney plantNews In GujaratiPeacock PlantTulsiVastu Shastra
Next Article