Rice and Weight : રાત્રે ભાત ન ખાશો, નહીંતર જાડા થઈ જશો ?
Rice and Weight : શું રાત્રે ભાત(Rice) ખાવાથી વજન વધે છે? જાણો વજન વધવાનું અસલી કારણ, બ્રાઉન રાઇસના ફાયદા અને રાત્રિના ભોજન (Dinner) પાછળનું સાચું વિજ્ઞાન જાણીએ.
ભારતીય ઘરોમાં અવારનવાર એક સલાહ સાંભળવા મળે છે કે- "રાત્રે ભાત ન ખાવા જોઈએ, વજન વધી જશે!" ખાસ કરીને જે લોકો વજન ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તેઓ રાત્રિના ભોજન (ડિનર)માંથી ભાતને સંપૂર્ણપણે બાકાત કરી દે છે. પરંતુ શું ખરેખર રાત્રે ભાત ખાવાથી સ્થૂળતા (જાડાપણું) આવે છે? કે પછી આ પેઢીઓથી ચાલી આવતી એક સામાન્ય ગેરસમજ છે?
દિલ્હીની હોસ્પિટલના જનરલ ફિઝિશિયન ડોક્ટરોના જણાવ્યા અનુસાર, આ માન્યતા પાછળનું વિજ્ઞાન તદ્દન અલગ છે. ચાલો સરળ ભાષામાં સમજીએ કે અસલી સત્ય શું છે.
Rice and Weight : વજન વધવાનું અસલી કારણ શું છે?
ડોક્ટરોના મતે, તમારું વજન વધવું કે ઘટવું એ કોઈ એક ચોક્કસ વસ્તુ ખાવા પર નિર્ભર નથી કરતું. આ સંપૂર્ણપણે એ વાત પર આધાર રાખે છે કે તમે આખા દિવસમાં કુલ કેટલી કેલરી લીધી છે (Calorie Intake) અને તમે કેટલી શારીરિક મહેનત કરો છો.
જો તમે તમારી જરૂરિયાત કરતાં વધુ કેલરી ખાઓ છો, તો તમારું વજન વધશે જ—પછી ભલે તે કેલરી ભાતમાંથી આવી હોય કે અન્ય કોઈ ખોરાકમાંથી. તેથી, માત્ર રાત્રે ભાત ખાવાને વજન વધવા માટે સીધું જવાબદાર ગણી શકાય નહીં.
જમણમાં ભાતને 'વિલન' કેમ માનવામાં આવે છે?
કાર્બોહાઇડ્રેટ્સનો સ્ત્રોત: ભાતમાં ભરપૂર માત્રામાં કાર્બોહાઇડ્રેટ=Carbohydrates હોય છે, જે આપણા શરીરને ઉર્જા (Energy) આપે છે.
શારીરિક પ્રવૃત્તિનો અભાવ: જ્યારે આપણે રાત્રે ખોરાક લઈએ છીએ, ત્યારે ત્યારબાદ આપણી ફિઝિકલ એક્ટિવિટી નહિવત થઈ જાય છે.
ફેટનું પ્રમાણ વધવું: આવી સ્થિતિમાં જો તમે ખૂબ વધારે માત્રામાં ભાત ખાઈ લો છો અને તમારી દિવસભરની કેલરી મર્યાદા પાર થઈ જાય છે, તો તે વધારાની ઉર્જા શરીરમાં ચરબી (Fat) તરીકે જમા થવા લાગે છે. બસ આ જ કારણે લોકોના મનમાં એવું બેસી ગયું છે કે રાત્રે ભાત ખાવાથી જાડા થવાય છે.
માત્ર ભાત નહીં, તેની ગુણવત્તા પણ મહત્વની છે
એ જાણવું પણ ખૂબ જરૂરી છે કે દરેક પ્રકારના ભાત એકસરખા નથી હોતા:
બ્રાઉન રાઇસ વિરુદ્ધ વ્હાઇટ રાઇસ: સફેદ ભાતની સરખામણીમાં બ્રાઉન રાઇસ-Brown rice કે ઓછા પોલિશ કરેલા ભાતમાં ફાઇબરનું પ્રમાણ ઘણું વધારે હોય છે. ફાઇબરના કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે.
સંતુલિત આહાર (Balanced Diet): જો તમે ભાતને એકલા ખાવાને બદલે દાળ, અઢળક શાકભાજી અને પ્રોટીનયુક્ત વસ્તુઓ (જેમ કે પનીર કે કઠોળ) સાથે મિક્સ કરીને ખાઓ છો, તો તે એક પરફેક્ટ બેલેન્સ ડાયટ બની જાય છે. આનાથી બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે અને તમે ઓવરઈટિંગ (વધુ પડતું ખાવા)થી બચી જાઓ છો.
પાચન અને ઊંઘ પર ભાતની અસર
દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે. કેટલાક લોકો માટે રાત્રે ભાત ખાવા પચવામાં ખૂબ જ સરળ હોય છે અને તેનાથી તેમને ઊંઘ પણ ખૂબ સારી આવે છે. બીજી તરફ, અમુક લોકોને રાત્રે વધુ ભાત ખાધા પછી પેટમાં ભારેપણું લાગી શકે છે. આનો સીધો અર્થ એ છે કે ભાતની અસર દરેક વ્યક્તિની લાઈફસ્ટાઈલ, પાચનશક્તિ અને સ્વાસ્થ્ય મુજબ અલગ-અલગ હોય છે.
ખેલ માત્ર સંતુલન (Balance)નો છે!
રાત્રે ભાત ખાવાથી વજન વધે છે એ વાત સંપૂર્ણ સત્ય નથી. જો તમે નિયમિત કસરત કરો છો, દિવસભરની કેલરીનું ધ્યાન રાખો છો અને મર્યાદિત માત્રામાં ભાત ખાઓ છો, તો રાત્રે ખાધેલા ભાત ક્યારેય તમારું વજન નહીં વધારે. વજન કંટ્રોલ કરવા માટે તમે કયા સમયે ખાઓ છો તેના કરતાં વધુ એ મહત્વનું છે કે તમે કેટલું ખાઓ છો, કેવું ખાઓ છો અને તમારી ઓવરઓલ લાઈફસ્ટાઈલ કેવી છે. તેથી, યોગ્ય માત્રામાં અને સંતુલિત આહાર તરીકે ભાતને બિન્દાસ તમારા ડાયટનો ભાગ બનાવો!
આ પણ વાંચો : Bitter reality of married life : પરિણીત સ્ત્રીઓનું મનોવિજ્ઞાન અને વાસ્તવિકતા: પોતાના જ ઘરમાં 'આશ્રિત'

