ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Swant Sukhay : ક્ષણને જીવો-એ જ સાચું સુખ

સાચું આંતરિક સુખ આ દુનિયાની ભૌતિક વસ્તુઓમાંથી મળતું નથી
11:29 AM Sep 27, 2025 IST | Kanu Jani
સાચું આંતરિક સુખ આ દુનિયાની ભૌતિક વસ્તુઓમાંથી મળતું નથી

Swant Sukhay :

"स्वांतः सुखाय"

स्व अंतः सुखाय: 

स्व (Sva): આપણું,પોતાનું 

अंतः (Antah): મન,હ્રદય, અને અંતઃકરણ 

सुखाय (Sukhaya): સુખ માટે, આનંદ માટે 

જીવન શું છે?  આ જ એ પ્રશ્ન છે જેની પર મોટીવેશનલ સ્પીકરો ની દુકાન ચાલતી હોય છે, બાકી વ્યાખ્યા કે જવાબ ની તો એમને પણ નથી ખબર હોતી.

45000 કરોડની સંપત્તિ ધરાવનારા રાકેશ ઝૂંનઝુંનવાલાના અવસાન થતાં પહેલાંના છેલ્લા શબ્દો:

”હું બિઝનેસ જગતમાં સફળતાના શિખરે પહોંચ્યો છું.  મારું જીવન બીજાની નજરમાં એક સિદ્ધિ છે.  જોકે, કામ સિવાય મારી પાસે કોઈ ખુશી નહોતી.  પૈસા માત્ર એક સત્ય છે જેનો હું ઉપયોગ કરું છું. આ સમયે હોસ્પિટલના પથારીમાં સૂઈને અને મારી આખી જીંદગીને યાદ કરીને, મને ખ્યાલ આવે છે કે મને જે ઓળખ અને પૈસા પર ગર્વ હતો, તે મૃત્યુ પહેલાં ઝાંખું અને નકામું થઈ ગયું છે.”

તમે તમારી કાર ચલાવવા અથવા પૈસા કમાવવા માટે કોઈને ભાડે રાખી શકો છો.  પરંતુ, તમે કોઈને પીડાતા અને મરવા માટે ભાડે રાખી શકતા નથી.

ખોવાયેલ ભૌતિક વસ્તુઓ મળી શકે છે. પણ એક વસ્તુ એવી છે, જે ખોવાઈ જાય પછી ક્યારેય મળતી નથી - અને તે છે "જીવન".

Swant Sukhay : બેઈમાની કે વિશ્વાસઘાત ક્યારેય ન કરો

તમારા પરિવાર, જીવનસાથી અને મિત્રોને પ્રેમ કરો... તેમની સાથે સરસ વ્યવહાર કરો, તેમની સાથે છેતરપિંડી ન કરો, બેઈમાની કે વિશ્વાસઘાત ક્યારેય ન કરો.

જેમ જેમ આપણે મોટા થતા જઈએ છીએ અને સમજદાર થઈએ છીએ તેમ તેમ, આપણને ધીમે ધીમે ખ્યાલ આવે છે કે Rs 300 અથવા Rs 3000 અથવા Rs 2- 4 લાખની કિંમતની ઘડિયાળ પહેરવાથી - બધું એક જ સમય સુચવે છે.

આપણી પાસે 100નું પર્સ હોય કે 500નું - અંદર બધુ સરખું જ હોય છે.

ભલે આપણે 5Lacks ની કાર ચલાવીએ કે 50Lacks ની કાર ચલાવીએ.  રસ્તો અને અંતર એક જ છે અને આપણે એ જ મુકામ પર પહોંચીએ છીએ.

આપણે જે મકાનમાં રહીએ છીએ, પછી તે 300 ચોરસ ફૂટનું હોય કે 3000 ચોરસ ફૂટનું - એકલતા બધે જ સમાન છે.

તમને ખ્યાલ આવશે કે તમારું સાચું આંતરિક સુખ આ દુનિયાની ભૌતિક વસ્તુઓમાંથી મળતું નથી.

તમે ફર્સ્ટ ક્લાસ કે ઈકોનોમી ક્લાસમાં ફ્લાઈટ કરો, જો પ્લેન નીચે પડે તો તમે ય તેની સાથે નીચે જ જવાના છો.

એટલે જ.. તમારી પાસે મિત્રો, ભાઈઓ અને બહેનો છે, જેમની સાથે તમે ગપસપ કરો છો, હસો છો, ગાઓ છો, સુખદુઃખની વાતો કરો છો,.... આ જ સાચી ખુશી છે !!

Swant Sukhay- જીવનની એક નિર્વિવાદ હકીકત

તમારા બાળકોને માત્ર શ્રીમંત બનવા માટે શિક્ષિત ન કરો.  તેમને ખુશ રહેવાનું શીખવો.  જ્યારે તેઓ મોટા થશે ત્યારે તેમને વસ્તુઓની Cost નહી Value ની ખબર પડશે.

જીવન શું છે ?

જીવનને વધુ સારી રીતે સમજવા માટે ત્રણ સ્થાનો છે

- હોસ્પિટલ

- જેલ

- સ્મશાન

હોસ્પિટલમાં તમે સમજી શકશો કે સ્વાસ્થ્યથી સારું બીજું કંઈ નથી

જેલમાં તમે જોશો કે આઝાદી કેટલી અમૂલ્ય છે.

અને સ્મશાનગૃહમાં તમને ખ્યાલ આવશે કે જીવન કંઈ જ નથી

આજે આપણે જે જમીન પર ચાલીએ છીએ તે કાલે આપણી નહીં હોય.

ચાલો હવેથી નમ્ર બનીએ અને આપણને જે મળ્યું છે તેના માટે ભગવાનનો આભાર માનીએ.

આ પણ વાંચો : અહીં હજુ પણ ગવાય છે પૌરાણિક રાગ પર રચાયેલ ગરબા, ચાલે છે પ્રાચીન ગરબીની પરંપરા

 

Next Article