Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Stay fit after 40: આ રુટિન અપનાવાથી આપ 40 વર્ષની ઉંમર બાદ પણ રહેશો Fit and Fine

શું આપ 40 વર્ષની ઉંમર બાદ પણ Fit and Fine રહેવા માંગો છો. જો જવાબ હા હોયતો આ લેખ આપની માટે છે. અમે આપને જણાવીશું કે 40 વર્ષ બાદ સરળતાથી Fit and Fine કેવી રીતે રહી શકાય ? વાંચો વિગતવાર.
stay fit after 40  આ રુટિન અપનાવાથી આપ 40 વર્ષની ઉંમર બાદ પણ રહેશો fit and fine
Advertisement
  • 40 વર્ષ પછી પણ તંદુરસ્ત રહેવા અપનાવો ચોક્કસ Diet plan
  • ચોક્કસ સમયે ઊંઘ લેવાથી શરીર રહેશે સ્ફુર્તિલુ અને સ્વસ્થ
  • ચોક્કસ સમયે ચોક્કસ માત્રામાં આહાર લેવાથી 40 વર્ષ પછી થતા રોગોથી બચી શકાય છે

Stay fit after 40: માનવ શરીરની 40 વર્ષની ઉંમર બાદ લેવાતી કાળજી અને માવજત ખાસ હોવી જરૂરી છે. 40 વર્ષ બાદ શરીરની ક્ષમતા ટકાવી રાખવા માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવી આવશ્યક છે. જો આપ પણ 40 વર્ષની ઉંમર બાદ Fit and Fine રહેવા માંગતા હોવ તો કેટલીક બાબતો જાણી લો. જેમાં ચોક્કસ સમયે નિંદ્રા, ચોક્કસ Diet plan અને ચોક્કસ કસરતનો સમાવેશ થાય છે.

40 વર્ષ પછી જોવા મળતી સમસ્યાઓ

40 વર્ષની ઉંમર પછી શરીરમાં ઘણા ફેરફારો થાય છે. સાંધાના દુખાવા અને હૃદય રોગનું જોખમ વધે છે. હોર્મોનલ અસંતુલન જેવી સમસ્યાઓ પણ ઊભી થાય છે. 40 વર્ષની આસપાસના ડાયાબીટીસ દર્દીઓની સંખ્યા પણ કુદકે ભુસકે વધી રહી છે. 40 વર્ષની ઉંમર બાદ જોવા મળતી આ સમસ્યાઓથી બચવું હોય તો અહીં જણાવેલ ઉપાયો આજથી જ શરૂ કરી દો.

Advertisement

ચોક્કસ સમયે Routine Exercise

40 વર્ષ પૂરા થઈ ગયા બાદ તમારે કેટલીક ચોક્કસ Routine Exercise અને તે પણ ચોક્કસ સમયે તમારા ડેઈલી રુટીનમાં સામેલ કરવી જોઈએ. જેમકે ચાલવું, દોડવું, કુદવું, સાયકલિંગ, દોરડા કુદવા, પ્રાણાયમ અને આસન વગેરે. આ હળવી કસરતો દિવસના ચોક્કસ સમયે કરવી બહુ જરૂરી છે કારણ કે 40 વર્ષ પછી બોડી ક્લોકમાં નિયમિતતા આવે તે બહુ જરૂરી છે. આ Routine Exercise કરવાથી 40 વર્ષ બાદ થતા હૃદય રોગ, સ્ટ્રોક અને ટાઈપ 2 ડાયાબિટીસ જેવા રોગોનું જોખમ ઘટાડી શકાય છે.

Advertisement

આ પણ વાંચોઃ  World Liver Day 2025: Liver નો સૌથી મોટો દુશ્મન કોણ ? ખાંડ કે દારૂ, જાણો ડૉક્ટરનો અભિપ્રાય

ચોક્કસ Diet plan

40 વર્ષ બાદ પણ 20-30 વર્ષના ઉંમર જેવી સ્ફુર્તિ અને તંદુરસ્તી જાળવી રાખવી હોય તો ચોક્કસ Diet plan જાળવી રાખવી બહુ જરૂરી છે. તમારા આહારમાં ફળો, શાકભાજી, ફાઈબર, પ્રોટીન અને અનાજનો સમાવેશ કરો. તમે યોગ્ય ખોરાક પસંદ કરશો તો તમારા શરીરને થાક ઓછો લાગશે અને તણાવ પણ ઓછો થશે. તમારે એક ચોક્કસ Diet plan અપનાવવો જોઈએ. દિવસમાં ચોક્કસ સમયે જ ભોજન લેવું જોઈએ. ભોજન લેવામાં જો અનિયમિતતા રહેશે તો મેદસ્વિતા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર વગેરે જેવા રોગોનું જોખમ રહેલું છે. તેથી 40 વર્ષ પછી હંમેશા ચોક્કસ Diet plan ફોલો કરવો જોઈએ.

Routine Sleep

દરરોજ સમયસર સૂવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરરોજ એક જ સમયે સૂવાથી તમે સ્વસ્થ રહેશો. રાત્રે સાત થી આઠ કલાકની Routine Sleep લેવાનો પ્રયાસ કરો. જો તમે સૂવામાં અનિયમિત રહેશો તમને સ્ટ્રેસ, એસિડિટી, અપચો અને મેદસ્વીતા જેવી બિમારીઓ ઘેરી લેશે. આપ હંમેશા નિયત સમયે નિયત પ્રમાણમાં ઊંઘ લો. 40 વર્ષ પછી આમ કરવાથી તમારા શરીરને એક ચોક્કસ ટેવ પડી જશે. જેનાથી Routine Sleep એક દવા બની જશે જે તમારા શરીરને સ્ટ્રેસ અને વધુ પડતા થાકથી મુક્ત રાખશે.

આ પણ વાંચોઃ Diabetic Patients કેરી ખાઈ શકે કે નહીં ??? જાણો શું કહે છે Experts

Tags :
Advertisement

.

×