Pumpkin Seeds: કોળાના બીજ સ્વાસ્થય માટે છે ફાયદાકારક, જાણો તેના અદભૂત ફાયદા
- Pumpkin Seeds સ્વાસ્થય માટે છે ફાયદાકારક
- કોળાના બીજના સેવનથી સ્વાસ્થય રહેશે સારૂં
- બીજ અનેક બિમારી માટે છે વરદાન
કોળાના બીજ દેખાવમાં ભલે નાના હોય, પરંતુ તેના સ્વાસ્થ્ય લાભો અદ્ભુત છે. ઝીંક, મેગ્નેશિયમ, ઓમેગા-3 ફેટી એસિડ અને એમિનો એસિડથી ભરપૂર આ બીજને સુપરફૂડનો દરજ્જો મળેલો છે. તમે ઘરે કોળામાંથી આ બીજ મેળવી શકો છો અથવા બજારમાંથી તૈયાર ખરીદી શકો છો. શેકેલા, કાચા કે ઓટ્સ, સલાડ કે દલીયામાં ભેળવીને તેનું સેવન કરી શકાય છે. ચાલો જાણીએ તેના ફાયદા
Pumpkin Seeds, ઊંઘ માટે વરદાન
કોળાના બીજમાં રહેલું ટ્રિપ્ટોફન એમિનો એસિડ મેલાટોનિન હોર્મોન વધારે છે, જે ઊંઘની સમસ્યાઓ દૂર કરી ગાઢ અને શાંતિપૂર્ણ ઊંઘ આપે છે.
Pumpkin Seeds, હૃદય માટે છે ફાયદાકારક
ઓમેગા-3, ઓમેગા-6, મેગ્નેશિયમ અને ઝીંકથી ભરપૂર આ બીજ બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે અને હૃદય રોગનું જોખમ ઘટાડે છે.
Pumpkin Seeds, રોગપ્રતિકારક શક્તિમાં કરે છે વધારો
ઝીંક અને એન્ટીઑકિસડન્ટથી યુક્ત આ બીજ રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે, જે વાયરલ અને બેક્ટેરિયલ ચેપથી રક્ષણ આપે છે.
પાચન માટે છે લાભદાયક
ફાઇબરથી ભરપૂર કોળાના બીજ પાચન સુધારે છે, કબજિયાત દૂર કરે છે અને પેટને સ્વસ્થ રાખે છે.
ડાયાબિટીસમાં પણ ફાયદાકારક છે
આ બીજ બ્લડ સુગર નિયંત્રિત કરે છે અને ઇન્સ્યુલિન સંવેદનશીલતા સુધારે છે, જે ટાઇપ-2 ડાયાબિટીસના જોખમને ઘટાડે છે.
સેવનની રીત
રોજ એક ચમચી શેકેલા બીજ ખાઓ.
સલાડ, સ્મૂધી કે ઓટ્સમાં ઉમેરો.
નાસ્તા તરીકે ગમે ત્યારે ખાઓ.
(ડિસ્કલેમરઃ આ લેખમાં આપેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. Gujarat First આ માહિતીની અસરકારકતાની પુષ્ટિ કરતું નથી.)
આ પણ વાંચો: Removing Termites : ઉધઈથી છુટકારો મેળવવા અજમાવો આ સરળ અને કુદરતી ઉપાયો