ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Sleep Apnea : ઉંધમાં મોટા અવાજે નસકોરા બોલવા સારી વાત નથી, જાણો તબીબ શું કહે છે

ડૉ. શિવાની સ્વામીના મતે, સ્લીપ એપનિયા (Sleep Apnea) એક એવો ડિસઓર્ડર છે, જેમાં ઊંઘ દરમિયાન શ્વાસ યોગ્ય રીતે લેવામાં આવતો નથી. તે અટકી જાય છે, અને શરૂ થાય છે, જેના પરિણામે નસકોરાં આવે છે. આ સમસ્યા ફક્ત તેનાથી પીડિત વ્યક્તિને જ નહીં, પરંતુ પરિવારના અન્ય સભ્યોને પણ પરેશાન કરે છે
02:33 PM Oct 19, 2025 IST | PARTH PANDYA
ડૉ. શિવાની સ્વામીના મતે, સ્લીપ એપનિયા (Sleep Apnea) એક એવો ડિસઓર્ડર છે, જેમાં ઊંઘ દરમિયાન શ્વાસ યોગ્ય રીતે લેવામાં આવતો નથી. તે અટકી જાય છે, અને શરૂ થાય છે, જેના પરિણામે નસકોરાં આવે છે. આ સમસ્યા ફક્ત તેનાથી પીડિત વ્યક્તિને જ નહીં, પરંતુ પરિવારના અન્ય સભ્યોને પણ પરેશાન કરે છે

Sleep Apnea Sign And Cause : બદલાતી જીવનશૈલીએ લોકોની ખાવાની આદતો બદલી નાખી છે, જેના કારણે લોકો અનેક રોગોનો ભોગ પણ બન્યા છે. તણાવના કારણે લોકોને ઊંઘવામાં તકલીફ પડી રહી છે, ત્યારે સ્લીપ એપનિયા (Sleep Apnea) એક ગંભીર ઊંઘ વિકાર તરીકે ઉભરી આવ્યો છે. સ્લીપ એપનિયાના કિસ્સામાં જો યોગ્ય પગલાં ભરવામાં ના આવે તો મુશ્કેલી સર્જાઇ શકે છે.

સ્લીપ એપનિયા શું છે?

સ્લીપ સ્પેશિયાલિસ્ટ ડૉ. શિવાની સ્વામીના મતે, સ્લીપ એપનિયા (Sleep Apnea) એક એવો ડિસઓર્ડર છે, જેમાં ઊંઘ દરમિયાન શ્વાસ યોગ્ય રીતે લેવામાં આવતો નથી. તે અટકી જાય છે, અને શરૂ થાય છે, જેના પરિણામે નસકોરાં આવે છે. આ સમસ્યા ફક્ત તેનાથી પીડિત વ્યક્તિને જ નહીં, પરંતુ પરિવારના અન્ય સભ્યોને પણ પરેશાન કરે છે. સ્લીપ એપનિયાથી પીડિત લોકોને સામાન્ય રીતે પૂરતી ઊંઘ મળતી નથી, જેના કારણે તેઓ દિવસ દરમિયાન થાકેલા અને ઊંઘમાં રહે છે.

ઓક્સિજનનું સ્તર ઘટે છે

ડૉ. શિવાની સ્વામીએ વધુમાં સમજાવ્યું કે, નસકોરાં ઓક્સિજનનું સ્તર પણ ઘટાડે છે, જેના કારણે અન્ય ગંભીર સમસ્યાઓ થાય છે. આમાં, બ્લડ પ્રેશરમાં વધારો અને હૃદયને નુકસાન મુખ્ય છે. ચિંતાજનક વાત એ છે કે, ઊંઘની વિકૃતિઓ ધરાવતા દર્દીઓ હવે મોટા પ્રમાણમાં હોસ્પિટલોમાં પહોંચી રહ્યા છે.

કારણ ઓળખવું જરૂરી

જો કોઈ નસકોરાં કરે છે, તો તેનું કારણ સમજવું મહત્વપૂર્ણ છે. ચરબીયુક્ત ખોરાક અને બહારના ખોરાકના સેવનને કારણે આ દિવસોમાં સ્થૂળતા વધી રહી છે. આ આહારની બેદરકારીને કારણે જે રોગો વધી રહ્યા છે, તેમાંનો એક છે સ્લીપ એપનિયા (Sleep Apnea), એટલે કે નસકોરાં.

સ્લીપ એપનિયા ગમે ત્યારે જીવલેણ બની શકે છે.

ડૉ. શિવાની સ્વામી આગળ સમજાવે છે કે, આ વ્યક્તિને માત્ર યોગ્ય ઊંઘથી વંચિત રાખે છે તેમ નથી, તેની સાથે શરીરમાં ઓક્સિજનનું સ્તર પણ ઘટાડે છે. આ ક્યારેક જીવલેણ પણ બની શકે છે. નસકોરાં (Sleep Apnea) હાઈ બ્લડ પ્રેશરનું કારણ પણ બની શકે છે. સૌથી અગત્યનું, આ નાની દેખાતી સ્થિતિ હૃદય રોગ તરફ દોરી શકે છે. ધૂમ્રપાન કરનારાઓને પણ આ વિકારનું જોખમ રહેલું છે. આ સમસ્યામાં આનુવંશિક પરિબળો પણ ફાળો આપી શકે છે.

લોકો સતત થાક અનુભવે

જોરથી નસકોરાં (Sleep Apnea) બોલવાથી ઊંઘનો અભાવ હોય તો અનેક સમસ્યાઓ થઈ શકે છે. જ્યારે એ જરૂરી નથી, કે જે લોકો નસકોરાં નથી બોલતા તેઓ આ વિકારથી પીડાતા ના હોય, જો કોઈ વ્યક્તિ આઠ કલાકની ઊંઘ લીધા પછી પણ દિવસ દરમિયાન હતાશ અથવા થાક અનુભવે છે, તો તેઓ પણ આ વિકારથી પીડાતા હોઈ શકે છે.

લક્ષણો અને અસરો

નસકોરાંથી (Sleep Apnea) પ્રભાવિત લોકો ઊંઘ દરમિયાન વચ્ચે-વચ્ચે શ્વાસ લેવાનો અનુભવ કરે છે. પરિણામે, તેમને પૂરતી ઊંઘ મળતી નથી. તેઓ દિવસ દરમિયાન કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. સ્લીપ એપનિયા ધરાવતા લોકો દિવસભર સુસ્તી અનુભવે છે, સવારે માથાનો દુખાવો, સુકુ મોંઢુ અને ગળામાં દુખાવોની ફરિયાદ કરે છે. વાહન ચલાવતી વખતે તેમને સુસ્તી લાગી શકે છે. જ્યારે નસકોરા શરૂ થાય છે, ત્યારે તે એક સંકેત છે કે, ધમનીઓ હૃદય સુધી લોહી પહોંચાડવા માટે વધુ મહેનત કરી રહી છે. ક્યારેક લોકોને ખ્યાલ પણ નથી હોતો કે, તેઓ નસકોરા બોલી રહ્યા છે. જો નસકોરા ખૂબ જ હેરાન કરે તો ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

સ્લીપ એપનિયા (Sleep Apnea) ની સારવાર

આ પણ વાંચો -----  દિવાળી પહેલા હવાની ગુણવત્તા ગગડી, આ રીતે તમારા ફેફસાં મજબુત રાખો

Tags :
ExpertAdviseGujaratFirstgujaratfirstnewsLoudSnoringSleepApneasleeping
Next Article