Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Sweet potato: બજારમાં વેચાઈ રહ્યા કેમિકલવાળા શક્કરિયા! માત્ર 2 મિનિટમાં ચેક કરો અસલી છે કે નકલી

મહાશિવરાત્રીનો પાવન પર્વ પહેલા અત્યારે માર્કેટમાં શક્કરિયાનું આગમન થઈ ગયું છે. લોકો ખૂબ હરખથી શક્કરિયાને આરોગી રહ્યા છે. પણ જરા થોભી જાઓ, તમે માર્કેટમાંથી જે શક્કરિયા લીધા તે અસલી તો છેને! આ સવાલ એટલા માટે છે કારણ કે અત્યારે માર્કેટમાં બેફામ તત્વે અસલીના નામે હવે શક્કરિયા પણ નકલી વેંચી રહ્યા છે. આવો વધુ વિગતો જાણીએ.
sweet potato  બજારમાં વેચાઈ રહ્યા કેમિકલવાળા શક્કરિયા  માત્ર 2 મિનિટમાં ચેક કરો અસલી છે કે નકલી
Advertisement
  • Sweet potato: રંગીન શક્કરિયાથી સાવધાન! ઘરે બેઠા તરત કરો ટેસ્ટ
  • શક્કરિયા ખાવા પહેલા ચેક કરો, કપાસથી તરત ખુલશે સત્ય
  • લાલચટ્ટાક શક્કરિયા છે હાનિકારક, સરળ પદ્ધતિથી કરો ચેક
  • રોડામાઇન B વાળા શક્કરિયા બજારમાં વેચાઈ રહ્યા છે

Sweet potato: શિયાળા (Winter) ની ઋતુમાં બજારોમાં શક્કરિયા પુષ્કળ પ્રમાણમાં વેચાય છે. તેમાય ભગવાન મહાદેવનો પાવનપર્વ મહાશિવરાત્રી (Mahashivaratri) માં તો શક્કરિયા ખાવાનું મહત્વ ઘણું છે. શિયાળાની ઠંડીના દિવસોમાં શક્કરિયા ખાવાનો શોખ લગભગ દરેકને હોય છે. કેટલાક લોકો તેને બાફી અને મીઠું ભભરાવીને ખાય છે, જ્યારે કેટલાક તેમાંથી સ્વાદિષ્ટ ચાટ (Delicious chaat) બનાવે છે. ઘણા લોકો તેને શેકીને અથવા શાક બનાવીને પણ ખાય છે. હકીકતમાં, શક્કરિયા માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક પણ છે. તેમાં ફાઇબરથી લઈને વિટામિન સુધીના ઘણા જરૂરી પોષક તત્વો હોય છે.

Sweet potato 01_GUJARAT_FIRST

Advertisement

જો તમે પણ શક્કરિયાનો આનંદ માણો છો, તો તમારા માટે ખરાબ સમાચાર છે. અન્ય તમામ ઉત્પાદનોની જેમ, બજારમાં નકલી શક્કરિયા વેચાઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલીક જગ્યાએ રંગીન શક્કરિયા વેચાઈ રહ્યા છે. આ વધુ ચમકદાર (Shiny) અને આકર્ષક દેખાવા માટે બનાવવામાં આવે છે જેથી ગ્રાહકો સરળતાથી છેતરાઈ શકે. આવા શક્કરિયા ખાવાથી સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે અને પેટની સમસ્યાઓ પણ થઈ શકે છે. પરંતુ સારા સમાચાર એ છે કે તમે એક સરળ પદ્ધતિનો ઉપયોગ કરીને શક્કરિયા નકલી છે કે અસલી તે પારખી શકો છો.

Advertisement

Sweet potato: શું નકલી શક્કરિયા ખાવાથી નુકસાન થશે?

કેટલાક લોકો શક્કરિયાને લાલ (Red) અને ચમકદાર દેખાડવા માટે રાસાયણિક રંગ (Chemical dye) (રોડામાઇન બી) (Rhodamine B) લગાવે છે. આ રંગ ખાવા માટે સંપૂર્ણપણે અસુરક્ષિત (Unsafe) છે. લાંબા સમય સુધી આવા શક્કરિયા ખાવાથી સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થઈ શકે છે.

Sweet potato 02_GUJARAT_FIRST

Sweet potato: ઘરે શક્કરિયાનું પરીક્ષણ કેવી રીતે કરવું

તમે પણ બજારમાંથી ચમકદાર શક્કરિયા લઈને આવ્યા હોવ, તો તમારે પણ આ પરીક્ષણ ચોક્કસ કરવું જોઈએ. જેથી તમે જાણી શકશો કે શક્કરિયા ખાવાલાયક છે કે નહીં.

આ પણ વાંચો---- Cholestrol: કોલેસ્ટ્રોલ જોખમી હોવાનું સૌકોઈ જાણે છે, પણ તમને ખબર છે કોલેસ્ટ્રોલ શું હોય છે?

પરીક્ષણ માટે જોઈતી વસ્તુઓ:

  • એક કોટન રૂ (Cotton) નો બોલ
  • થોડું પાણી (Water) અથવા ખાવાનું કોઈ પણ તેલ (Kitchen oil)

શક્કરિયાનું પરીક્ષણ આવી રીતે કરોઃ

  • કોટન બોલને પાણી અથવા તેલમાં પલાળી દો. એવીરીતે પલાળો કે કપાસ વધુ પડતો ભીનો ના થાય. ત્યારબાદ આ કપાસને ધીમેથી
  • શક્કરિયા પર ઘસો.
  • જો શક્કરિયા રંગ બદલતા નથી તો તે ખાવા માટે સંપૂર્ણ સુરક્ષિત છે.
  • પરંતુ જો કોટન કલરવાળું થઈ જાય અને શક્કરિયામાંથી કલર નીકળે તો ચેતી જજો.
  • જો કપાસ લાલ કે ગુલાબી રંગનું થઈ જાય, તો તેનો અર્થ એ છે કે શક્કરિયામાં કલર કરવામાં આવ્યા છે.
  • આ કલરવાળા શક્કરિયા ખાવાથી શરીરને નુકસાન થઈ શકે છે.

Sweet potato 03_GUJARAT_FIRST

નોંધઃ આ નાની પદ્ધતિ અપનાવીને, તમે સરળતાથી વાસ્તવિક અને નકલી શક્કરિયા ઓળખી શકો છો. અને તમારા પરિવાર (Family) ના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખી શકો છો.

આ પણ વાંચો--- Healthy Oats Recipe: ઓટ્સનો ટેસ્ટ બોરિંગ લાગે છે? અજમાવો આ મજેદાર રેસિપી અને સ્વાદ વધારો

આ પણ વાંચો---- Cholestrol: કોલેસ્ટ્રોલ જોખમી હોવાનું સૌકોઈ જાણે છે, પણ તમને ખબર છે કોલેસ્ટ્રોલ શું હોય છે?

Tags :
Advertisement

.

×