Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Stairway to success : જીસ રફતાર સે તૂ નિકલ રહી હૈ ઝિંદગી એક ચાલાન તેરા ભી બનતા હૈ

શું પરિશ્રમ એ માત્ર મહેનત છે કે જીવનની સમસ્યાઓથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ? જાણો કેવી રીતે કામમાં ગળાડૂબ રહેવાથી માનસિક શાંતિ મળે છે અને નસીબના ભરોસે બેસી રહેવાને બદલે કર્મ દ્વારા વિપરીત પરિસ્થિતિને સફળતામાં બદલી શકાય છે. એકાગ્રતા અને લક્ષ્ય પ્રાપ્તિ માટે બસ મંડ્યા રહો
stairway to success    જીસ રફતાર સે તૂ નિકલ રહી હૈ ઝિંદગી એક ચાલાન તેરા ભી બનતા હૈ
Advertisement

Stairway to success : પરિશ્રમ, સતત  કામ,Hard work. જીવનની સૌથી મોટી, સૌથી સાત્વિક અને સૌથી ઉપયોગી પલાયનવૃત્તિ જ છે. કામમાં ગળાડૂબ થઇ ગયા પછી અનેક સમસ્યાઓ આપોઆપ છૂ થઇ જાય છે. એકાગ્રતાપૂર્વક કામ નથી થતું એવી ફરિયાદનો એક માત્ર ઇલાજ પણ કામ કરવાના પ્રયત્નોને ખંતપૂર્વક વળગી રહેવામાં છે. માથે આવી પડતી કોઇ પણ આપત્તિનો અનુભવ સુખદ તો ક્યાંથી હોવાનો પણ એવી પરિસ્થિતિઓમાંથી માણસ કેટલાક એવા પાઠ શીખી જાય છે જે એને જિંદગીભર કામ લાગતા રહે છે.

Stairway to success : વિપરીત પરિસ્થિતિ અને આત્મદર્શન

વિપરીત પરિસ્થિતિનો સૌથી મોટો ફાયદો એ કે એવા જ સમયે માણસને પોતાની ખરેખરી જાતને નજીકથી જોવાની તક મળે છે. એ વખતે એ એકલો પડી ગયો હોય છે. એની આસપાસનું પ્રસંશકોનું ટોળું વિખેરાઈ ચૂક્યું હોય છે. જીતવાની જીદમાં હાર-Defeat ની મઝા માણવાનું ચૂકી જવાય છે. હાર એટલે નવા અને વધુ સારા જીવનની દિશામાં એક ડગલું આગળ વધવાનો અવસર.

Advertisement

Stairway to success : સલામતીનો મોહ અને બંધિયાર જીવન

આવા અવસરને એક તક તરીકે ઝડપી લેવાને બદલે ઘણા લોકો સલામતીનો ખ્યાલ રાખીને બેસી રહે છે. સતત દરેક પાસે સલામતી મેળવવા ઇચ્છનારાઓનું જીવન ચારેબાજુથી બંધિયાર બની જાય છે. લાગણીની, આર્થિક, સામાજિક વગેરે અનેક સલામતીઓ પાછળ ભાગતા માણસો મૃત્યુ કરતાં વધારે જીવનથી ડરતા થઇ જાય છે. કોઈકે સાચું કહ્યું છે કે જહાજ કિનારા પર હોય ત્યારે તે સૌથી સલામત હોય છે, પણ એ જ શું એનો હેતુ છે?

Advertisement

Stairway to success - ગુમાવેલી તકનો અફસોસ અને વર્તમાનની ક્ષણ

હાથમાં આવેલી અનેક તક સરી જવા બદલ અફસોસ કર્યા કરતા લોકોને તમે મળ્યા છો? જે દૂધ ઢોળાઈ ચૂક્યું છે એમાંથી પોતે કેવી રીતે દહીં, છાશ, માખણ કે ઘી બનાવ્યા હોત એની કથા રસપ્રદ રીતે એ કહેતાં એમને આવડે છે. એમને માત્ર એટલી જ ખબર નથી કે ગુમાવેલી અનેક તક વિશે રંજ વ્યકત કરવામાં આવનારી બીજી અનેક તક તેઓ ગુમાવી બેસતા હોય છે. આવી કોઇ તક ચાલી જતી નથી, તમારે બદલે બીજું કોઇક એને ઝડપી લે છે. આવી તક ભૂતકાળના અફસોસો અને ભવિષ્યનાં સપનાંઓની વચ્ચે રહેલી વર્તમાનની ક્ષણમાં જ છુપાઈને પડી હોય છે.

લક્ષ્ય અને અમલીકરણ

રેશમી આવરણ ઓઢીને સૂતેલી આ તક માણસના જીવનની સૌથી નિકટ આવી ગઈ હોય ત્યારે આસપાસનું દરેક જણ તમે એ તકનો લાભ લો એની વિરુદ્ધમાં હોય છે. માણસે નક્કી કરી લેવાનું કે એણે આસપાસના લોકોનું સાંભળવું છે કે એકલા એના પોતાનુ લક્ષ્યો રાખી શકાય જીવનમાં, રાખવાં જ જોઇએ. જીવનમાં કેટલાક હેતુઓ તથા ઉમદા અને ઊંચા ધ્યેય-Goals  હોવા જોઇએ. તકલીક એક જ હોય છે કે મોટા ભાગના લોકો નિશાનને એકીટશે તાકીને બેસી રહે છે. એને સર કરવા તીર છોડવું અનિવાર્ય છે એવું ભાગ્યે જ કોઇક સમજે છે. સપનાં રાખવાનો શોખ ઘણાને હોય છે. પણ એ સપનાં સાકાર થવાની શક્યતા હોય તે જ ઘડીએ તેઓ નાહિંમત થઇને ભાંગી પડે છે.

સ્થગિતતા વિરુદ્ધ ગતિશીલતા

આગળ વધવાની પ્રક્રિયાને જેઓ મનની ચંચળતા ગણે છે તેઓ પોતાની સ્થગિતતાને, પોતાના બંધિયારપણાને સ્થિરતામાં, અડગતામાં ખપાવી દેવા આતુર હોય છે. એક જ સ્થળે અવિચળ બની પડી રહેવામાં એમને સલામતી લાગે છે. આવી સલામતીઓ પર કરોળિયા જાળાં બનાવે છે. એ જાળાંમાં વ્યક્તિ એ હદ સુધી ગૂંથાઇ જાય છે કે સ્થગિત થઇ જવાની ભૂલ સમજાયા પછી પણ એ કશું જ કરી શકતી નથી. લાચાર બનીને બેસી રહે છે, હાથ પર હાથ જોડીને પોતાના નસીબને કોસ્યા કરે છે.

નસીબ અને પૂર્વજન્મના કર્મોનો ભ્રમ

નસીબ-Luck પર દોષ ઢોળવો આસાન છે. આ તકદીર બિચારું કેટકેટલાંનાં દોષના ટોપલા પોતાના માથે ઓઢતું રહેશે? અને ક્યાં સુધી? વધુને વધુ પ્રયત્ન કરવાથી નસીબને નજીક ખેંચી શકાય છે એવું સમજવા કેમ કોઇ તૈયાર નથી? પ્રયત્નો પછી પણ નસીબ આડેનું પાંદડું હટતું ન હોય તો એમાં પૂર્વજન્મનાં કર્મનો કોઈ ફાળો નથી એવું કેમ કોઈ સમજતું નથી?

પોતે સારા હોવા છતાં પોતાની સાથે ખરાબ ઘટનાઓ શા માટે બનતી રહે છે એ વાત માણસ સમજી શકતો નથી.સતત એની જાતને એ પૂછ્યા કરે છે -WHY ME ? 

કોઈનું ય ક્યારેય કશું બગાડયું ન હોય છતાં પોતાનું શા માટે કશું સુધરતું નથી એવી મૂંઝવણ અનુભવનારાઓને સાંત્વન આપવા માટે એવું કહી દેવું બહુ આસાન છે કે આ તો તમારાં પૂર્વજન્મનાં કર્મનાં ફળ છે. પણ હકીકતમાં એવું કશું હોતું નથી. જૂના નાણાકીય વર્ષના અંતે બેલેન્સ કેરીડ ફોરવર્ડ થાય અને નવા વર્ષના આરંભે બેલેન્સ બ્રોટ ફોરવર્ડ થાય અને માણસના જન્મની બાબતમાં કે એના કર્મની બાબતમાં પણ આવું માનવું એ મૂઢતાની નિશાની ગણાય.

સતત કાર્યરત રહેવાનો સંકલ્પ

પરિશ્રમ, કામ, વર્ક. જીવનની સૌથી મોટી, સૌથી સાત્વિક અને સૌથી ઉપયોગી પલાયનવૃત્તિ આ જ છે. કામમાં ગળાડૂબ થઇ ગયા પછી અનેક સમસ્યાઓ આપોઆપ છૂ થઈ જાય છે.

એકાગ્રતાપૂર્વક કામ નથી થતું એવી ફરિયાદનો એક માત્ર ઇલાજ પણ કામ કરવાના પ્રયત્નોને ખંતપૂર્વક વળગી રહેવામાં છે. વધારે કામ કરવાથી વધારે સ્ફૂર્તિવાન બનાતું હોય છે. ઓછું કામ કરવાથી આળસાઈ જઈએ છીએ. કામ નહીં કરવાનાં અનેક બહાનાં મળી રહેવાના; કામ કરવા માટે એક જ કારણ પૂરતું છે: મારે જો આજીવન તાજામાજા રહેવું હશે, મારી આસપાસ પ્રફુલ્લિત વાતાવરણ મારે જોઈતું હશે, મારા સર્કલમાં તરવરિયા માણસો જોઈતા હશે તો મારે કામ કરવું પડશે. સતત કામ કરવું પડશે, ભરપૂર માત્રામાં કામ કરવું પડશે અને કોઈ એક લક્ષ્ય આંખ સામે રાખીને આ બધું કરવું પડશે.

આ પણ વાંચો : Train Missed Refund : ટ્રેન ઉપડી ગઈ તો પણ પૈસા પાછા મળશે! રેલવેનો આ નિયમ તમને ખબર છે?

Tags :
Advertisement

.

×