Plastic In Eggs : બાપરે ! હવે ઈંડામાં પણ ભેળસેળ થવા લાગી
- Plastic In Eggs નો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે
- મહિલાએ ઓનલાઇન ઈંડા મંગાવ્યા બાદ બાફતા તેમાંથી રેસા નીકળ્યા
- આ ઈંડુ સામાન્ય કરતા અલગ તરી આવતું હોવાનો દાવો કરાયો
- સમગ્ર ઘટનાને સોશિયલ મીડિયામાં ઉજાગર કરવામાં આવી છે
Plastic In Eggs : તાજેતરમાં સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો ઝડપથી વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં શાલિની શર્મા (Shalini Sharma Viral Video) નામની એક મહિલા દાવો કરે છે કે, Zepto માંથી ખરીદેલા EggOz ના ઇંડાને ઉકાળ્યા પછી તેમાંથી પ્લાસ્ટિક જેવો પદાર્થ નીકળે છે. વીડિયોમાં, તે બાફેલા ઈંડાને તોડે છે, અને તેમાં પીળા, દોરા જેવા રેસા દેખાય છે. મહિલા દાવો કરે છે, કે આ ઈંડા જેવો દેખાતો પદાર્થ દબાવવા છતાં પણ તૂટતો નથી.
આ પણ વાંચો -------- 10-3-2-1-0 Sleep rule : માત્ર '10-3-2-1-0' ફોર્મ્યુલા અને મેળવો ઘોર નિદ્રા!
Plastic In Eggs, સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યો
શાલિનીના મતે, જો ઈંડાને અલગ રીતે રાંધવામાં આવ્યા હોત, તો તેણીએ કદાચ આ વાત ધ્યાનમાં ના આવી હોત. તેણીએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો, અને સ્વાસ્થ્ય તથા ખાદ્ય સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે, આ ઘટના બાદ, "Egg Plastic Claim," "Zepto Egg Viral Video," અને "Fake Egg Video" જેવા કીવર્ડ્સ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યા છે. વીડિયો વાયરલ થતાંની સાથે જ, ઘણા યુઝર્સે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ને ટેગ કર્યા છે, અને તપાસની માંગ કરી છે. લોકોએ પ્રશ્ન કર્યો કે, જો આ સાચું હોય તો આ સ્વાસ્થ્ય માટે ભારે જોખમી હોઈ શકે છે.
View this post on Instagram
Plastic In Eggs, અદાલતમાં જવા સલાહ
બીજી તરફ EggOz બ્રાન્ડે વીડિયોના કોમેન્ટ વિભાગમાં જવાબ આપ્યો છે. કંપનીએ જણાવ્યું કે, તે આ ઘટના પર દિલગીર અનુભવે છે, અને આ બાબતની તપાસ કરશે. તેમણે મહિલાને તેમના સંપર્ક માટેની માહિતી શેર કરવાની વિનંતી કરી છે, જેથી તેમની ટીમ આ સમસ્યાનો ઉકેલ લાવી શકે. કેટલાક યુઝર્સે પીડિત મહિલાને ગ્રાહક અદાલતમાં ફરિયાદ નોંધાવવાની સલાહ આપી છે, જ્યારે અન્ય લોકોએ સ્થાનિક બજારમાંથી ઈંડા ખરીદવાનું સૂચન કર્યું છે.
ગ્રાહકોએ સતર્ક રહેવું જરૂરી
આ કેસ મહત્વપૂર્ણ છે, કારણ કે, ઈંડા ઘણા લોકોના રોજિંદા આહારનો એક ભાગ છે. ભેળસેળયુક્ત અથવા નકલી ઉત્પાદનોનો ભય લોકોના વિશ્વાસ પર જોખમ ઉભુ કરે છે. જો કે, તપાસ હજુ પૂર્ણ થઈ નથી, આવા કિસ્સાઓમાં સતર્ક રહેવું મહત્વપૂર્ણ છે. આ વાયરલ વિડિયો આપણને શીખવે છે કે, ખાદ્ય ઉત્પાદનોમાં પારદર્શિતા અને ગુણવત્તા સર્વોપરી છે. અને ખરીદનારે પણ આ વાતનું ધ્યાન રાખવું પડશે.
આ પણ વાંચો ------ ક્યાંક તમારા ઈયરબડ્સ તમને બહેરા તો નથી કરી રહ્યા? અપનાવો આ 60:60 નિયમ!


