Cooler Tips : કુલરની દુર્ગંધથી પરેશાન છો? અપનાવો આ અસરકારક ઉપાયો
- Cooler Tips : કુલર (Air Cooler) માંથી આવતી દુર્ગંધ દૂર કરવાના સરળ નુસખા
- પાણી બદલવા છતાં ગંધ નથી જતી? તો આ કારણો હોઈ શકે જવાબદાર
- કૂલિંગ પેડ (Cooling Pads) માં જમા થયેલી ગંદકી અને ફૂગ (Fungus) બને છે ગંધનું મુખ્ય કારણ
- રૂમમાં તાજી હવા મેળવવા માટે કુલરની સાફ-સફાઈ અને એર ફ્લો (Air Flow) નું ધ્યાન રાખવું અનિવાર્ય
- સિઝન પૂર્ણ થયા પછી કુલરને યોગ્ય રીતે સૂકવીને રાખવાથી ગંધની સમસ્યા થશે દૂર
Cooler Tips : ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો અવનવા ઉપયા કરતા હોય છે. વર્તમાન સમયમાં મોટાભાગના લોકોના ઘરમાં એસી અને કુલરની સુવિધા હોય છે. પરંતુ કેટલીક વખત કુલરનો ઉપયોગ કરવાથી રુમમાં ઠંડક ફેલાવાની સાથે દુર્ગંધ પણ ફેલાતી હોય છે. કુલર ચાલુ કરતાની સાથે જ તેમાં આવતી દુર્ગંધ (Foul Smell) થી લોકો હેરાન પરેશાન થઈ જાય છે. સામાન્ય રીતે લોકો માની લે છે કે ટાંકીનું પાણી (Water Tank) ખરાબ થઈ ગયું હશે અને તેને બદલી નાખે છે, પરંતુ આ સમસ્યાનું કાયમી સમાધાન નથી. નિષ્ણાતોના મતે, ગંધ આવવાના કારણો પાણી સિવાય પણ ઘણા હોઈ શકે છે.
શા માટે પાણી બદલ્યા પછી પણ ગંધ આવે છે ?
ઘણા કિસ્સામાં પાણી બદલવા છતાં દુર્ગંધ યથાવત રહે છે, કારણ કે કુલરની ટાંકીના ખૂણામાં વર્ષો જૂની ગંદકી (Dirt) અને બેક્ટેરિયા (Bacteria) જમા થયેલા હોય છે. જો કુલરનો લાંબા સમય સુધી ઉપયોગ ન કરવામાં આવે, તો આ ગંદકી ત્યાં જમા થઈને ગંધ પેદા કરે છે.
કૂલિંગ પેડ (Cooling Pads) ની સફાઈ છે અત્યંત જરૂરી
કૂલિંગ પેડ (Cooling Pads) સતત ભીના રહેતા હોવાથી તેમાં ધૂળ અને ભેજને કારણે ફૂગ (Fungus) અને નાના જીવાણુઓ ઘર કરી લે છે. લોકો ઘણીવાર કુલરની બહારની બોડી સાફ કરે છે, પરંતુ આ પેડ્સને નજરઅંદાજ કરે છે, જે રૂમમાં ફેલાતી ગંધનું સૌથી મોટું કારણ છે.
ભેજ અને યોગ્ય જાળવણીનો અભાવ
કુલરને બંધ રૂમમાં સતત ચલાવવાથી અથવા ઉપયોગ પછી તેને સૂકવ્યા વિના પેક કરી દેવાથી અંદર ભેજ (Moisture) રહી જાય છે. આ ભેજને કારણે મોસમ પૂરી થયા બાદ જ્યારે તમે કુલરને ફરીથી શરૂ કરો છો, ત્યારે તેમાં ફૂગ અને દુર્ગંધ પેદા કરતા સૂક્ષ્મજીવો (Microbes) ઝડપથી વિકસે છે. કુલરને હંમેશા સ્વચ્છ રાખીને અને તેને નિયમિત સૂકવીને જ તમે ઉનાળામાં તાજી હવાનો આનંદ માણી શકો છો.


