Sattu Chilla Recipe: સવારની ઉતાવળમાં ઝટપટ બની જશે આ હેલ્ધી સત્તુ ચિલ્લા, સ્વાદમાં પણ છે લાજવાબ!
- Sattu Chilla Recipe: સુપરફૂડ સત્તુ ચિલ્લા
- વજન ઘટાડવું છે? તો નાસ્તામાં ટ્રાય કરો આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક સત્તુ ચિલ્લા
- એનર્જીથી ભરપૂર દિવસ માટે બેસ્ટ છે આ 'સત્તુ ચિલ્લા', નોંધી લો તેની સરળ રીત
Sattu Chilla Recipe: નાસ્તો (Breakfast) એ દિવસનો સૌથી મહત્વપૂર્ણ ભોજન માનવામાં આવે છે. પરંતુ ઘણીવાર ઉતાવળમાં લોકો પાસે નાસ્તો બનાવવાનો સમય (Time) નથી હોતો. જેના લીધે તેઓ ભૂખ્યા પેટે જ ઓફિસે જતા રહે છે. અથવા તો કઈ પણ ખાઈને નાસ્તો કરી લેતા હોય છે. પરંતુ આજે અમે તમારી માટે એક એવી રેસીપી લઈને આવ્યા છે. જે સ્વાદમાં બેસ્ટ તો છે જ, સાથે જ હેલ્ધી ફૂડ છે. અને તેમાંય તેને ઝડપથી બનાવી શકશો. અને સવારે ભાગદોડમાં તમારો સમય પણ વેસ્ટ નહીં થાય.
Sattu Chilla Recipe:સત્તુમાંથી બનેલા ચીલા
સત્તુ, અથવા શેકેલા ચણાનો લોટ, પ્રોટીન (Protein), ફાઇબર (Fiber), આયર્ન (Iron), મેંગેનીઝ (Manganese) અને અન્ય ઘણા જરૂરી પોષક તત્વો (Nutrients) થી ભરપૂર હોય છે. તે તાત્કાલિક ઉર્જા પ્રદાન કરે છે. અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. સત્તુમાં રહેલું પ્રોટીન અને ફાઇબર પાચનમાં મદદ કરે છે. અને આંતરડાના સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે. તેથી જો તમે સ્વસ્થ, સ્વાદિષ્ટ (Delicious) અને ઝડપી નાસ્તાનો વિકલ્પ શોધી રહ્યા છો, તો સત્તુ ચીલા અજમાવી જુઓ.
ચાલો જાણીએ કે સત્તુના ચીલા કેવીરીતે બનશે
Sattu Chilla Recipe: ચીલા બનાવવા માટે જોઈતી સામગ્રી
- સત્તુ -અડધો કપ
- ચણાનો લોટ -અડધો કપ
- સોજી -1/3 કપ
- દહીં -અડધો કપ
- ડુંગળી -અડધી (બારીક સમારેલી)
- ટામેટા -અડધું (બારીક સમારેલું)
- લીલા મરચાં -1-2 (બારીક સમારેલા)
- કોથમીરના પાન (સમારેલા)
- સ્વાદ પ્રમાણે મીઠું
- અજમો -1/2 ચમચી
- એક ચપટી હળદર
આ પણ વાંચો---- Healthy Oats Recipe: ઓટ્સનો ટેસ્ટ બોરિંગ લાગે છે? અજમાવો આ મજેદાર રેસિપી અને સ્વાદ વધારો
Sattu Chilla Recipe: સત્તુ ચીલા બનાવવાની રીત
સૌ પ્રથમ, એક બાઉલમાં સત્તુ, ચણાનો લોટ, સોજી, દહીં અને થોડું પાણી ઉમેરીને સ્મૂધ બેટર બનાવો.
હવે તેમાં ડુંગળી, ટામેટા, લીલા મરચા, કોથમીર અને અન્ય મસાલા ઉમેરીને સારી રીતે મિક્સ કરો.
તવાને ગરમ કરો અને તેના પર થોડું તેલ અથવા બટર લગાવો.
તવા પર બેટર રેડો અને તેને ગોળાકાર આકારમાં ફેલાવો.
ધીમા તાપે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો
હવે તમારા ગરમા ગરમ સત્તુ ચીલા તૈયાર છે. જેને તમે દહીં અને લીલા ધાણાની ચટણી સાથે પીરસી શકો છો.
આ પણ વાંચો---- Sweet potato: બજારમાં વેચાઈ રહ્યા કેમિકલવાળા શક્કરિયા! માત્ર 2 મિનિટમાં ચેક કરો અસલી છે કે નકલી
આ પણ વાંચો---- Japan Tourism: ભારતીયો જાપાન તરફ કેમ દોડી રહ્યા છે? 2025માં 3 લાખનો રેકોર્ડ!


