નારિયેળ પાણી પીધા પછી થોડા કલાકોમાં જ એક વ્યક્તિનું મોત, જો જો તમે આ ભુલ ના કરતા
- નારિયેળ પાણી પીધા પછી એક વ્યક્તિનું મોત
- MRI માં જાણવા મળ્યું કે મગજમાં સોજો છે
- નારિયેળની સેલ્ફ લાઈફ ખૂબ જ ટૂંકી હોય છે
Fungal Infection from Coconut Water : નાળિયેર પાણી ખૂબ જ હેલ્ધી હોય છે. તેમાં કુદરતી રીતે ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે, જે શરીરને પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા આવશ્યક તત્વો પૂરા પાડે છે. પરંતુ તેને ખોટી રીતે સંગ્રહિત કરવાથી મૃત્યુનુ જોખમ વધી શકે છે. તાજેતરમાં, આવો જ એક કિસ્સો જોવા મળ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડેનમાર્કમાં રહેતા એક વ્યક્તિનું નારિયેળ પાણી પીધા પછી મૃત્યુ થયું છે. જે બાદ નારિયેળ પાણીને લઈને ઘણા પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે. ચાલો જાણીએ શું છે મામલો...
નાળિયેર પાણી પીધા પછી એક વૃદ્ધનું મોત
નાળિયેર પાણી પીધાના થોડા કલાકો પછી 69 વર્ષીય વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. તેને ખૂબ પરસેવો થવા લાગ્યો, ઉબકા આવવા લાગ્યા અને ઉલટી થવા લાગી. આ ઉપરાંત, મૂંઝવણ, પીળી ત્વચા અને સંતુલન ગુમાવવા જેવા લક્ષણો પણ જોવા મળ્યા. જે બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. MRI માં જાણવા મળ્યું કે મગજમાં સોજો છે.
ICU માં મેટાબોલિક એન્સેફાલોપથીની સારવાર કરવામાં આવી હતી. મેટાબોલિકની સમસ્યાને કારણે મગજમી નિષ્ક્રિયતા થાય છે. હોસ્પિટલમાં દાખલ થયાના 26 કલાક પછી, તે બ્રેઈન ડેડ થઈ ગયા અને લાઈફ સપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યો. આ પછી ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
નાળિયેર પાણીથી આવી સમસ્યા કેમ થઈ?
ઇમર્જિંગ ઇન્ફેક્શિયસ ડિસીઝ જર્નલમાં કેસ રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, દર્દીએ હોસ્પિટલમાં પહોંચતાના 4.5 કલાક પહેલા સ્ટ્રો દ્વારા નાળિયેર પાણી પીધું હતું. પાણીનો સ્વાદ ખરાબ હતો, તેથી તેણે થોડી માત્રામાં જ પીધું. તેણે તેની પત્ની સાથે પણ આ વિશે વાત કરી. જ્યારે નારિયેળ ખોલવામાં આવ્યું ત્યારે તે અંદરથી સંપૂર્ણપણે સડેલું હતુ.
આ પણ વાંચો : જાણી લો...ઉનાળામાં શરીરને ઠંડક અને પોષણ આપતા વિવિધ રાયતાની રેસિપી
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે નારિયેળ છાલેલું હતું અને તેમાં સ્ટ્રો સરળતાથી નાખવા માટે જગ્યા હતી. આવા નારિયેળને રેફ્રિજરેટરમાં 4-5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રાખવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ નારિયેળ ખરીદ્યા પછી, તે માણસે તેને લગભગ એક મહિના સુધી ખુલ્લામાં રાખ્યું હતુ.
નારિયેળનો યોગ્ય રીતે સંગ્રહ કેમ કરવો જોઈએ?
નિષ્ણાતો કહે છે કે, ખુલ્લા નારિયેળને ફક્ત રેફ્રિજરેટરમાં જ રાખવું જોઈએ, કારણ કે તેની સેલ્ફ લાઈફ ખૂબ જ ટૂંકી હોય છે. ખોલ્યા વગરના નારિયેળને મહિનાઓ સુધી રૂમ ટેમ્પરેચર પર રાખી શકાય છે. છોલેલા નારિયેળને રેફ્રિજરેટરમાં ઝિપલોક બેગમાં હવાચુસ્ત પાત્રમાં સંગ્રહિત કરવું જોઈએ. આમ કરવાથી તમે તેનો ઉપયોગ 3 થી 5 દિવસ સુધી કરી શકો છો. જો નારિયેળને ખોટી રીતે સંગ્રહિત કરવામાં આવે તો તેમાં બેક્ટેરિયા વધે છે અને પછી તેનું સેવન કરવાથી ચેપ લાગી શકે છે. ક્યારેક, તે ખોરાકજન્ય રોગનું કારણ બની શકે છે અથવા તે જીવલેણ પણ હોઈ શકે છે.
આ પણ વાંચો : Protein Side Effects: શું વધુ પડતુ પ્રોટીન તમારા સ્વાસ્થ્ય માટે સારું છે કે નહીં? જાણો