Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Pomegranate: મોતી જેવા દાડમના દાણા તમને પણ ભાવે છે? આ સમસ્યા ધરાવતા લોકોએ ન કરવું જોઈએ સેવન, આ લિસ્ટમાં તમે તો નથીને?

દાડમ એક એવું ફળ છે, જે નાનાથી મોટા અને વડીલો સૌકોઈને ભાવતું હોય છે. પણ આ જ ફ્રૂટ ક્યારેક નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. કેટલાક લોકો માટે આ ગુણકારી ફળ મુશ્કેલી ઉભી કરી શકે છે. કેટલીક એવી સમસ્યાઓ અને બીમારીઓ હોય છે. જેના લીધે આ ફ્રૂટ લઈ નથી શકાતું. હવે આ કઈ બીમારીઓ છે. તે જાણીએ...
pomegranate  મોતી જેવા દાડમના દાણા તમને પણ ભાવે છે  આ સમસ્યા ધરાવતા લોકોએ ન કરવું જોઈએ સેવન  આ લિસ્ટમાં તમે તો નથીને
Advertisement
  • Pomegranate: સ્વાસ્થ્ય માટે ફાયદાકારક દાડમ
  • કેટલાક લોકો માટે સાબિત થઈ શકે છે નુકસાનકારક
  • દાડમનું સેવન દરેક માટે લાભકારક નથી હોતું!

Pomegranate: દાડમ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો માટે તેનું સેવન નુકસાનકારક (Harmful) હોય શકે છે. જો તમે દવા લઈ રહ્યા છો, બ્લડ પ્રેશર ઓછું છે, અથવા સર્જરી કરાવવાના છો, તો દાડમ ખાતા પહેલા કેટલીક બાબતોને ચોક્કસ જાણી લેવી જોઈએ. નહિતર પસ્તાવા સિવાય કઈ નહીં કરી શકાય...

Pomegranate: ગુણોનો ખજાનો દાડમ

દાડમ એક એવું ફળ છે, જે લગભગ દરેકને પસંદ છે. તેને સ્વાદિષ્ટની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક (Beneficial) માનવામાં આવે છે. દાડમ એન્ટીઑકિસડન્ટ (Antioxidant), વિટામિન (Vitamin) અને હૃદયને સ્વસ્થ રાખનારા પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ જ કારણ છે કે, ડૉક્ટર્સ (Doctors) અને વડીલો ઘણીવાર દાડમ ખાવાની ભલામણ કરતા હોય છે.

Advertisement

Pomegranate NUKSAN 01_GUJARAT_FIRST

Advertisement

Pomegranate: બધા માટે ગુણકારી નથી?

પરંતુ દરેક સારી વસ્તુ, દરેક વ્યક્તિ માટે હોય તેવું નથી હોતું. કેટલાક લોકો માટે, દાડમ ખાવાથી ફાયદા થવાને બદલે નુકસાન થઈ શકે છે. ખાસ કરીને જો કોઈ વ્યક્તિ પહેલાથી જ કોઈ બીમારીથી પીડાતી હોય. અથવા દવા લઈ રહી હોય, તો દાડમનું સેવન સાવધાની સાથે કરવું જોઈએ. ચાલો એવા લોકો વિશે જાણીએ જેમણે દાડમ ખાવાનું ટાળવું જોઈએ.

આ પણ વાંચો---North India: ગાઢ ધુમ્મસ અને કડકડતી ઠંડીની ઝપેટમાં દિલ્હી-NCR, અત્યંત ગંભીર શ્રેણીમાં AQI

જેમને ઓપરેશન કરાવવાનું હોય

દાડમ ખાતા પહેલા સાવધાની રાખવી જોઈએ. ડૉકટર્સ કહે છે કે દાડમ ચોક્કસ દવાઓ અને એનેસ્થેસિયા (Anesthesia) સાથે રિએક્શન (Reaction) કરી શકે છે. અને તે લોહી જામી જવાની પ્રક્રિયાને પ્રભાવિત કરી શકે છે. જેનાથી સર્જરી (Surgery) દરમિયાન વધુ પડતું બ્લિડિંગ (Bleeding) નું જોખમ વધી શકે છે. માટે મોટાભાગના ડૉક્ટર્સ સર્જરીના ઓછામાં ઓછા 15 દિવસ પહેલા જ દાડમનું સેવન ટાળવાની સૂચના આપે છે.

Pomegranate NUKSAN 02_GUJARAT_FIRST

જે લોકોને દવા લેવી પડતી હોય

જો તમે બ્લડ પ્રેશર (Blood pressure), હૃદય (Heart), લોહી પાતળું કરવા અથવા કોલેસ્ટ્રોલ (Cholesterol) ની દવાઓ લઈ રહ્યા છો, તો દાડમ ખાતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે. દાડમ લીવર એન્ઝાઇમ્સ (Liver enzymes) ને અસર કરી શકે છે. જે દવાઓની અસરને ઘટાડે છે. પરીણામે દવાઓ લાંબા સમય સુધી શરીરમાં રહે છે. જેનાથી આડઅસરોનું જોખમ વધે છે.

આ પણ વાંચો---Andhra Pradesh: નવા વર્ષના આગમન પહેલા ટ્રેન દુર્ઘટના!, બે કોચમાં આગ લાગતા મુસાફરનું મોત

દાડમ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. પરંતુ તે પહેલાથી જ લો બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે સમસ્યાઓનું કારણ બની શકે છે. વધુ પડતા દાડમ ખાવાથી ચક્કર આવવા, નબળાઈ આવવા, ઝાંખી દ્રષ્ટિ અથવા બેભાન થવાનું કારણ બની શકે છે. આ વ્યક્તિઓએ મર્યાદિત માત્રામાં દાડમનું સેવન કરવું જોઈએ .

Pomegranate NUKSAN 03_GUJARAT_FIRST

પેટની સમસ્યાઓ ધરાવતા લોકો

દાડમમાં સારી માત્રામાં ફાઇબર (Fiber) હોય છે. જે સામાન્ય રીતે પાચન માટે સારું હોય છે. જોકે, સંવેદનશીલ પેટ અથવા IBS જેવી સ્થિતિ ધરાવતા લોકોને દાડમ ખાધા પછી ગેસ, પેટમાં દુખાવો અથવા ખેંચાણનો અનુભવ થઈ શકે છે. કેટલાક લોકોને ઓછી માત્રામાં પણ અસ્વસ્થતા અનુભવાય છે.

Pomegranate NUKSAN 04_GUJARAT_FIRST

એલર્જી ધરાવા લોકો દૂર રહે

કેટલાક લોકોને દાડમથી એલર્જી (Allergy) હોઈ શકે છે. દાડમ ખાવાથી ખંજવાળ, ત્વચા પર ફોલ્લીઓ, હોઠ કે ગળામાં સોજો આવવો, અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. જો તમને દાડમ ખાધા પછી બળતરા, ખંજવાળ અથવા અન્ય કોઈ અસ્વસ્થ લક્ષણોનો અનુભવ થાય, તો તરત જ તેને ખાવાનું બંધ કરો અને ડૉક્ટરની સલાહ લો.

ખાસ નોંધ-- ઉપરોક્ત દર્શાવેલા નિર્દોશોનું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે.

આ પણ વાંચો---Perfect Masala Chai: જીવનનું અમૃત ‘ચા’, ક્યાક તમે પણ ખોટી પદ્ધતિથી નથી બનાવતા ને, શીખી લો પરફેક્ટ રીત...

આ પણ વાંચો---Health: યુવતીઓ માટે દરરોજ રનિંગ કરવું કેટલું સલામત?, WHO એ શું સલાહ આપી?

Tags :
Advertisement

.

×