Eye Comfort Mode : સ્ક્રીન પર જોતા આંખની તકલીફ હળવી કરતો વિકલ્પ
Eye Comfort Mode : આજના સમયમાં, સ્માર્ટફોન અને લેપટોપ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે. ઓફિસનું કામ હોય, ઓનલાઈન ક્લાસ હોય કે મનોરંજન, દરેક કામ હવે સ્ક્રીન દ્વારા થઈ રહ્યું છે. પરંતુ કલાકો સુધી સતત સ્ક્રીન પર જોવાને કારણે તેની આંખો પર ખરાબ અસર થવા લાગી છે. ઘણા લોકોને આંખોમાં બળતરા, દુખાવો, ભારેપણું, ઝાંખી દ્રષ્ટિ અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમે પણ આવી સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો ફોન અને લેપટોપનું એક નાનું સેટિંગ તમારી આંખોને ઘણી રાહત આપી શકે છે.
Eye Comfort Mode, કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ
લાંબા સમય સુધી મોબાઇલ કે લેપટોપનો ઉપયોગ કરવાથી આંખો પર દબાણ વધે છે. તબીબી ભાષામાં તેને ડિજિટલ આઇ સ્ટ્રેન અથવા કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ કહેવામાં આવે છે. સ્ક્રીનના તેજ પ્રકાશને સતત જોવાથી આંખો ઝડપથી થાકી જાય છે અને ધીમે ધીમે સમસ્યા વધવા લાગે છે.
Eye Comfort Mode, ફિલ્ટરનો ઉપયોગ કરવાની ભલામણ
સ્માર્ટફોન અને લેપટોપની સ્ક્રીનમાંથી વાદળી પ્રકાશ (Blue Light) નીકળે છે. આ પ્રકાશની સીધી અસર આંખોના રેટિના પર પડે છે. લાંબા સમય સુધી તેના સંપર્કમાં રહેવાથી આંખોમાં બળતરા, પાણી આવવું અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. એટલા માટે નિષ્ણાતો બ્લુ લાઇટ ફિલ્ટરનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે.
ફક્ત એક્ટિવ કરવાની જરૂર
જો તમે તમારા ફોન કે લેપટોપ પર બ્લુ લાઈટ ફિલ્ટર ચાલુ કરો છો, તો સ્ક્રીનનો પ્રકાશ થોડો ગરમ થાય છે. સ્ક્રીનનો રંગ થોડો પીળો દેખાય છે, જેનાથી આંખો પર ઓછો તાણ પડે છે. ખાસ વાત એ છે કે આ સુવિધા લગભગ બધા સ્માર્ટફોન અને લેપટોપમાં પહેલાથી જ હાજર છે, તેને ફક્ત એક્ટિવ કરવાની જરૂર છે.
સેટિંગ્સમાં વિકલ્પ મળી જશે
મોટા ભાગના ફોનમાં Eye Comfort Shield, Night Light, અથવા Night Shift નામનું સેટિંગ હોય છે. જેને તમે સેટિંગ્સમાં જઇને ડિસ્પ્લેના વિકલ્પમાં શોધી થકો છે. અને તેનો લાભ લઇ શકો છો. તેવી જ રીતે લેપટોપમાં પણ વિકલ્પ ઉપલબ્ધ હોય છે.
આ પણ વાંચો - Junk Food ની બાળકોના મગજ પર ચોંકાવનારી અસર સામે આવી !


